મફતમાં ચેટ સેવાઓ આપતી કંપનીઓ હવે બનશે કમાઉ દીકરો

3
526

WhatsApp ના આવ્યા પછી ફ્રી SMSની તો આદત જ જતી રહી છે તેમ છતાં ય હજુ કંપનીઓ ફ્રી SMS આપે છે તથા મહત્વના તહેવારોના દિવસોમાં Black Out Day પણ જાહેર કરે છે જેમાં તમે કોઈને SMS મોકલો તો તમને 1 રૂપિયાનો ચાર્જ લાગે છે. જોકે મારા જેવા ઘણી વખત WhatsAppને બદલે SMSથી ચેટ કરવાનો આનંદ ઉઠાવે છે કેમ કે એમાં એક અનેરો આનંદ છે. જોકે WhatsAppના આવ્યા બાદ તો Hike, WeChat કે Telegram જેવી ચેટ એપ્લિકેશન્સનો તો રાફડો ફાટી નીકળ્યો છે. દર બીજા દિવસે નવી એપ લોન્ચ થાય છે જેમાં તમે તમારા મિત્રો સાથે ચેટ કરી શકો છો.

Photo Courtesy: techunzipped.com

આમાંથી મોટા ભાગની ચેટ એપ્લિકેશન્સ મફતમાં જ આ સેવાઓ પુરી પાડે છે. તમારા પાસે માત્ર ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. તો હવે સવાલ એ થાય છે કે આ ચેટ એપ્લિકેશન્સ કઈ રીતે કમાઉ દીકરો બને અને તેના ફાઉન્ડર્સ કે કંપાનીઓને કઈ રીતે નફો રળી આપશે. જયારે Facebook દ્વારા 16 બિલિયન અમેરિકી ડોલર્સમાં WhatsApp ખરીદવામાં આવ્યું ત્યારે આ ચર્ચાએ જોર પકડ્યું હતું પરંતુ સમય જતા હવે ઘણા લોકો ભૂલી ગયા છે પણ આજે eછાપું દ્વારા તમને એ જાણવા મળશે કે આ બધી એપ્સ કઈ રીતે પૈસા કમાઈ શકે છે.

એ સમય અલગ હતો જયારે કોમ્યુનિકેશન કે પછી ચેટ એપ્સ નો ઉપયોગ માત્ર એકબીજાની ખબર પૂછવા માટે જ થતો હતો, હવે સમય બદલાયો છે, દુનિયા તો ઘણા વર્ષો થી ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અથવા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન્સ થી પરિચિત છે પણ ભારત હવે ધીમે ધીમે ડિજિટલ બની રહ્યું છે અને વિશ્વ હવે આ મફતમાં સેવાઓ આપતી ચેટ એપ્સને પણ એક પેમેન્ટ ગેટવે તરીકે ઉપયોગમાં લેવા થનગની રહ્યું છે.

WeChat એ એક ચાઈનીઝ એપ છે જેના માસિક 900 મિલિયન જેટલા એક્ટિવ યુઝર્સ છે, જેઓ WeChat દ્વારા માત્ર ચેટ જ નથી કરતા પણ ઓનલાઇન ગ્રોસરી ખરીદે છે, કશે જવું હોય તો CAB બુક કરાવી લે છે અથવા તો મનપસંદ હોટલ/રેસ્ટોરાં થી ખાવાનું સુદ્ધા ઓર્ડર કરી દે છે, આ સિવાય હવે તો WeChat દ્વારા ઑફલાઇન પેમેન્ટ સુદ્ધા થઇ શકે છે. આ દરેક વસ્તુઓ માત્ર એક જ એપ્લિકેશન થી થઇ સકતી હોય ચોક્કસપણે તેના યુઝર્સ માં તે ખુબ જ પસંદીદા એપ હોય તે નક્કી છે. આ એપ માત્ર અહીંયા થી જ નથી અટકતી પણ પેમેન્ટ ગેટવે એટલે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી આપતી કંપાનીઓ સાથે ટાઇઅપ કરી તેમાં થી પોતાનો નફો ભેગો કરે છે.

ભારતમાં અતિપ્રસિદ્ધ એવી WhatsApp પણ હવે આ જ નક્શેકદમ પર ચાલી નીકળી છે અને beta વર્ઝનમાં આ ફીચર્સ પર કામ પણ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ WhatsApp દ્વારા WhatsApp Business ના નામે એક ખાસ બિઝનેસ એપ લોન્ચ કરવામાં આવી છે જે એ બાબતો પર સ્પષ્ટ સંકેત આપે છે કે ટૂંક સમયમાં WhatsApp પણ તમારું એક નવું વોલેટ બની જશે અને તમે તેના દ્વારા બહુ બધી શોપિંગ કરી એકચૂલ ખિસ્સું ખાલી કરી દેશો. WhatsApp દ્વારા UPI એટલે કે Unique Payment Interface નો ઉપયોગ કરી અને આ સેવા પુરી પાડવામાં આવશે. તમને યાદ જ હશે કે આપણે અહીંજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વિષે ભૂતકાળમાં ચર્ચા કરી ત્યારે ત્યાં UPI કઈ રીતે બનાવવું તે જોયું હતું, મહદંશે અહીંયા એ જ UPI આઈડી થી તમે કામ ચલાવી શકશો. છેલ્લા ઘણા સમયથી વિવિધ પેમેન્ટ ગેટવે કંપનીઓ તથા SBI,HDFC, ICICI તથા AXIS બેન્ક સાથે આ માટેના ટ્રાયલ શરુ થઇ ગયા છે અને મૉટેભાગે WhatsApp પેમેન્ટ આવતા મહિને એક્ટિવ પણ થઇ જશે.

