આ વખતે પણ ૨૩ જાન્યુઆરી ના રોજ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાઈન્સ એ પોતાના વાર્ષિક એવોર્ડ્સ માટે (જે ઓસ્કાર્સ એવોર્ડ્સ તરીકે વધારે પ્રચલિત છે) પોતાના નોમીનેશન જાહેર કરી દીધા. આને આખું વર્ષ હોલીવુડ ના રસિયાઓ અને વિવેચકો એ ધારેલું એમ ડંકર્ક, ધ પોસ્ટ, ધ શેપ ઓફ વોટર વગેરે ખુબ વખણાયેલી ફિલ્મો અને રાબેતા મુજબ મેરિલ સ્ટ્રીપ, ડેનીઅલ ડે લુઇસ અને જ્હોન વિલિયમ્સ ને નોમીનેશન મળ્યા છે. દર વખત ની જેમ આ એવોર્ડ્સ માં પણ સારી અને જોવાલાયક ફિલ્મો નોમીનેટ થઇ છે.

આમ તો ઓસ્કાર્સ એવોર્ડ માં ૫ કેટેગરી મુખ્ય કહેવાય છે બેસ્ટ પિક્ચર, બેસ્ટ એક્ટર ઇન લીડ રોલ, બેસ્ટ એક્ટ્રેસ ઇન લીડ રોલ, બેસ્ટ ડીરેક્ટર અને બેસ્ટ સ્ક્રીનપ્લે (જેને ૧૯૪૦ થી બેસ્ટ ઓરીજીનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે માં વિભાજીત કરવા માં આવ્યા છે), બહુ ઓછી ફિલ્મો અત્યાર સુધી આ પાંચેય એવોર્ડ જીતી છે. અને જો કોઈ ફિલ્મ આ પાંચ માંથી કોઈ એક પણ કેટેગરી માં નોમીનેટ થાય એટલે એ ફિલ્મ સારી જ હોય એવું માની લેવા માં આવે છે. અને આ વર્ષે બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે નોમીનેટ થયેલી બે ફિલ્મો રસિયાઓ અને વિવેચકો ના ધ્યાન બહાર નથી ગઈ. એ બે ફિલ્મો છે લોગાન અને મડબાઉન્ડ, અને એ બે ફિલ્મો હોલીવુડ, ફિલ્મ મેકિંગ અને ફિલ્મ વ્યુઇન્ગ ના એક નવા યુગ તરફ પહેલું કદમ છે. ઓસ્કાર્સ તરફથી નોમીનેશન મળવું એ પોતે આ બંને ફિલ્મો માટે એક મોટી સિદ્ધી છે.
લોગાન અને મડબાઉન્ડ સ્પેશીયલ છે, કારણકે લોગાન એક કોમિકબુક ફિલ્મ છે અને મડબાઉન્ડ એક નેટફ્લીક્સ ડિસ્ટ્રિબ્યુટેડ ફિલ્મ છે. અને જયારે એક કોમીક્બુક ફિલ્મ ને ગંભીરતા થી ન લેવાતી હોય, અને એક VOD (Video On Demand) પ્લેટફોર્મ ની સામે અડધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પડી હોય એવા સંજોગો માં એક કોમિક બુક ફિલ્મ અને એક નેટફ્લીક્સ ડિસ્ટ્રિબ્યુટેડ ફિલ્મ ને એકેડમી દ્વારા સન્માનભર્યું નોમીનેશન મળવું એ પોતે એક મોટી ઘટના છે.

VOD પ્લેટફોર્મ ના લીધે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ઘણા ધરખમ ફેરફાર આવ્યા છે. સસ્તું ભાડું અને સિદ્ધપુર ની જાત્રા જેવા VOD એ ફિલ્મો બનાવવા વાળા અને જોવા વાળા ને એટલી સરસ આઝાદી આપી છે કે એના લીધે લગભગ પહેલી વાર પરંપરાગત હોલીવુડ ને ખતરો લાગવા લાગ્યો છે, લોકો હવે થિયેટર માં ફિલ્મો જોવા ને બદલે VOD માં એ ફિલ્મ આવે એની વધારે આતુરતા થી રાહ જુએ છે. ઉપરાંત સેન્સરશીપ જેવી કોઈ મર્યાદા ન હોવાને લીધે VOD પ્લેટફોર્મ ની ક્રિએટિવિટી સોળે કળા એ ખીલી રહી છે. જે સારી ફિલ્મો આપવાના, એને થીએટર માં દેખાડવી કે કેમ અને જો દેખાડવી તો કઈ મર્યાદા માં દેખાડવી એવા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના એકાધિકાર ના અસ્તિત્વ સામે એક મોટો સવાલ ઉભો કરી રહી છે.
