પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માત્ર બિલ્ડરને નફો કરાવે છે

1
412
Photo Courtesy: adanirealty.com

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ જેની આવક વાર્ષિક 18 લાખ રૂપિયા હોય અને એ જો પહેલું ઘર ખરીદે તો એને 2.7 લાખ રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે વળી GST પણ હવે નવા સુધારા અનુસાર 12% ને બદલે 8% લાગશે આ સવલત 150 સ્ક્વેર મીટર એટલેકે લગભગ 1615 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા સુધીના ઘર માટે જ મળે છે અને જે પ્રોજેક્ટને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે માન્યતા મળી હોય એને જ લાગુ પડે છે

અહી પહેલો પ્રશ્ન એ ઉદભવે કે તો શું તમે તમારું પહેલું ઘર આવા પ્રોજેક્ટમાં લેશો ?

Photo Courtesy: adanirealty.com

માણસ પોતાનું પહેલું ઘર લેવા શું વિચારે છે? સૌ પ્રથમ તો બજેટ કેટલું છે એ નક્કી કરશે અને આ બજેટમાં પરવડે એવા લોકેશન પર એ નજર દોડાવશે લોકેશન અને બજેટ મેચ થાય એટલે જોશે કે એ પોતાના કામના સ્થળેથી કેટલું દુર છે કામ પર જવા આવવા કેટલું સરળ છે. વળી એ સ્ટેશનથી કેટલું દુર છે નજીકમાં શાળા હોસ્પિટલ બજાર કેટલા દુર છે અથવા કેટલી નજીક આ સગવડો છે કે નહીં?

શું આ બધા પાસાંઓ તમને પ્રધાનમંત્રી આવાસ યોજના માં જોવા મળશે? જો જવાબ હા હોય તો જરૂરથી આ યોજના હેઠળ ઘર ખરીદવાનો વિચાર કરી શકાય

તમને ગમશે: આ Office of Profit વળી કઈ બલાનું નામ છે?

પરંતુ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે આવા પ્રાઈમ લોકેશન પર શું બિલ્ડર એફોર્ડેબલ ઘરો બાંધશે? જવાબ છે ના કારણકે આવા લોકેશન પર ઘરની ડીમાંડ રહેવાની જ અને બિલ્ડરને પોતાનો ભાવ મળશે જ તો પછી એ સસ્તામાં આવા પ્રાઈમ લોકેશન પર ઘરો શા માટે બાંધશે? એ તો પોતાનો ધંધો કરી લેશે અને જોઈતો નફો રળી લેશે માટે બિલ્ડર એફોર્ડેબલ ઘરો ગામને છેવાડે જ્યાં એને સસ્તી જમીન મળે જ્યાં કોઈ ખાસ ડીમાંડ નથી ત્યાં ગ્રાહકને આકર્ષવા જ એફોર્ડેબલ ઘરો બાંધશે.

અહી બીજો પ્રશ્ન શું તમે રૂપિયા 2.7 લાખની સબસીડી મેળવવા પ્રાઈમ લોકેશન છોડી ગામને છેવાડે કામના સ્થળથી દુર ઘર ખરીદશો? જ્યારે તમે રૂપિયા 50 લાખ સુધીની રકમ ખર્ચવા તૈયાર છો ત્યાં તમે રૂપિયા 2.7 લાખ મેળવવા પ્રાઈમ લોકેશન જતું કરશો?

વળી બિલ્ડરો પણ જ્યાં આવી સબસીડી મળતી હોય ત્યારે તમારા ફ્લેટની કિંમત પણ આ સબસીડી ગણીને એ ભાવે ફ્લેટ ઓફર કરશે એ પણ શક્ય છે. ટુંકમાં પહેલા ફ્લેટની કિંમત 2.7 લાખ વધારી પછી ડિસ્કાઉન્ટ આપશે અથવા તમને ગણાવશે કે તમને અહી આટલી સબસીડી મળે છે. વળી આવી સબસીડી આપવા માટે બિલ્ડર પણ ઘરની ક્વોલીટીમાં કોમ્પ્રોમાઈઝ કરશે એ સ્વાભાવિક છે. પહેલું ઘર અને ખાસ તો જ્યાં તમે કાયમ માટે રહેવાના હોવ ત્યાં એ ઘર ખરીદવા પૈસાની નજીવી સબસીડી મેળવવા અન્ય જરૂરી સવલતો જતી નહીં જ કરો એ સ્વાભાવિક છે.

ટૂંકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એ બિલ્ડરને નફો કરાવવા સિવાય અન્ય કોઈ અર્થ નથી સરતો માટે આ યોજનાથી હરખાવા જેવું કશું નથી. ઠીક છે તમારું ઘર હોય અને દીકરા માટે એક રોકાણ તરીકે બીજું ઘર તેના નામે ખરીદો પણ ત્યાં પણ રોકાણનું વળતર ખાસ નહીં છૂટે કારણકે એ ગામને છેવાડે અને કવોલીટીમાં કોમ્પ્રોમાઈઝ કરેલ હોય તો એમાં રોકાણ નુકશાનકારક જ બની રહેશે

eછાપું

1 COMMENT

  1. સરદાર આવાસ અને ઇન્દિરા આવાસ માં પણ આવા જ બખેડા છે… ગમ્મે તેટલા છીંડા બંધ કરો મળતિયાઓ પહોંચી જ જવાના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here