WhatsApp વિશ્વની સૌથી મોટી અથવા તો સૌથી વધુ વપરાશકર્તા ધરાવતી એપ્લિકેશન છે, ભારતમાં આવતા જ તેઓ પ્રસિદ્ધ બન્યા તેના માટેનું સરળ કારણ એટલું જ છે કે શરૂઆતમાં તેઓ એક અત્યંત સિમ્પલ મેસેંજિંગ એપ લઈને આવેલા, જેમાં તમે કોઈ સાથે ચેટ કરી શકો અને ફોટોગ્રાફ્સ કે વિડિઓ અથવા તમારું લોકેશન શેર કરી શકો, સમય જતા બદલવા આવ્યો અને ધીમે ધીમે વોઇસ કોલ અને હવે વિડિઓ કોલ્સ પણ ઉપલબ્ધ થયા છે, તે જ રીતે ટૂંક સમયમાં WhatsApp દ્વારા તમને પેમેન્ટ્સ માટેની સર્વિસ પણ મળશે. વોટ્સએપ ૨૦૧૭માં ભારતમાં 230 મિલિયન એક્ટિવ યુઝર્સ ધરાવતું હતું અને કંપની 2020 સુધીમાં 320 મિલિયન એક્ટિવ યુઝર્સનો ટાર્ગેટ રાખીને બેઠી છે. જેટલા વધુ યુઝર્સ તેટલો મોટો ડેટા બેઝ અને સર્વિસીસ નો તેટલો જ વધુ ઉપયોગ . આ સિવાય એક આંતરિક સર્વે મુજબ WhatsApp યુઝ કરતા ૫૭ ટકા જેટલા લોકો હવે કસ્ટમર કેરમાં ફોન કરી અને તેમની તકલીફો વિષે વાત કરવા કરતા એક એપ પર તે વસ્તુનું નિરાકરણ લાવવાની તરફેણમાં છે એટલે WhatsApp દ્વારા એ સર્વિસ પણ કમાઉ દીકરો બની તેને નફો રળી આપશે. આ સિવાય Zomato, Uber, Bookmyshow, Flipkart, Snapdeal, Amazon જેવી અઢળક વેબસાઇટ્સ છે જે વોટ્સએપના પેમેન્ટ ફીચરનું સ્વાગત કરી તેની સાથે હાથ મિલાવવા ઉત્સાહિત છે.

ભારતમાં WhatsAppને ટક્કર આપતા Hike દ્વારા થોડા સમય પહેલા જ પેમેન્ટ સર્વિસીસ ચાલુ કરાઈ છે પણ હજુ તે માત્ર તેના વપરાશકાર પૂરતી જ સીમિત છે એટલે કે એક યુઝર બીજા યુઝરને જ પૈસા મોકલાવી શકે તથા અન્ય સેવાઓનો લાભ લઇ શકે છે, પરંતુ આંતરિક સૂત્રોનું માનીએ તો Hike ભારત સરકાર સાથે મળી અને સરકારી સેવાઓને ઓનલાઇન કરવા બાબતે વિચારી રહ્યું છે તથા તેના માટે જે પણ કિંમત હોય અથવા તો ફી હોય તે ઓનલાઇન Hike ના માધ્યમ થી જ કરવામાં આવે તે બાબતે પણ વિચારી રહ્યું છે.

ફાઇનલ કનકલ્યુઝન! એક વપરાશકર્તા માટે Payment via App અથવા તો Payment from the App એ ખુબ જ કામની વસ્તુ બની જશે અને વારંવાર નવી નવી એપ અથવા તો અલગ અલગ પાસવર્ડ યાદ રાખવાની જફા માંથી છુટકારો મેળવશે તે નક્કી છે, જોકે આ WhatsApp હોય કે Hike આ સફર એટલી આસાન નહીં રહે. ભારત સરકાર અને RBI દ્વારા અમુક ગાઈડલાઈન્સ આપવામાં આવી છે જેમ કે વપરાશકર્તાની કોઈ જ ખાનગી માહિતી લીક ન થવી જોઈએ તથા તેને કોઈ જ આર્થિક નુકશાન ન જાય અથવા તો કઈ ગેરકાયદેસર કામ પણ ન થાય તેનું ધ્યાન કંપનીઓ એ રાખવાનું રહેશે. જો કંપનીઓ આ બધી શરતોનું પાલન કરશે તો જ તેને આધિકારિક રીતે લોન્ચ કરવામાં આવશે.

eછાપું

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here