દલીયા દરરોજ ઇન બ્રેકફાસ્ટ તો તમારું વજન ઘટે સુપરફાસ્ટ!

0
447

હવે તો ગુજરાતીઓ માટે પણ દલીયા કોઈ નવો શબ્દ નથી, પરંતુ જે ગુજરાતીઓ માટે દલીયા પહેલી વખત સાંભળવામાં આવેલો શબ્દો છે એમને કહી દઈએ કે દલીયા એ ઉત્તર ભારત ખાસકરીને ઉત્તર પ્રદેશ અને બિહારની વાનગી છે અને આપણે તેને એક પ્રકારની ખીચડી પણ કહી શકીએ. સામાન્યરીતે આજની જનરેશનમાં ખીચડી અથવાતો દલીયા બહુ ઓછાને ભાવે એવી વાનગી બની રહી છે. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધન અનુસાર જો બ્રેકફાસ્ટમાં જ દલીયા ખાવામાં આવે તો તે વજન સુપરફાસ્ટ ગતિએ ઘટાડવામાં મદદ કરે છે.

Photo Courtesy: recipesbnb.com

સંશોધકોએ જણાવ્યું છે કે કોઇપણ વ્યક્તિ જો રોજ સવારે નાસ્તામાં માત્ર 50 ગ્રામ દલીયાનો નાસ્તો કરે તો તે તેને આખો દિવસ ફીટ તો રાખે જ છે પરંતુ તેનું વજન પણ ઘટાડે છે. આ પાછળ કારણ એ છે કે દલીયા જેમાંથી બને છે એ ઘઉંના ફાડા હોય છે અને તેમાં ખૂબ વિટામિન્સ, પ્રોટિન્સ, કેલરીઝ અને ફાઈબર્સ જોવા મળે છે. આ તમામ એવા તત્વો છે જે તમને બીમારીથી સદાય દૂર રાખે છે.

હાલના જમાનામાં કોલેસ્ટ્રોલથી પીડિત ઘણી મોટી સંખ્યામાં લોકો મળી આવે છે. આ જ કોલેસ્ટ્રોલને જો કન્ટ્રોલમાં રાખવું હોય તો તેની દવાઓ ખાતા દર્દીઓએ પણ દલીયા જરૂરથી ખાવા જોઈએ એમ ડોક્ટરો સલાહ આપે છે. અમુક કિસ્સાઓમાં તો રેગ્યુલર દલીયારૂપી ખીચડી ખાનારાઓને કોલેસ્ટ્રોલથી મુક્તિ મળી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.

યુવતીઓ પણ જો ખાવા પર કન્ટ્રોલ ન કરી શકતી હોય કે પછી અન્ય કારણોસર તેમના વજનમાં વધારો થતો હોય તો દલીયા ઉપરોક્ત કહેલી માત્રામાં રોજ નાસ્તા તરીકે ખાવામાં આવે તો નવા સંશોધન અનુસાર વજન ફટાફટ ઘટે છે અને યુવાનો અથવાતો યુવતીઓ બહુ જલ્દીથી પોતાનો ‘shape’ પરત મેળવી શકે છે.

વડીલો જેઓ સાંધાના દુઃખાવાથી પીડિત હોય તેમના માટે પણ દલીયામાંથી બનાવવામાં આવેલી ખીચડી આશિર્વાદ બની શકે છે. સાંધામાં દુઃખાવો હાડકા નબળા પડવાને લીધે થાય છે પરંતુ દલીયાની ખીચડી ખાવાથી શરીરમાં બહોળા પ્રમાણમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ મળે છે અને એ હાડકાને મજબૂત બનાવે છે પરિણામે સાંધાના દુઃખાવામાં લાંબાગાળે રાહત રહે છે.

ઉત્તર ભારતમાં દલીયાને પાણીમાં કે પછી દૂધમાં ઉકાળીને પણ ખાવામાં આવે છે. આ ઉપરાંત ઘણીવાર તેમાં ખાંડ, મધ કે પછી અન્ય ગળી વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. તો કેટલાક લોકો દલીયામાં મસાલાઓ અને શાકભાજી પણ નાખતા હોય છે જેનાથી તે વધારે ટેસ્ટી બને. પણ સો વાતની એક વાત એ છે કે જો દલીયા નાસ્તાનો કાયમી ભાગ બની જાય તો શરીર ફીટ રહેશે અને દર્દ દૂર રહેશે.

eછાપું

તમને ગમશે: અમિત કુમાત: દેવાળું ફૂંકવાની પરિસ્થિતિમાંથી બનાવી 2700 કરોડની સ્નેક્સ કંપની

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here