VOD પ્લેટફોર્મ એને મળતી નાની ફિલ્મો ને જેટલું બને એટલું જલ્દી પોતાના પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવા માંગે છે, અને એના માટે એને થીએટર ના બિઝનેસ થી કોઈ ફરક નથી પડતો. દા. ત. હમણાં રિલીઝ થયેલી વીલ સ્મિથ સ્ટારર બ્રાઇટ , જે પોતે નેટફ્લિક્સ દ્વારા પ્રોડ્યુસ કરેલી ફિલ્મ છે એ ભારત માં ખાલી એના પ્રીમિયર પૂરતી જ થિયેટર માં રિલીઝ થઇ હતી. અને એ પણ ગણ્યા ગાઠ્યા શો માટે. જે પ્રીમિયર થયા પછી ચોથા જ દિવસે ઓનલાઈન નેટફ્લિક્સ પર આવી ગઈ હતી.
નેટફ્લિક્સ અને બધા જ મોટા VOD પ્લેટફોર્મ આવું પોતાને જે ફિલ્મો નો વિતરણ નો હક્ક મળ્યો હોય એ દરેક ફિલ્મો માટે કરે છે. અને એ વસ્તુ ઘણા પારંપરિક વિચારધારા રાખતા મોટા માથાઓ ને નથી ગમી રહી. અને એટલે જ જયારે ગયા મે મહિના માં નેટફ્લિક્સ કાન(Cannes) ફિલ્મ ફેસ્ટિવલ માં બે ફિલ્મો ઓકજા (Okja) અને ધ મેયેરોવીટઝ સ્ટોરીઝ ને લઇ ને ગઈ ત્યારે એને અમુક પ્રેક્ષકો અને આયોજકો ના નબળા પ્રતિસાદ નો સામનો કરવો પડ્યો હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલ ના આયોજકો એ એવા નિયમો લાવી દીધા છે કે આવતા વર્ષ થી નેટફ્લિક્સ કે કોઈ VOD પ્લેટફોર્મ ને આવા ફિલ્મ ફેસ્ટિવલ માં પોતાની ફિલ્મો દેખાડવી હોય તો પહેલા એ થીએટર માં રિલીઝ થવી જોઈએ અને બીજી તરફ ફ્રાન્સ નો એ પણ નિયમ છે કે થીએટર માં રિલીઝ થયેલી ફિલ્મો VOD પ્લેટફોર્મ પાર 3 વર્ષ સુધી ના આવી શકે. અને આવા નિયમો કોઈ પણ VOD પ્લેટફોર્મ ને પોસાઈ શકે એમ નથી.
અને એટલે જ મડબાઉન્ડ (જે થીએટર માં અને નેટફ્લિક્સ પાર એકજ દિવસે આવી ગઈ હતી) ચાર ચાર મોટા નોમિનેશન (બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ સોન્ગ અને બેસ્ટ સિનેમેટોગ્રાફી) લઇ જાય એ ઓસ્કાર્સ જેવી નામાંકિત ફિલ્મ સંસ્થા તરફથી VOD પ્લેટફોર્મ્સ ને ખુલ્લા દિલે આપેલો આવકાર છે.

જયારે સુપરહીરો જોનર માટે હોલીવુડ ને આવી કોઈ દુશ્મનાવટ નથી. પણ સામે હોલીવુડ (અને ફરીવાર) અમુક પરંપરાગત પ્રેક્ષકો આ જોનર ને એટલી સન્માનભરી નઝરો થી જોતા પણ નથી. એક તરફ હોલીવુડ ના સ્ટુડિયો માટે આ જોનર ટંકશાળ બની રહ્યું છે. આવતા અઠવાડિયે રિલીઝ થનારી બ્લેક પેન્થર ના એડવાન્સ બુકિંગ એ અમેરિકા માં બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે, અને એ પહેલા સહુથી વધારે એડવાન્સ બુકીંગ કેપ્ટ્ન અમેરિકા સિવિલ વોર નું હતું, માર્વેલ એક થી એક ચડિયાતા અને બ્લોક બસ્ટર હિટ આપે રાખે છે, જયારે બીજી તરફ વોર્નર બ્રધર્સ નું DC યુનિવર્સ પણ ફ્લોપ ફિલ્મો માંથી કમાણી કરી રહ્યું છે.
