શેરબજારે બજેટને નકારત્મક રીતે આવકાર્યું અને સેન્સેક્સમાં આશરે ૮૪૦ પોઈન્ટનો કડાકો બોલાવ્યો પરંતુ બજેટનું વાસ્તવિક એનાલીસીસ કરતાં શેરબજાર વધવું જોઈતું હતું એવું મારું માનવું છે તો આ કઈ રીતે એ જોઈએ.

બજેટની આવી નકારાત્મક અસર તરીકે શેરબજારમાં કડાકો મુખ્યત્વે શેરના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇનસ (LTCG) પર 10 ટકા ટેક્સ લાગુ પાડવામાં આવ્યો તેને મુખ્યત્વે જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. પરંતુ શેરબજાર મુખ્યત્વે ચાલે છે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ પર એટલેકે સતત લે વેચ પર અને નહીં કે લાંબાગાળા માટે. શેર પકડી રાખી એટલેકે એક વર્ષ સુધી પકડી રાખી વેચવાના આધારે એથી આ અસર ક્ષણિક જ છે એમ મારું માનવું છે.
એ સાચું છે કે બજેટમાં આવકવેરો ભરનારાઓને કોઈ રાહતો આપવામાં આવી નથી એથી મધ્યમ વર્ગ નારાજ થયો છે. પરંતુ કોઈ નવા કરવેરા પણ આ બજેટમાં લાદવામાં આવ્યા નથી એ પણ સૂચક છે તો આ બજેટનું એનાલીસીસ જોઈએ.
આ બજેટ રૂરલ સેન્ટ્રીક છે અને સરકાર આ વર્ષે ગામડાઓમાં જંગી ખર્ચ કરવા જઈ રહી છે. ગામડાઓમાં સરકાર આ વર્ષે કુલ 14.34 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે તો આ ખર્ચ મુખ્યત્વે ક્યાં ક્યાં થશે?
તમને ગમશે: કૌતુક! ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટ્સવાળા ટોઇલેટ પેપર એમેઝોન પર વેંચવા મુકાયા
રૂપિયા 27,500 કરોડ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખર્ચ થશે. 19,000 કરોડ રૂપિયા રૂરલ રોડ પ્લાન હેઠળ, રૂ. 32,600 કરોડ નેશનલ એજ્યુકેશન મિશન તરીકે, 17,800 કરોડરૂપિયા સ્વચ્છ ભારત મિશન પાછળ અને રૂ 10,000 કરોડ ફિશરીઝ અને પશુપાલન પાછળ થશે જે મુખ્ય ખર્ચાઓનું ચિત્ર રજૂ કરે છે.
આમાંથી 3.17 કિલોમીટર રસ્તાઓ ગામડાઓમાં રસ્તા બનવવા પાછળ અને 51 લાખ નવા ઘરોના બાંધકામ માટે ખર્ચ થશે અને 1.75 કરોડ ઘરોના ઇલેક્ટ્રિફીકેશન થશે અને આ રૂપિયા 55,000 કરોડ મનરેગા હેઠળ ખર્ચ કરવામાં આવશે.
આ ઉપરાંત 22,00 ગામડાની હાટ (નાની બજાર) ને ગ્રામીણ એગ્રીકલ્ચરલ માર્કેટમાં બદલવામાં આવશે જેનાથી ખડૂતો પોતાના ઉત્પાદનો સીધા ગ્રાહકોને વેચી શકશે એથી વચેટીયાઓ નાબુદ થશે અને ખેડૂતોને વધારે ભાવ મળશે એવી આશા પણ આ બજેટમાં સેવાઈ છે.
તો આ ખર્ચાઓને લીધે ગામડાઓમાં જબ્બર બજાર ઉભી થશે ખાસ તો જીવનજરૂરિયાત વસ્તુઓની ટેલીવિઝન મોબાઈલ ટુ વ્હીલર જેવી વસ્તુઓની માંગ ઉભી થશે. જો આમ ખરેખર થશે તો એના ઉત્પાદકો માટે હવે તેજીના દિવસો આવશે. આમ આ કંપનીઓના વેચાણ અને નફાશક્તિ વધતા આ કંપનીઓના શેરોના ભાવ શેરબજારમાં વધવા જોઈએ એમ આ એનાલીસીસ કહે છે.
જ્યાં સુધી શહેરોનો પ્રશ્ન છે તો ત્યાં 100 સ્માર્ટ સીટી મિશન હેઠળ રૂ. 2 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે એથી ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામ અને ભારત નેટ ને ફાયદો થશે એથી ઓપ્ટિક ફાયબર, ઓપ્ટિક ફાયબર કેબલ અને દેશી આઈટી કંપનીઓને લાભ થશે.
આજ પ્રમાણે 1.5 લાખ કોમ્પ્રીહેન્સીવ હેલ્થ કેર સેન્ટર પણ ખોલવામાં આવશે. ટૂંકમાં સરકાર રૂરલ હેલ્થ કેર અને એજ્યુકેશન પાછળ જંગી ખર્ચ કરવાની છે એથી આને લગતી અને જરૂરી ચીજવસ્તુ ઉત્પાદન કરતી કંપનીઓ માટે સારા દિવસો છે.
આમ સમગ્ર રીતે જોતા શેરબજારમાં તેજી આવવી જોઈએ એવું મારું માનવું છે અને એટલેજ આપણે જોઈએ આવનારા દિવસોમાં શેરબજાર કેવો વળાંક લે છે?
eછાપું