Valentine’s Week Special: Winky-leaks વિથ પ્રિયા પ્રકાશ – એક અનોખી Punચાત

2
283
Photo Courtesy: india.com

મિત્રો, અત્યારે દુનિયાભરમાં વેલેન્ટાઈન વીકની ઉજવણી થઇ રહી છે અને પ્રેમઘેલા યુવાનો પોતાની મનપસંદ પ્રિયાને રીઝવવામાં વ્યસ્ત છે ત્યારે ભારતમાં એક પ્રિયા એવી પણ છે જેના પ્રકાશ રેલતી મારકણી આંખોથી અંજાઈ ગયેલા લાખો કરોડો યુવાનો એને પામવા વોરિયર બની ચૂક્યા છે… તો PKB એટલેકે Pun કી બાત ના આ વિશેષ એપિસોડમાં આપ તમામનું સ્વાગત છે!!

તો મળીયે  the latest sensation of Malyali cinema.. પ્રિયા પ્રકાશ વારિયર એટલેકે PPVને

Photo Courtesy: india.com

PKB : Welcome Miss Priya…

PPV : થેન્ક્સ….

PKB : થોડા દિવસ પહેલાં તમને કોઈ ઓળખતું પણ નહોતું અને આજે તમે કરોડો યુવા દિલની ધડકન છો…

PPV  : and that too in આ valentine week…

PKB : yes…  કેવું લાગી રહ્યું છે?

PPV :  Something very special… આવી તો મેં કલ્પના જ નહોતી કરી…

PKB : આટલા બધા યુવાનો માટે તમે ક્રશ છો …. તો બધાને ઉમ્મીદ હશે કે તમે એમને હા પાડશો?

PPV : કદાચ મારા નામ પરથી તમે આમ કહી રહ્યા છો….. pre_Yaa…. જેમ pre-approved લોન હોય છે ને?

PKB : હાહાહાહા…. વેરી ફની…. તમારી આટલી જડબાતોડ…. સોરી… તાબડતોડ સફળતાના રહસ્ય પર પ્રકાશ પાડશો?

PPV : ચોક્કસ…. હું પ્રકાશ પાડી શકું… તમે પાછું પ્રકાશને પાડવાની વાત ના કરતા…

PKB : કેમ?

PPV : પછી તમે જ કહેશો કે પાડી દેવાની વાતો કરવાવાળા અકસર પાડો દેતા હોય છે..

PKB : હેહે….

PPV : અને હું પ્રકાશ પાળી પણ ના શકું….

PKB : કેમ?

PPV : એ કામ મારી મમ્મીનું છે….

તમને ગમશે: બજેટ બાદ શેરબજાર ગગડ્યું! આ ઉલટી ગંગા શાને વહી?

PKB : લોલ…. તમારા કારેલાં….સોરી…. કેરાલાના લોકોના હાસ્યમાં રહેલી મધુરતાનું કોઈ ખાસ કારણ?

PPV :  અમારી માતૃભાષા…અમે મીઠી મધુરી મલાઈ-લી (મલયાલી) ભાષા બોલીએ છીએ…

PKB : હશે.. બાકી અમને તો બે મલયાલી વાતો કરતા હોય ત્યારે ડબ્બા ખખડતા હોય એવું લાગે…

PPV :  વ્હોટ?

PKB: કંઈ નહીં….  એ તો બાજુના રૂમમાં કોઈ ડબ્બા ખખડાવતું હોય એવું લાગે છે… btw પ્રિયા અને એંજલ પ્રિયામાં શુ ફર્ક છે?

PPV : એ N_જલ પ્રિયા છે અને હું D-જલ પ્રિયા છું..

PKB :  ડીઝલ? કંઈ પણ?

PPV : ડીઝલ ઇઝ હાઈલી ઇન્ફ્લેમેબલ મટિરિયલ…

PKB : અને તમે એક ઝાટકે આખા દેશમાં આગ લગાડી દીધી…

PPV :  હવે બરાબર સમજ્યા….

PKB : અને આ તમને લઈને પીગળવાના meme ફરતા થયા છે એનું શું છે?

PPV :  મારી એક wink થી કઠોરમાં કઠોર પુરુષ પણ પીગળી જાય છે… એમ કહેવા માગે છે એ લોકો…

PKB : ઓહ…. તમે હિમાલય આગળ ઊભા રહીને wink ના કરતાં… નહીં તો આખો દેશ પાણીપાણી થાઈ જશે….

PPV : blink તો કરી શકું ને?

PKB : પહેલાં કોઈની આગળ પ્રયોગ કરી જો જો… એ પીગળી જાય છે કે ખીલી ઊઠે છે એ જોયા પછી જે કરવું હોય એ કરજો..

PPV : હું તમને કંઈક પૂછી શકું?

PKB : તમે મને પૂછવા વાળા પહેલા મળ્યા…. પૂછો…

PPW : તમે કોઈ દિવસ wink કર્યું છે?

PKB : ઓહ….. (આ શું પૂછી નાખ્યું)…. યસ….

PPW : પછી શું થયું હતું?

PKB : હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે કોઈ ન્યુઝ પેપરમાં એવી એક સ્પર્ધા હતી કે જેમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવાના હતા.. અને વિજેતા માટે રૂપિયા એક હજારનું ઇનામ હતું… સ્પર્ધાનું નામ હતું… Win-K…. રોમન અંકમાં K નો અર્થ હજાર થાય છે…

PPV: ઓહ…. મને એમ કે તમારી રોમાન્સ ફિગર જાણવા મળશે પણ આ તો રોમન ફિગર નીકળી…

PKB : હાહાહા…. કોઈ સંદેશ….

PPV: WINKલાબ જિંદબાદ…..

PKB : આભાર….. જય હિન્દ….

 

(Disclaimer: The contents here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here