સસ્તા બજેટના સ્માર્ટ ફોન્સ જે પોકેટને પણ ગમે અને તમારી શાન પણ વધારે

2
314

છેલ્લા કેટલાક સમયથી એટલા સ્માર્ટ ફોન્સ લોન્ચ થઇ રહ્યા છે કે નવો ફોન લીધા પછી ઘણી વખત એમ થાય કે કાશ થોડી રાહ જોઈ લીધી હોત તો વધુ સારો ફોન મળી જતો હતો. એક તરફ જ્યાં Samsung, Apple, One Plus 30,000 થી ઉપરના જ ફોન લોન્ચ કરે છે ત્યારે સહુથી સસ્તા કહી શકાય તેવા સ્માર્ટ ફોન્સના બજારમાં Intex, Micromax, InFocus અને MI સતત પોતાનું માર્કેટ બનાવતા જાય છે. આજે આપણે અહીંયા એવા સ્માર્ટ ફોન્સ વિષે વાત કરશું કે જે તમારા ખિસ્સા પર બહુ વજન ન આપે તેમ છતાં નહિવત રીતે સ્માર્ટ ફોનનું કામ કરી શકે.

1. InFoucs M370

Amazonની સાઈટ પર ફક્ત 8,000 રૂપિયાની કિંમતે મળતો આ ટચુકડો ફોન ખરેખર ઘણો સારો છે. મૂળ આફ્રિકન કંપની InFocus એ પ્રીમિયમ રેન્જમાં ઘણા ફોન લોન્ચ કર્યા છે ત્યારે સસ્તા બજેટમાં મળતો આ ફોન આકર્ષક જરૂર છે. 1.1 ગીગાહર્ટસ સાથે ક્વોલ્કોમ સ્નેપડ્રેગન પ્રોસેસર ધરાવતા આ ફોનમાં તમને 1 GB RAM મળશે જયારે 8 GB ઇન્ટર્નલ સ્ટોરેજ મળશે. મેઈન કેમેરા તમને અહીંયા 8 મેગાપિક્સલ આપશે જયારે ફ્રન્ટ ફેસિંગ કેમેરામાં તમને 2 મેગાપિક્સલ નો કેમેરા મળશે. સામાન્ય વપરાશકર્તાને 1 દિવસ ચાલે તેટલી 2250 MAh કેપેસીટી ધરાવતી બેટરી આ ફોનમાં આવે છે. Out Of Box તમને એન્ડ્રોઇડ લોલીપોપ એટલે 5.0 મળશે.

2. Xola Era HD

Xola Era HD પણ તમને Amazonની સાઈટ પર થી ફક્ત 4,500 રૂપિયામાં મળી જશે. InFocus કરતા પ્રોસેસરની બાબતમાં આ ફોન સહેજ નવો કહી શકાય છે. 1.2 ગીગાહર્ટસ સાથે ક્વોલ્કોમ સ્નેપડ્રેગન પ્રોસેસર અહીંયા તમને મળશે. તમને અહીંયા 5 ઇંચની HD ડિસ્પ્લે મળશે જયારે 1 GB RAM મળશે અને  8 GB ઇન્ટર્નલ સ્ટોરેજ મળશે. આ ફોન નો એક પ્લસ પોઇન્ટ એ છે કે આ ફોનમાં Voice Over LTE એટલે Volte નો સપોર્ટ મળશે મતલબ કે તમે HD કોલ્સ બહુ આસાની થી કરી શકશો, અલબત્ત તમારા પાસે 4G સિમ હોવું જરૂરી છે, તેમાં 4G પ્લાન હોવો જરૂરી છે અને જે-તે વિસ્તારમાં 4G નેટવર્ક હોવું અનિવાર્ય છે. કેમેરાની બાબતે તમને મેઈન કેમેરા ૫ મેગાપિક્સએલ અને સાથે ઓટો ફોક્સ મળશે જયારે ફ્રન્ટ ફેસિંગ કેમેરા તમને 8 મેગાપિક્સલ નો કેમેરા મળશે.

3. Micromax Canvas Spark 3

આ ફોન તમને Amazon તથા Flipkart બંને જગ્યા પર નજીવા તફાવત સાથે મળી જશે. Micormax છેલ્લા ઘણા સમયથી ભારતીય બજારમાં એક સક્સેસફુલ બ્રાન્ડ તરીકે જોવા મળી રહી છે. પ્રીમિયમ રેન્જના સ્માર્ટફોન્સ બાદ હવે કંપની દ્વારા પોકેટ ફ્રેન્ડલી બજેટ અને એ સિવાય ટેલિવિઝન અને લેપટોપ્સ દ્વારા લોકોના ઘર અને ઓફિસમાં પણ પ્રવેશ મેળવી લીધો છે. આ ફોન વિષે વાત કરીયે તો અહીંયા પણ તમને ક્વોલ્કોમ સ્નેપડ્રેગન પ્રોસેસર તો મળશે જ પણ તેની કેપેસીટી થોડી વધી જશે અને એ થશે 1.3 ગીગાહર્ટસ. બેટરી કેપેસીટી પણ અહીંયા તમને 2500 MAh ની મળશે. જયારે RAM 1 GB અને Internal Storage બાબતે 8 GB થી જ સંતોષ કરવો પડશે. Micromax ફોન ની એક માત્ર સામાન્ય ખાસિયત એ રહે છે કે એ લગભગ તમામ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે અને જેને લીધે સાવ જ ઓછું ભણેલ વ્યક્તિ પણ બહુ સરળતાથી તેના ફોન્સ ઓપરેટ કરી શકે છે.

