Amazon Prime – ખોબો ભરીને દરિયા જેટલું મનોરંજન

0
290
Photo Courtesy: emitpost.com

આજે આપણે Amazon Prime વિષે ચર્ચા કરશું. એક સમય હતો જયારે ભારતમાં માત્ર દૂરદર્શન જોવા મળતું અને ત્યારે પણ ભારતીય પ્રજા સિરિયલોની જબરી રસિક હતી. વડીલો અથવા યુવાનો માટે નુક્કડ, દેખ ભાઈ દેખ, મુંગેરીલાલ કે હસીન સપને, ફૌજી, હમ લોગ, બ્યોમકેશ બક્ષી, ઉડાન, વાગ્લે કી દુનિયા, માલગુડી ડેઝ જેવી આજે ય મોઢા પર સ્મિત અને મોટું હાસ્ય લાવી દે તેવી સિરિયલો જયારે બાળકો માટે  અને શક્તિમાન જેવી સીરીયલોએ પણ એક અલગ જ ચાહકવર્ગ ઉભો કર્યો હતો.

Photo Courtesy: emitpost.com

જોકે સમય નું ચક્ર ફરતા ભારતમાં સેટેલાઇટ ટીવી ચેનલ્સનો રાફડો ફાટ્યો અને ધીમે ધીમે સાસ બહુ ટાઈપ સિરિયલ્સ પોતાનું જોર જમાવવા લાગી પરંતુ અહીંયા પણ સારાભાઈ વર્સીસ સારાભાઈ હોય કે પછી તું તું મેં મેં અથવા તો શ્રીમાન-શ્રીમતી હોય, ખીચડી અને બા બહુ ઔર બેબી જેવી હલકી ફુલકી સિરીઝએ પોતાનો કેમિયો કર્યો પરંતુ એ કદાચ લાબું લડી ન શકી અને ફરી પાછા સાસ બહુ મેદાને પડ્યા. જોકે હવે નવા સમય પ્રમાણે આજની યુવા પેઢી On The Go entertainment ને ગળે લગાડતી થઇ ગઈ છે. હવે સ્ટેટ ટીવી સેટ્સ ની સામે ચીટકી રહેવું એ Old Fashioned લાગવા લાગ્યું છે અને એનું કારણ મુખ્યત્વે 2 ધુરંધર વેબ એપ્લિકેશન્સ અને એમાં આવતા અદભૂત શો છે. .

Amazon Prime જે પહેલા માત્ર 499 રૂપિયા માં એક વર્ષની સર્વિસીસ આપતું હતું તેનો તાજેતરમાં ભાવ વધારો થયો છે અને હવે તમને 999 રૂપિયા માં 1 વર્ષ સુધી Amazon Primeની સેવાઓ મળશે. Amazon Primeનો એક અલગ ફાયદો એ છે કે અહીંયા તમને Amazon તરફથી કોઈ પણ વસ્તુનું શિપિંગ તદ્દન મફત આપવામાં આવે છે એટલે કોઈ જ ફિક્સ ખરીદી નહિ અને કોઈ જ ડીલેવરી ચાર્જિંઝમાંથી પણ તમને મુક્તિ મળે છે.

વાત કરીયે Amazon Prime પર ખરેખર જોવા જેવા શો અને મુવીઝની તો આમ તો લગભગ બધું જ જોરદાર છે અને બહુ જ મજ્જા પડે એવું છે. જો તમે ફિલ્મો અને ઇન્ટરનેશનલ વેબ સિરીઝના દીવાના હોવ તો તમને રીતસરનો ટેસડો પડી જાય એવી આ દુનિયા છે. મુવીનું લિસ્ટ તો સમયાંતરે અપડેટ થતું જ રહે છે અને ઢગલો નવી ફીલ્મો એડ થતી રહે છે. (પદ્માવત ના એક્સકલ્યુઝીવ ઓનલાઇન સ્ટ્રીમિંગ રાઇટ્સ અમેઝોન પ્રાઈમ પાસે છે. ગુજરાતમાં રહેતા ફિલ્મી રસિયાઓ આનંદો!!)

