ફેબ્રુઆરી, વર્ષનો સૌથી નાનો મહિનો અને પ્રેમીઓ માટે સૌથી મહત્વનો મહિનો! હવે તો 4 અઠવાડીયાના આ મહિનામાં એક આખું અઠવાડિયું મનાવવાનો ટ્રેન્ડ ચાલે છે (વ્હોટ્સેપ પર તો આ દિવસોને પ્રેમીઓના નવરાત્ર તરીકે ઓળખવામાં આવે છે)! પ્રેમીઓને તરબતર કરી દેવા માટે આ મહિનામાં ચોકલેટ ભરપૂર માત્રામાં ઇસ્તેમાલ થાય છે.
સો.. દરવર્ષે ફેબ્રુઆરી મહિનો આવે છે અને જોડે જોડે ખિસ્સા અને મગજ પર ભાર લાવે છે. ખિસ્સા પર એટલે કે એ દિવસે ખર્ચો ન થાય એવું બને નહિ અને મગજ પર એટલે કે એ દિવસે શું કરવું અને કઈ રીતે સેલીબ્રેટ કરવું એ સમજ ના પડતી હોય, કેમકે વિચારમાં આવતો દરેક પ્લાન ગયે વર્ષે કે એને આગલે વર્ષે કે એને આગલે વર્ષે કે ભૂતકાળમાં ક્યારેક વાપરી નાખેલો જ હોય છે.
એમાંનો સૌથી કોમન પ્લાન એટલે ચોકોલેટ ગીફ્ટ કરવાનો પ્લાન. વેલેન્ટાઇન્સ ડે ના દિવસે આપને આપના પ્રિયજનને જે ચોકોલેટ ગીફ્ટ કરીએ છીએ તે ફક્ત તેના સ્વાદ કે ચળકતા દેખાવને લીધે નહી, પરંતુ તેના બંધારણમાં રહેલા કેફીન અને થેઓબ્રમાઈન જેવા કેમિકલને કારણે ચોકોલેટ એ ‘લવ ડ્રગ’ તરીકે બરાબર જ છે. આ બન્ને કેમિકલ દુનિયામાં સૌથી વ્યાપક રીતે વાપરતા ‘ઉત્તેજક’ છે. અસંખ્ય તબીબી અભ્યાસો મુજબ કેફીન એકંદર આરોગ્ય માટે લાભદાયી છે. કેફીન, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરી મગજમાં લોહીનો પ્રવાહ ઉત્તેજિત કરે છે, અને ખૂબ જ મહત્વપૂર્ણ ન્યુરોટ્રાન્સમીટર સેરોટોનિન સ્ત્રાવ વધારે છે. કેફીન, સતર્કતા વધારે છે અને થાક ઘટાડે છે. આ આલ્કલોઈડ પણ એકંદરે મૂડ સુધારે છે અને રક્તવાહિનીનું કાર્ય અને શ્વસન બંને વધારે છે.
થેઓબ્રમાઈન, કેફીનનો કેમિકલ કઝીન છે. ડાર્ક ચોકલેટના એક 50 ગ્રામના બારમાં લગભગ 250 મિલિગ્રામ જેટલું થેઓબ્રમાઈન હોય છે. આ રસાયણ તેની અસરો માં કેફીનના પ્રમાણમાં ધીરું છે પણ થેઓબ્રમાઈન કેફીન કરતાં વધુ મજબૂત કાર્ડિયાક ઉત્તેજક છે. આમ ચાત પણ, આ કેમિકલ અંગે ઝાઝો અભ્યાસ થયો નથી. આ સંયોજન એક અલગ રાસાયણિક માળખું ધરાવે છે અને ‘મૂડ એન્હાન્સર’ તરીકે અનન્ય અસરો ધરાવે ધારણા છે.
