વેલેન્ટાઈન દિવસ એ આપણી ભારતીય સંસ્કૃતિ નથી અને એનો વિરોધ કરવો જોઈએ એવું માની ને કેટલાય સંગઠનો વેલેન્ટાઈન દિવસ નો વિરોધ કરતા આવ્યા છે. પરંતું Priya Prakash Varrier જે આવનારી નવી મલયાલમ મુવી ‘Oru Adaar Love’ જે Omar Lulu, દ્વારા લીખીત અને દિગ્દર્શત છે તેની એક્ટ્રેસ છે અને તેનું એક વિડીયો સોંગ Manikya Malaraya Poovi નો Song Video સામે આવ્યો છે જેના એક દ્રશ્યમાં Priya Prakash Varrier આંખ મારે છે અને કાતિલ સ્માઈલ આપે છે! બસ આ સ્માઈલ અને આંખ મારવાની ઘટનાથી સમગ્ર સમાજમાં પરિવર્તન આવી ગયું છે. આ છોકરીનું સોંગ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ ગયું છે અને સાથે સાથે સમગ્ર બ્રહ્માંડમાં પણ પરિવર્તન આવી ગયું છે. ધાર્મિક સિરિયલોમાં ટી.વી પર બતાવતા હોય છે કે દેવી દેવતાઓ પુષ્પવર્ષા કરી રહ્યા છે બસ એજ રીતે સમગ્ર બ્રહ્માંડમાં Priya Prakash Varrier ના આ સ્માઈલ પર પુષ્પવર્ષા થઇ રહી છે.

વેલેન્ટાઈન દિવસ નો વિરોધ કરતા લોકો નાં હ્રદય પણ આ Priya Prakash Varrier ના આંખ મારવાની અને સ્માઈલ આપવાની ઘટનાથી પરિવર્તન પામ્યા છે અને તેઓ હવે લોકો 14 મી તારીખે પ્રેમીઓ ને માર મારવાની જગ્યાએ સારા રોમેન્ટિક ગીતો ની સીડી ગીફ્ટ કરશે તેવી વકી સેવાઈ રહી છે. આ ઘટના બાદ સૂર્યવંશમ મૂવીમાં પણ સુધારો થઇ ગયો છે અને દરેક જગ્યાએ થી નફરત દુર થઇ ગઈ છે અને બસ પ્રેમ જ પ્રેમ વરસી રહ્યો છે. સૂર્યવંશમ મૂવીમાં પણ ઠાકુર ભાનુપ્રતાપની ખીરમાં હવે ઝેર નાખવામાં નહીં આવે કેમકે Priya Prakash Varrier નો પ્રકાશ દરેક જગ્યાએ ફેલાઈ ગયો છે અને બસ પ્રેમ જ પ્રેમ વર્ષી રહ્યો છે. શોલે મુવી માં પણ હવે ઠાકુરનાં હાથ કાપવામાં નહીં આવે કેમકે ગબ્બરને પણ આ Priya Prakash Varrier ની સ્માઈલ એટલી ગમી ગઈ છે કે એણે પણ તલવાર હેઠી મૂકી દીધી છે. સની દેઓલ પણ પાકિસ્તાન જઈને હવે ડંકી નહીં ઉખાડે કેમકે ડંકી ઉખાડતી વખતે પણ એના મગજમાં Priya Prakash Varrier ની સ્માઈલ આવશે અને એ ડંકી ઉખાડીને મારામારી કરવાની જગ્યાએ પાકિસ્તાનમાં ઉનાળામાં પાણી ની પરબ બાંધશે.
‘સોનમ ગુપ્તા બેવફા હૈ’ લખીને નોટો ફેરવતા લોકોને આ છોકરીની સ્માઈલ થી હવે પ્રેમ નો સાચો મતલબ સમજાયો છે આથી તેઓ નવી 500 ની નોટ પર ‘સોનમ ગુપ્તા બેવફા નથી’ કહીને માફી માંગશે અને નવી બે હજાર ની નોટ પર I LOVE Priya Prakash Varrier લખીને માર્કેટમાં ફેરવશે. Colgate, Close-Up, ડાબર, પતંજલી બધી ટૂથપેસ્ટ બનાવતી કંપનીઓ Priya Prakash Varrier ના ઘરની બહાર લાઈન માં ઉભી છે કે Priya Prakash Varrier ફક્ત એટલું કહીદે કે તે એમની કંપની ની ટુથપેસ્ટ વાપરે છે એટલે એમનો ભયોભયો.
બીજી બાજુ તૈમુર ટેન્શનમાં છે કેમકે સમગ્ર સોશિયલ મીડિયા નું ધ્યાન તેના પરથી હટી ને Priya Prakash Varrier પર જતું રહ્યું છે. કેટલાક લોકો તો આ Priya Prakash Varrier ની સ્માઈલ ની ગતી ને પ્રકાશ વર્ષમાં માપવા લાગ્યા છે કેમકે સોશિયલ મીડિયામાં પ્રકાશ ની ગતીની જેમ આ છોકરી ની સ્માઈલ ફેલાઈ રહી છે. બીજી બાજુ યુનેસ્કો વાળા આ છોકરી ની સ્માઈલને વર્લ્ડબેસ્ટ સ્માઈલ ડિક્લેર કરવાના ચક્કર માં છે અને કેટલાય છોકરાઓ આ છોકરી ને ગુગલ પર સર્ચ કરવાના ચક્કરમાં છે. ટૂંકમાં આ છોકરી ની આંખ મારવાની અને સ્માઈલ આપવાની ઘટનાના પગલે સમગ્ર સોશિયલ મીડિયા ચક્કર ખાઈ રહ્યું છે .
બોધ: આ છોકરીની સ્માઈલના ચક્કરમાં પડ્યા વગર જે તમને સ્માઈલ આપે છે અને પ્રેમ કરે છે એવી કોઈ છોકરીના ચક્કરમાં પડો નહીંતો 14 તારીખે ફરી પેલા સંગઠનોનાં સભ્યપદ લેવા પડશે.
eછાપું
તમને ગમશે: શેર બજાર માટે 2018નું વર્ષ કેવું રહેશે?
Phota nu algorithm gmyu…
બસ એજ ગમ્યું ફોટાવાળી નાં ગમી ??