SENSEX માં આવેલો મોટો કડાકો – રોકાણકારો માટે નુકશાન કે તક?

0
479
Photo Courtesy: newstrack.com

ચંદ્ર ગ્રહણ પછી ભારતીય શેરબજારને જાણે ગ્રહણ લાગી ગયું છે. ચંદ્રગ્રહણનાં બીજા દિવસે આવેલા બજેટ ભાષણનાં દિવસે LTCG (Long-Term Capital Gains ) નાં મુદ્દે માર્કટ ઈન્ટ્રાડેમાં  BSE SENSEX 450 પોઈન્ટ માઈન્સ થઇને ફ્લેટ બંધ આવ્યો હતો. બીજા દિવસે શુક્રવારે પણ આ કડાકો યથાવત રહ્યો અને સોમવારે પણ ભારતીય બજારોમાં SENSEX 300 પોઈન્ટ માઈનસ જ બંધ આવ્યો હતો અને ગઈકાલે એટલેકે 06 ફેબ્રુઆરીના રોજ પણ SENSEXમાં ગતરાત્રી DOWJonesમાં આવેલા ઈન્ટ્રાડેનાં 1600 પોઈન્ટનાં કડાકા બાદ 1175 પોઈન્ટ ઘટીને બંધ આવ્યો હતો.  જ્યારે S&P 500 ઈન્ડેક્સ 113 અંક એટલે કે 4.1 % ઘટીને 2649ના સ્તર પર બંધ થયા છે. સાથે જ NASDAQ 273 અંક એટલે કે 3.8% ઘટીને  6967 ના સ્તર પર બંધ આવ્યો હતો.

Photo Courtesy: newstrack.com

આ અમેરિકન માર્કેટમાં 2011 પછીનું સૌથી મોટું ધોવાણ હતું. અમેરીકી બજાર ઘટવાનાં કારણોમાં ઇન્ફેલશનનું વધવું, FED દ્રારા રેટ હાઈક કરવાની બીક તેમજ , ફેડનાં વડા તરીકે જેનેટ યેલેન ની જગ્યાએ નવા વડા જેરોમ પોવેલનું આગમન માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કારણોને લીધે અમેરીકી બજારોમાં ભારે વેચવાલી જોવા મળેલી હતી. એના કારણે એશિયા તેમજ અન્ય ગ્લોબલ માર્કટમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

તમને ગમશે: India Today ની એક સાડી ટ્વીટે ટ્વીટર પર સર્જ્યો ભૂકંપ

આ જ  કારણે આજે ભારતીય શેરબજારમાં SENSEX પણ ખુલતાની સાથે જ ભારે ધોવાણ જોવા મળ્યું હતું. SENSEXમાં એક સમયે 1274 પોઈન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે Niftyમાં લગભગ 311 પોઈન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો હતો  જે ઈન્ટ્રાડેમાં ઘણો ખરો રીકવર પણ થયો હતો અને છેવટે માર્કેટ ક્લોઝ થતા સુધીમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં રીકવરી પણ જોવા મળી હતી અને છેવટે SENSEX 561 પોઈન્ટ ઘટી ને 34,195 એ અને જ્યારે Nifty 168 પોઈન્ટ ઘટીને 10,498 એ બંધ આવ્યા હતા. આવા માર્કેટનાં ઘટાડો એ ઘટાડા સાથે સાથે સતત વધતા માર્કેટમાં જે લોકો સારા સ્ટોકસ ખરીદવાની ઈચ્છા ધરાવતા હતા તેમના માટે સારા સ્ટોક્સ લોંગ ટર્મ પોર્ટફોલિયો માટે ખરીદવાની તક પણ છે , સીસ્ટેમેટીક રીતે ઈન્ડીયન ઈકોનોમી અને તેના ગ્રોથ ઉપર ભરોસો મુકીને કરાયેલું ઇન્વેસ્ટમેન્ટ સારામાં સારૂ રિટર્ન આપે છે.

જે લોકોએ ભારતીય શેરબજારમાં 2008નાં ઘટાડામાં રોકાણ કર્યું હતું એ લોકોને બમ્પર રિટર્ન મળ્યું છે. આમ ભારતીય શેરબજારમાં આવેલો દરેક મોટો ઘટાડો એ ઘટાડાની સાથે સાથે એક રોકાણ ની તક પણ હોય છે, કેમકે રાકેશ ઝૂનઝૂનવાલા અને મોટા રોકાણકારો આવી રોકાણની તકનો લાભ લઈને જ મોટા રોકાણકારો બન્યા છે. તો મોટા રોકાણકાર બનવા ભારતીય શેરબજારનાં આ ઘટાડાનો લાભ લઇને સારી જાણીતી કંપનીઓમાં થોડુ થોડું રોકાણ કરતા જાવ કેમકે શેરબજારનું ટોપ અને બોટમ કોઈ પ્રીડીકટ કરી શકતું નથી.

શેર બજારમાં એજ વ્યક્તિ નુકશાન કરે છે જે રાતોરાત રૂપિયા કમાઈ લેવાની ઘેલછા કરે છે અને  શેરબજારમાં એ જ વ્યક્તિ કમાય છે જે લાંબાગાળા માટે સારી કંપની અને બીઝનેસમાં રોકાણ કરીને ચુપચાપ બેસી જાય છે તો શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડામાં શિસ્તબદ્ધ રીતે રોકાણ શરૂ કરો.

નોંધ : લેખક એ કોઈ SEBI રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી એ પોતે પણ રોકાણકાર જ છે જે પોતાના રોકાણનાં અનુભવોને આધારે લખી રહ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here