આ સિવાય ઘણી નવી નવી ફિલ્મો પણ સમયાંતરે Amazon Prime પર મળી રહેશે. વેબ સિરીઝની વાત કરવામાં આવે તો સહુ પહેલા Indian Web Series માં Inside Edge એ તો રીતસરનું ઘેલું લગાડ્યું હતું. IPL ની આસપાસ ફરતી વાર્તાએ ક્રિકેટની દુનિયાની એક અલગ જ બાજુના દર્શન કરાવ્યા છે. આ પછી હમણાં તાજેતરમાં આર માધવન અને અમિત સાધ દ્વારા અભિનીત Breathe નામની સિરીઝ શરુ થઇ અને એ ય ગજ્જબ ગ્રીપ ધરાવે છે અને આ વખતે તો રોમાન્સ વધારવા પહેલા ચાર એપિસોડ આવ્યા અને પછી એક એક વિકના અંતરે હવે નેક્સ્ટ એપિસોડ્સ આવશે એટલે જો તમને Action અથવા Thriller પ્રકારની સિરીઝ ગમતી હોય તો તમે અહીંયા એના ચાહક બની જશો.

આ સિવાય શૈતાન હવેલી કરીને પણ એક કોમેડી અને હોરર નું મિક્સ બ્રીડ કહી શકાય તેવો શો પણ હાજર છે. તાજેતરમાં જ પુષ્પાવલી કરીને પણ એક સિરીઝ આવી છે જેમાં તમને શરીર થી થોડી હેલ્ધી પણ દિલ થી સાવ બાળક જેવી છોકરીના દૈનિક જીવન તથા પર્સનલ લાઈફ વિશેની વાતો મજ્જા કરાવી શકે છે. લાખોં મેં એક જેવી સિરીઝ આજના ભારતીય યુવાનું અદ્દલ પ્રતિબીંબ દર્શાવે છે જેને ઉચ્ચતર અભ્યાસ માટે બહાર મોકલવામાં આવે છે અને કમને જતો યુવા કઈ રીતે ખોટી સંગત પર ચડી જાય છે.

કોમેડી જોનર વિષે વાત કરીયે તો આજકાલ દેશના એક કોમેડી આઇકન બનેલા ઝાકીર ખાનનું હક સે સિંગલ અહીંયા હાજર છે અને ખરેખર એક વખત તો ચોક્કસ જોવા જેવું એટલા માટે છે કેમ કે હંમેશા બજરંગ દળ અથવા ફોરએવર સિંગલ નું ટેગ લઈને ફરતો યુવાન જયારે કોઈ રિલેશનશિપમાં આવે ત્યારે તેના સાથે શું શું થાય છે એ અહીંયા જોવા મળશે. આ સિવાય ઈસ્ટ ઇન્ડિયા કોમેડી, બિસ્વા કલ્યાનરથ, સન ઓફ આશિષના વિડિઓઝ પણ તમને હંસાવી હંસાવીને લોટપોટ કરી દેશે, અલબત્ત તમારા પાસે એ સ્તરની સેન્સ ઓફ હ્યુમર હોવી જરૂરી છે.

ઇન્ટરનેશનલ વેબ સિરીઝની વાત કરીયે તો ત્યાં પણ તમને ઘણા શો મળશે. તાજેતરમાં જ McMafia કરીને એક શો આવ્યો છે જેમાં રશિયન ગેંગસ્ટર્સની સ્ટોરી છે અને અહીંયા તમને નવાઝુદ્દીન પણ એક અલગ જ સ્વરૂપમાં જોવા મળશે. આ સિવાય Castle, Young Shelon, Two and a Halfmen જેવી રોમાંચક સિરીઝનો રસથાળ પથરાયેલો છે.

ગાડીઓના શોખીનો માટે તમને અહીંયા The Grand Tour મળશે જયારે ઇન્ટરનેશનલ હોરર ઝોન માટે The Vampire Diaries તમને અધડી રાત્રે ઉજાગરા કરાવી દેશે. બાળકો માટે સિંચેઇન, તેનાલી રામન, એંગ્રી બર્ડ્સ અને અન્ય અઢળક સિરીઝ હાજર છે.

મુવી વિષે વાત કરીએ તો Amazon Prime પર સ્ટેટ મુવી લિસ્ટ અપડેટ થતું રહે છે પણ હાલ તમને ગોલમાલ અગેઇન જેવી કોમેડી તથા ન્યુટન જેવી ગંભીર મુવી મળી જશે જયારે સાઉથની પણ ઢગલો મુવીઝ અહીંયા સમયાંતરે પ્રસ્તુત થતી રહે છે.

ફાઇનલ કનકલ્યુઝનની વાત કરીએ તો On The Go Entertainment શોખીન હોઉં તો Amazon Primeની મેમ્બરશિપ લેવામાં જરાય મોડું કરાય એવું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here