પણ ક્રિએટિવ લેવલ પર લોકો એ સુપરહીરો ફિલ્મો પર ઘણા સવાલ ઉઠાવ્યા છે. સહુથી મોટો સવાલ નવીનતા નો છે, કોમિક બુક ફિલ્મો ને હંમેશા પહેલે થી કહેવાય ગયેલી વાર્તા અને એના કેરેક્ટર ને જ ફોલો કરવા પડે છે. એ વાર્તાઓ પણ એક જ ઘરેડ પર ચાલતી હોય એવી રિપીટેટિવ લાગે છે. આટલું ઓછું હોય એમ સ્ટુડિયો તરફથી થતી અકારણ હેરાનગતિ પણ ઘણી વાર સામે આવે છે. અને એટલે જ મોટા માથા ગણાતા ડિરેક્ટર્સ અને રાઈટર્સ સુપરહીરો જોનર થી દૂર રહેવાનું જ પસંદ કરે છે. અને અત્યારસુધી ટિમ બર્ટન(બેટમેન – 1989 થી 1992) , ક્રિસ નોલાન (બેટમેન-2005 થી 2012) સિવાય કોઈ એસ્ટાબ્લિશડ ડિરેક્ટર્સ સુપરહીરો ફિલ્મ કરી શક્યા નથી.
એવું નથી કે સુપરહીરો જોનર સાવ બનાવવા માં ત્રાસદાયક અને જોવામાં સાવ કંટાળાજનક છે. ઉલ્ટાનું આવી ફિલ્મો માંથી થતી કમાણી અને આવી ફિલ્મો ની સાથે સંકળાયેલા ઓસ્કાર્સ વિજેતા એક્ટર્સ કૈક બીજું જ ચિત્ર દેખાડે છે. સુપરહીરો ફિલ્મો કદાચ સપાટી ઉપર એક ની એક લગતી હશે પણ થોડા ઊંડાણ થી જોવા જઈએ તો બધી જ ફિલ્મો એના ડિરેક્ટર, એક્ટર્સ અને એના કસબીઓ તરફથી કહેવામાં આવેલી એક અલગ જ વાર્તા છે. કોઈ ની પાસે જાદુ અને આધ્યાત્મિક રહસ્યો ની વાર્તા છે, કોઈ ની પાસે એક કોસ્મિક ફેમિલી સ્ટોરી છે, કોઈ ની પાસે એક કોલેજ જતા ટીનેજર ની વાર્તા છે તો કોઈક એજ સુપરહીરો ફિલ્મો ના નામે ધ પોસ્ટ કરતા ય જલદ પોલિટિકલ સ્ટેટમેન્ટ આપે છે. પણ એ સ્ટોરી કહેવા માટે અને એ કહેલું સમજવા માટે બહુ બધું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ જે સામાન્ય પ્રેક્ષકો અને અમુક ડિરેક્ટર્સ આપી નથી શકતા અને એટલે જ આ સુપરહીરો ફિલ્મો સ્પેશિયલ છે, અને ઓસ્કાર્સ માં લોગાન ને મળેલું આ નોમિનેશન એ વાત ની સાબિતી છે કે આ સુપરહીરો જોનર બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ અને બેસ્ટ મેકઅપ જેવા ટેક્નિકલ એવોર્ડ થી ય ઉપર છે, અને એના ડિરેક્ટર્સ અને કસબીઓ પણ સન્માન ને લાયક છે.
આને આ કસબ નો કાબુ જેટલો માર્વેલ પાસે છે એટલો બીજા કોઈ પાસે નથી, લોગાન ભલે માર્વેલ સ્ટુડિયો ની ફિલ્મ નથી, પણ માર્વેલ સુપરહીરો જોનર માટે મહત્વ નું છે અને આ વર્ષ માર્વેલ સ્ટુડિયો માટે મહત્વ નું છે. કઈ રીતે એ વાત ગિક જ્ઞાન ના આવતા અંકે