આ તો થઇ વૈજ્ઞાનિક વાતો. પણ આજે આ બધાની સાથે આપણે જોઈશું અમુક એવી રેસીપી જે આ ‘લવ વિક’, કે પછી હવે જોઈએ તો ‘લવ ડેયઝ’માં તમને ખૂબ જ મદદરૂપ બની શકે છે. ઓફકોર્સ એ બધામાં ચોકોલેટનો ઉપયોગ થયેલો છે અને બનાવવામાં ખૂબ જ સહેલી પણ છે!
ચોકોલેટ બોલ્સ:

સામગ્રી:
- એક પેકેટ મેરી બિસ્કીટ
- ૨ ટેબલસ્પૂન ડ્રીન્કીંગ ચોકોલેટ
- ઓરેન્જ જ્યુસ, જરૂર મુજબ
- સજાવટ જેમ્સ
રીત:
- મેરી બિસ્કીટનું પેકેટ ગ્રાઈન્ડરમાં નાખી, એનો બારીક ભૂકો કરો.
- તેમાં ડ્રીન્કીંગ ચોકોલેટ ઉમેરી બરાબર મિક્સ કરો.
- હવે તેમાં ધીરે ધીરે ઓરેન્જ જ્યુસ ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ, જ્યાં સુધી મિક્સ કરતા મિશ્રણને દબાવતા એના ગોળા ના વળી શકે. (ગોળા બની શકે એટલે જ્યુસ નાખવાનું બંધ કરવાનું)
- મિશ્રણમાંથી થોડો થોડો ભાગ લઇ એના બોલ્સ બનાવો.
- જેમ્સથી સજાવી, બોલ્સને એમ જ અથવા ગીફ્ટ પેક માં મૂકીને ગીફ્ટ કરો.
તમને ગમશે: 100% સિંગલ બ્રાન્ડ FDI કેમ આવકાર્ય છે?
ઓરીઓ ચોકોલેટ પાઈ:

સામગ્રી:
- 1 પેકેટ+5 નંગ ઓરીઓ બિસ્કીટ
- ૧૦૦ ગ્રામ બટર
- ૩૦૦ ગ્રામ હેવી ક્રીમ
- ૩૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ, ટુકડા કરેલી
- ઓરીઓ બિસ્કીટ ગાર્નીશિંગ માટે
રીત:
- સૌથી પહેલા, ફૂડ પ્રોસેસરમાં ઓરીઓ બિસ્કીટ લઇ, તેનો ભૂકો કરી લો.
- હવે તેમાં પીગલેલું બટર ઉમેરી બરાબર ભેળવી લો.
- એક લૂઝ બોટમ પાઈ મોલ્ડ કે કેક મોલ્ડને ગ્રીઝ કરો. હવે તેમાં આ ઓરીઓ અને બટરનું મિશ્રણ બરાબર દબાવીને પાથરી દો. આ મિશ્રણને ફ્રીજમાં સેટ થવા દો.
- હવે એક ૩૦૦ ગ્રામ વ્હીપ ક્રીમ માં ડાર્ક ચોકલેટને ઉમેરી, ડબલ બોઈલર પદ્ધતિથી, ચોકલેટને બરાબર ઓગળી જાય, એ રીતે ગરમ કરો. આ મિશ્રણને ગનાશ કહે છે.
- ગનાશ, સહેજ ઠંડુ પડે એટલે ઇલેક્ટ્રિક વ્હીપરથી મીડીયમ સ્પીડ પર લગભગ 1 થી 2 મિનીટ માટે ફેંટી લો.
- હવે ફ્રિજમાંથી તૈયાર કરેલો બેઝ કાઢી તેના પર ચોકલેટ ગનાશ પાથરી દો.
- ઉપર ઓરીઓ બિસ્કીટથી સજાવીને ફ્રીજમાં લગભગ 3 થી 4 કલાક માટે સેટ થવા દો.
- સેટ થઇ જાય એટલે વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરો.
નોંધ: ઉપરની રીતમાં ચોકોલેટ ગનાશ બનાવતી વખતે અંદર ચોકોલેટની સાથે થોડી ઈન્સ્ટન્ટ કૉફી પાઉડર ઉમેરીને કૉફી ફ્લેવર્ડ પાઈ પણ બનાવી શકાય છે.
eછાપું