4. Lava P7

અમેઝોનની સાઈટ પર ફક્ત 4300 રૂપિયામાં મળતો આ સ્માર્ટ ફોન ઓછું બજેટ ધરાવતા લોકોનો રફ એન્ડ ટફ ફોન છે અને એનું કારણ છે કે અહીંયા તમને સ્ક્રીન પર કોર્નિંગ ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન મળે છે એટલે કદાચ ફોન હાથમાંથી છટકી જાય અથવા તો પડી જાય તો પણ ફિકર નોટ સ્ક્રીનને નુકશાન થવાની શક્યતા ઓછી છે. 5 ઇંચની નોર્મલ સ્ક્રીન સાથે તમને 1.2 ગીગાહર્ટસ સાથે ક્વોલ્કોમ સ્નેપડ્રેગન પ્રોસેસર આ ફોન ને ચલાવે છે જયારે કેમેરામાં પણ તમને મેઈન કેમેરા 5 મેગાપિક્સલનો મળશે જયારે ફ્રન્ટ કેમેરા અથવા સેલ્ફી કેમેરા તમને 2 મેગાપિક્સલનો મળશે. બેટરી કેપેસીટી માત્ર 2000 MAh હોય એ કદાચ એક નેગેટિવ પોઇન્ટ હોઈ શકે છે આ ફોન માટે.

5. RedMi 4

Photo Courtesy: gsmarena.com

Xiomi દ્વારા છેલ્લા ઘણા સમયથી ભારતીય બજારો પર ગજ્જબનું પ્રભુત્વ પકડાયું છે. શરૂઆતના દિવસોમાં માત્ર આમંત્રણ દ્વારા મળતા ફોન પછી Flipkart અને Amazon સાથે હાથ મિલાવી પોતાનું વહેંચણ વધાર્યા બાદ હવે Xiomi દ્વારા રિટેલર્સને પર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં શામેલ કરાયા છે અને તે રિટેલ સ્ટોર પર પણ હવે હાજર છે. RedMi 4 તમને 7,000 રૂપિયામાં Amazonની સાઈટ પરથી મળી જશે અને 1.4 ગીગાહર્ટઝ સાથે ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર ધરાવતો આ ફોન સસ્તા બજેટમાં ખરેખર સહુથી પહેલી પસંદ બને તેવો છે. 13 મેગાપિક્સલ સાથે ઓટોફોક્સ કેમેરાનું અદભુત રિઝલ્ટ આપે છે જયારે ફ્રન્ટ ફેસિંગ કેમેરા તમને 5 મેગાપિક્સલનો મળશે. અહીંયા તમને 16 GB સ્ટોરેજ તથા 2 GB RAM મળશે જે તમને ફોન ઓપરેટ કરવા માટે સરળતા પુરી પડશે. આ ફોનની સહુ થી મોટી બે ખાસિયતો વિષે વાત કરીયે તો તેમાં ફિંગર સેન્સર અનલોક અને 4100 MAh ની બેટરી નો સમાવેશ થાય છે. 4100 MAh ની બેટરી રફ એન્ડ ટફ વપરાશકર્તા માટે પણ પૂરતી સાબિત થાય છે જયારે ફિંગર સેન્સર અનલોક તમારાફોન એક અલગ જ સિક્યોરીટી પુરી પાડે છે.

ફાઇનલ કનકલ્યુઝન વિષે વાત કરીયે તો જો 5,000 રૂપિયા ના બજેટ થી થોડા ઉપર જઈ શકો તો સસ્તા સ્માર્ટ ફોન્સ ની દુનિયામાં MI 4 એ ખરેખર ખુબ જ સારી પસંદગી છે, હા સસ્તો છે એટલે કદાચ વધુ સમય ન પણ ચાલે તો ૨ વર્ષ જેટલો સમય ચાલે તો ય મારી ગણતરીએ આ ફોનના પૈસા વસુલ થઇ જાય છે.

eછાપું 

2 COMMENTS

    • ચોક્કસપણે લખવામાં બહુ થઈ છે. InFocus M370 માં Out Of Box એન્ડ્રોઇડ વર્ઝન 5.0 લોલીપોપ મળશે. ધ્યાન દોરવા બદલ આભાર જય ભાઈ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here