શું ગુજરાતમાં ખરેખર બેરોજગારી છે કે પછી આપણા એન્જિનિયરોને ego નડે છે?

2
327
Photo Courtesy: deccanchronicle.com

ગુજરાતનું કોઈપણ સ્થળ હોય, કોઈપણ વ્યક્તિ હોય, કોઈપણ ચર્ચા થતી હોય, એક વાત તો જરૂર થશે કે આપણા રાજ્યમાં બેરોજગારી વધી ગઈ છે. નોકરી મળતી નથી અને સરકાર કંઈ કરતી નથી.  અને આવામાં પાછું આ ભણીભણીને શું કરવું? આવી વાત થાય એટલે આપણે ય વિચારતા તો થઈ જઈએ કે આપણા રાજ્યમાં રોજગારીની પરિસ્થિતિ શું ખરેખર નબળી છે? શું ખરેખર ગુજરાતમાં મોટેપાયે બેરોજગારી છે ખરી?

Photo Courtesy: deccanchronicle.com

જાણીને નવાઈ લાગે પણ હકીકત તો એ છે કે સરકારી આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં બહાર પડતા દર ચાર એન્જિનિયરમાંથી એક ને નોકરી મળે છે પણ ખરેખર તો રોજગારીનો આ આંકડો ઉંચો જઈ શકે તેમ છે આથીજ ખરેખર ગુજરાતમાં બેરોજગારીનું રૌદ્ર સ્વરૂપ છે કે નહીં એ તમે જ લેખના અંતે તેમાં આપેલા કારણો વાંચીને નક્કી કરજો.

ગુજરાતી એન્જીયર યુવાનો બેરોજગાર છે? જવાબ છે ના! ગુજરાતની કોઈપણ ટેક્નિકલ (ઈજનેર) ઉદ્યોગો ધરાવતી GIDCની મુલાકાત લેવાની છૂટ છે અને તમે ત્યાં સરવે કરો કે કેટલા એન્જિનિયર લોકો બિનગુજરાતી છે? આ સર્વેની ટકાવારી તમને 40 થી 50%  જેવી મળશે. જાહેર રોડ, મકાનના નિર્માણ, આંતરરાષ્ટ્રીય કંપનીઓ, રેલવે (મેટ્રો) , રિન્યુએબલ એનર્જીના પ્લાન્ટનો સમાવેશ કરો આ સરવેમાં તો ગુજરાત બહારના એન્જિનિયરનો આંકડો ઉંચો જઈ શકે છે. (રાષ્ટ્રીય સ્તરે તો ગુજરાતીઓ નોકરી મેળવી શક્યા નથી એ હકીકત છે.)

તમને ગમશે: ઇન્ટરવ્યુ સમયેજ તમારી ભવિષ્યની નોકરી ના સ્થળના ઝેરીલા વાતાવરણને ઓળખી કાઢો

કેમ આપણા નવાસવા એન્જિનિયરોને એ કામ કરવું નથી કે આપણે એ કામ માટે યોગ્યતા ધરાવતાજ નથી? કારણ બંને છે. કોઈપણ ફ્રેશ એન્જિનીયરીંગ ગ્રેજ્યુએટને તમે પૂછો કે એન્જિનિયરીંગના ચાર વર્ષમાં  તમે શું શીખ્યા? એટલે એવો જવાબ મળશે કે શીખ્યા તો ખરા પણ તમારી કંપનીમાં કામ લાગે એવું કઈ નહીં! એટલે આપણે એ નોકરી માટે યોગ્યતા ધરાવતા જ નથી. આપણે કોલેજ કે યુનિવર્સિટીના શિક્ષણનો દોષ શોધવાને બદલે ઈચ્છા કરીએ તો એન્જિનિયરિંગના ચાર વર્ષમાં દેશની વિવિધ કંપનીઓની જરૂરીયાત મુજબ આપણે આપણી જાતને જરૂર તૈયાર કરી શકીએ.

