વૈશ્વિક એરલાઈન્સ સંસ્થા IATA દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા આંકડાઓ કહે છે કે વિશ્વભરમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક સૌથી તેજગતિએ ભારતમાં નોંધવામાં આવ્યો છે અને એ પણ સતત ત્રીજા વર્ષે. ભારતમાં 2017માં ડોમેસ્ટિક એર ટ્રાફિક 17% થી પણ વધુ વૃદ્ધિ પામ્યો છે અને ભારત પછી આ મામલે ચીનનો નંબર આવે છે જ્યાં તેની વૃદ્ધિનો દર 12%ની આસપાસ રહ્યો છે.

IATAના આંકડા ભારતીય ડોમેસ્ટિક એર ટ્રાફિક વિશ્વભરની છેલ્લા દસ વર્ષની એવરેજ 5.5% કરતા અનેકગણી ગતિએ વધ્યો છે જે ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રી માટે ખૂબ સારા સમાચાર કહી શકાય. IATA દ્વારા આમ થવા પાછળ ઘણાબધા કારણો આપ્યા છે. તેમાંથી મુખ્ય કારણ એ રહ્યું છે કે ભારત અને ચીન જેવા દેશોમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક વધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ માટે અહીંની સરકારો એરલાઈન્સને વિવિધ પ્રોત્સાહનો આપી રહી છે. આ ઉપરાંત આ દેશોમાં અર્થતંત્ર પણ સારાએવા દરે વિકાસ પામ્યું છે.
તમને ગમશે: બિચારો ટોમ મૂડી નિર્દોષ છે; ડાબેરી મિત્રોં એમને પ્લીઝ છોડી દો
તો સામે પક્ષે એરલાઈન્સ પણ ટિકીટોમાં ભાવઘટાડો કરી રહી છે જેને કારણે ભારતમાં વધુને વધુ પ્રવાસીઓ એર ટ્રાવેલ કરી રહ્યા છે કારણકે તેનાથી સમયની ભરપૂર બચત થાય છે. આ ઉપરાંત IATA નું એમ પણ માનવું છે કે ભારત અને ચીનમાં એરલાઈન્સ બે જુદાજુદા ડેસ્ટિનેશન્સને એક જ સફરમાં ક્લબ કરવાના નિર્ણયો પણ લેવા માંડી છે. આમ થવાથી અગાઉ અમુક ડેસ્ટિનેશન્સ પર જ્યાં જવું સરળ નહોતું તે હવે સરળ બન્યું છે.
ભારતનો કિસ્સો લઈએ તો ગયા વર્ષે કેન્દ્ર સરકારે UDAAN સ્કિમ લોન્ચ કરી હતી જેનો ફાયદો પણ મળી રહ્યો છે. આ યોજના અંતર્ગત દેશમાં રહેલા નાનાનાના એરપોર્ટ્સને કનેક્ટ કરવામાં આવે છે. આ માટે 500 કિલોમીટર સુધીનું ટિકિટભાડું માત્ર રૂ. 2500 જેટલું રાખવામાં આવ્યું છે. UDAAN યોજના અનુસાર તેમાં ભાગ લેનાર એરલાઈન્સને એક્સક્લુઝિવ રૂટ નક્કી કરેલા વર્ષો માટે આપવામાં આવે છે જેથી ટિકિટનો દર નિશ્ચિત હોવા છતાં હરીફાઈની અસરથી તે મુક્ત રહે છે. આ ઉપરાંત આ એરલાઈન્સને ફ્યુઅલ ચાર્જીસ અને એરપોર્ટના વિવિધ દરોમાં પણ રાહત આપવામાં આવે છે.
UDAAN યોજનાનું પ્રથમ ચરણ ખુબ સફળ ગયું છે અને આથી ડોમેસ્ટિક એરલાઈન્સ નવા એરક્રાફ્ટ પણ ખરીદવા લાગી છે. આમ આવનારા વર્ષોમાં ભારતમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક હજીપણ તેજગતિએ વધે તેવી આશા જરૂર રાખી શકાય.
eછાપું
Hve to surat shirdi pn chalu thai gayi flight…
Vikas rocks…