એકસ્ટ્રા મેરીટલ અફેયર, સંબંધોના છાન ગપતીયાં…

8
503
Photo Courtesy: prateek8686.blogspot.in

એકસ્ટ્રા મેરીટલ અફેયર આ ટોપિક જરા અવળો છે અને આ વિષે વાત કરવામાં સંકોચ થાય તે સ્વાભાવિક છે. સંબંધોનું સિંચન એ આપણા વ્યક્તિત્વનું એક અગત્યનું પાસું છે. નાનપણથી આપણને આ જ શીખવાડવામાં આવે કે જોજો!! સંબંધ સાચવજો!! ક્યારે કોની જરૂર પડે!! વડીલોની ભાષામાં કહીએ તો, ચપટી ધૂળનો પણ ખપ પડે. માતા-પિતા અને સંતાનો વચ્ચેનાં સંબંધ પછી જો કોઈ શ્રેષ્ઠ સંબંધ છે તો એ છે, પતિ અને પત્નીનો સંબંધ.

આ સંબંધ વિશ્વા્‌સના તાંતણે બાંધયેલ હોય છે પણ એને વધારે મજબૂત કરે છે, એકમેકનો સાથ. એકબીજાનાં સાથ વગરનો સંબંધ એકબીજા પ્રત્યે નકારાત્મકતા ઉભી કરવામાં મોટો ભાગ ભજવે છે. અતિ વ્યસ્તતા, એ પણ સંબંધોના પાયા હચમચાવે છે. કદાચ મેં કોઈ નવી વાત નથી કરી, પણ આ પરિસ્થિતિમાં મનનું સમાધાન કરવા તૈયાર થવું એ એક અતિ મહત્વનું પગલું છે.

અત્યારના મોર્ડન જમાનામાં વ્યાવસાયિક રીતે વ્યસ્ત દંપતિની સામે એકબીજા માટે સમય કાઢવો એ એક ચેલેંજ છે. ટેક્નોલોજી અને ગેજેટ્‌સનાં જમાનામાં લાગણીઓને સ્થાન આપતી વ્યક્તિઓ પ્રત્યે વિશેષ માન થાય. પતિ – પત્નીનાં સંબંધો પણ કાંઈક આમ જ છે. દરેક પ્રકારના ફિલ્ટરમાંથી પસાર થઈ આ સંબંધ એક અતૂટ બંધનમાં ફેરવાય છે.

તમને ગમશે: શશી થરૂર સાથે જયપુર એરપોર્ટ પર જબરું થયું નહીં?

ઘરની જવાબદારીઓ, બાળકોના ઉછેર, સોશિયલ સ્ટેટસ વિગેરેનાં મેન્ટેનન્સનો ભાર સ્ત્રી પર છે. જ્યારે આર્થિક સધ્ધરતા, બાળકોનું ભણતર, કુટુંબનું મેન્ટેનન્સ વિગેરે પુરૂષોને માથે. પણ જો આ સંજોગોમાં પતિ અને પત્ની વચ્ચે ભણતર સાથે ગણતરનું બેલેન્સ ન હોય તો તે પરિસ્થિતિ એક નવા સંજોગને જન્મ આપે છે અને તેને અંગ્રેજી ભાષામાં એકસ્ટ્રા મેરીટલ અફેયર કહે છે.

અત્યારના સમયમાં આ એક અતિ સામાન્ય પરિસ્થિતિ છે જેને ઊભી કરવામાં જેટલો સંકોચ નથી થતો તેટલો સ્વીકારવામાં થાય છે. પોતાનાં અગત્યના એક્ટિવ કલાકો ઓફિસમાં ગાળતાં સ્ત્રી કે પુરુષ માટે આ એક અસામાન્ય સંજોગ છે. સ્ટ્રેસથી ભરપૂર અને જવાબદારીઓથી ત્રસ્ત લાઇફને આ સંજોગો ઉભા કરતા મૂળભૂત કારણોમાં ગણી શકાય.

જે વ્યક્તિ સાથે ચોવીસ કલાક કાઢવાના છે  એ વ્યક્તિ પાસેથી પૂરતો સપોર્ટ ન મળે તેવા સંજોગોમાં પતિ કે પત્નીને કોઈ ત્રાહિત વ્યક્તિ પાસેથી જરા સરખું મહત્વ મળે તો તે વ્યક્તિ તેના માટે વિશેષ બને છે. જેમ કે, પતિ સવારે દિનચર્યા પતાવી ઓફિસ જાવા તૈયાર થાય. પત્નીનું એક જ કામ. ઊઠી, રસોઇ બનાવી, ટીફીન ભરો. પતિ તૈયાર થાય એટલે તેને ઓફિસ વિદાય આપી પાછા ઘરકામમાં વ્યસ્ત. પ્રોફેશનલી એક્ટિવ સ્ત્રીઓ આ બધું કામ પતાવી ઓફિસ માટે રવાના થાય. ત્યા બંનેને રોજેરોજ નવા માણસોને મળવાનું થાય.દિવસનાં સૌથી એક્ટિવ કલાકો દરમિયાન નવી વ્યક્તિઓને મળવાની સાથે એક ઓફિસ રૂટીન પણ સેટ થાય. સતત સાથે કામ કરતા કરતા પ્રોફેશનલથી લઈને પર્સનલ વાતો શેર થાય.