સાચી વાત તો એ છે કે એન્જિનીયર બન્યા પછી આપણને શરૂઆતમાં દસ હજારની નોકરી કરવાની ઇચ્છા જ નથી હોતી અને કારણ પણ તમારી સમક્ષ હોવાનું કે આટલી મોંઘવારીના જમાનામાં ઘર કેમ ચલાવવું? જો પરિસ્થિતિનો સામનો કરતાં પહેલાંજ નાસીપાસ થઈ જાવ તો તમે ગુજરાતી છો? જો મહિનામાં દસ હજારથી તમે પૂરું ના કરી શકો તો પેલા ગુજરાત બહારના ઈજનેરો પોતાનું ઘર કેમ કરીને ચલાવતા હશે ? જરા વિચારજો અને હા પ્રથમ પગારથી જ નોકરીની તુલના કરવી એ ક્યાંની સમજદારી?

કેમ અમુક એન્જિનિયરને બાદ કર્યા સિવાય કેમ કોઈ સામાન્ય લોકોના જરૂરી કામ કરતા નથી? જેમ કે પંખો, લાઈટ, ફ્રિજ, ટીવી, એ.સી. જેવી ચીજ વસ્તુઓ રીપેર ના કરી શકે?  કેમ કોઈ એન્જિનિયર પોતાનું ગેરેજ શરૂ કરતા નથી? કેમ B.Tech. એગ્રીકલ્ચર કરેલા એન્જિનિયર ગુજરાતની પરિસ્થિતિને જોઈને આધુનિક મશીનો નથી બનાવતાં? (જો બનાવે તો એ પણ મજૂરી કરતાં લોકો પર બેરોજગારી નોતરવાં માટે તૈયાર છે.)

અત્યારે સૌથી વધુ જરૂરિયાત કારીગર લોકોની છે અને ત્યાં તમે તગડી કમાણી પણ કરી શકો છો અને એન્જિનિયરના એટિટ્યુડ મુજબ કોઈની નીચે કામ કરતાં ન ફાવે તો એ પણ સાર્થક થઈ શકે અને સાથે પોતપોતાના સમયની અનૂકુળતા મુજબ કામ કરી શકે છે.

ગુજરાતી છીએ એટલે આપણે સાહસિક ખરા તો એન્જિનિયરિંગ ઉદ્યોગમાં સમજી વિચારીને નાના એવા રોકાણમાં બધા કરતાં અલગ વિચાર કરીને સરકાર દ્વારા અપાતી સ્ટાર્ટઅપ અને મુદ્રા યોજના જેવી સ્કિમનો લાભ લઈને જરૂરથી આગળ વધી શકીએ છીએ.

અંતે એક જ વાત છે હિમ્મતે મર્દા તો મદદે ખુદા, ખુદની બનાવેલી બેરોજગારી માટે સમગ્ર ટોપલો સરકાર, શિક્ષણ કે સમાજ પર ઢોળવાને બદલે આપણે પોતાની જાત મહેનતથી ફતેહ કરીએ!

~મોજપુત્ર’આનંદ’

eછાપું

2 COMMENTS

  1. Koi dhandha chota nahi hota or dhandhe se bda koi dharm nahi hota…Ye dialogue yaha pe match krta he..
    Engeeniring vale ko ego side pe rakhna chahiye..
    Aap apni branch me best ho esa sochne vala kabhi berojgar nahi rehta ye 100 % ki bat he…

  2. Very good artical on current codition that is also in my mind…
    very good representation in sharp words…
    after engineering there are only 4 Ways for an engineer
    1) Job
    2) M.tech/ M.S/ M.B.A.
    3) IAS /IES
    4) entrepreneur
    all of these need dedication to work without thinking of time and effort if an engineer understand that he will be suerly succeed in his/her carrer and then after he will get good imcome only after work

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here