બસ!!! પર્સનલ વાતો શેર કરવી એ જ એક નબળું પાસું છે એક મેરિડ લાઈફમાં આવનારા વળાંક માટેનું. કોઈ થર્ડ પર્સન તમારા પ્રોબ્લેમ્સ સાંભળીને તમારી લાઇફનાં જજ બને અને તમારી નબળાઈઓ જાણીને એને એક અલગ જ પરિણામ તરફ આગળ લઇ જાય ત્યારે સંબંધોમાં વમળ એટલેકે એકસ્ટ્રા મેરીટલ અફેયર શરૂ થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, પોતાની પાસે રહેલી વ્યક્તિની સરખામણી એ બીજી વ્યક્તિ સાથે કરવા માંડે છે. વિચારોથી લઈને લાગણીઓનું શેરિંગ પણ થાય છે. પારકી વ્યક્તિમાં રહેલી સામાન્ય બાબતો પણ આકર્ષક લાગે અને પોતાની વ્યક્તિમાં રહેલી ખૂબીઓ સામાન્ય.

ઘણી વ્યક્તિઓ આ પરિસ્થિતિને સ્ટ્રેસમાંથી છુટકારો મેળવવાનું હથિયાર માને છે પણ કહેવાય છે ને વફાદારીથી મોટું કોઈ વચન નથી, એમ આ સંજોગને પ્રોત્સાહન આપવું એ અપરાધથી વિશેષ છે અને જેની ન્યાયના ચોપડે નોંધણી નથી પણ પોતાની વ્યક્તિનાં જીવન સાથે સીધો સંબંધ છે.

અવિશ્વાસ ને વિશ્વાસમાં ફેરવતા વર્ષો નીકળી જાય છે અને તો પણ ધાર્યું પરિણામ મળતું નથી. એક પતિ અને પત્નીનાં સંબંધોમાં  વિશ્વાસ અને વફાદારી એમ બે આધારસ્તંભ છે. એક પણ સ્તંભ ડગ્યો તો સમજો સંબંધ વેરણ છેરણ થાય છે.

માટે, આ પરિસ્થિતિથી બચવા માટે પોતાના લાઇફ પાર્ટનરને મહત્વ આપવું, એને એના શિખર સર કરવામાં મદદરૂપ થવું અને સૌથી મહત્વની વાત, પોતાના લાઇફ પાર્ટનરને એ જેમ છે તેમ જ સ્વીકારવું, એમાં જ આપણા ગણતરની કસોટી છે. બાકી ભણતર તો આપણને રૂપિયા રળવામાં મદદરૂપ છે જ.

અસ્તુ!!

 

8 COMMENTS

  1. ખૂબ સરસ લેખ પ્રાપ્તિ….
    એક્સ્ટ્રા સબંધો તો સ્વાભાવિક રીતે બંધાતા હોય છે પણ એને કેટલે સુધી સીમિત રાખવાં એ સમજદાર વ્યકિત હોય તો પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ ન ઉભા થાય એ જુવે.
    બાકી એ ન થાય એ માટે પતિ પત્ની બન્નેએ ફક્ત એકબીજાની સ્થૂળ જરૂરિયાત જ નહિ પણ માનસિક સ્તરે પણ સપોર્ટ સતત આપતા રહેવો જોઇએ. તો જ પોતાના અંગત પ્રોબ્લેમ્સ ત્રાહિત વ્યક્તિ પાસે શેર ન કરતાં પોતાની વ્યક્તિને કહી શકે.

    • તમારો ખૂબ આભાર લતા આન્ટી. તમે પણ લેખક છો એટલે તમારો મારા લેખ વિષે અભિપ્રાય એ મારા માટે બહુ મોટી વાત છે. ફરી એક વાર ધન્યવાદ.

  2. ટેમ્પરરી શોધેલો ખભો… ને એનો લાભ લેતી જમાતો … લપસણા માર્ગો પર ટાઈમે ના મરાતી બ્રેકો… એકાંત માં સ્વ ચિંતન સિવાય ગ્રુપો માં થતી તલાશો… ક્યાંક જવાબદાર

  3. Many points to ponder….
    Both the sides need to think of compatibility….
    “PARNYA ETALE PATI GAYA” – evu vicharvu e pan khottu…ane

    Society need to open up and understand this more deeply i believe….

    Overall a very nice article PRAPTI

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here