ઓછી RAM ધરાવતા સ્માર્ટફોન્સ માટે આશિર્વાદ બનીને આવ્યું GMail Go

0
298
Photo Courtesy: walldevil.com

જો તમારી પાસે 1GB અથવાતો તેનાથી પણ ઓછી RAM ધરાવતો સ્માર્ટફોન છે અને તમારે તમારું GMail અકાઉન્ટ બ્રાઉઝર પર જોવું પડે છે કારણકે GMail App વધુ પડતી જગ્યા રોકે છે તો તમારા માટે એક ખુશખબર છે. Google દ્વારા GMail Go એપ લોન્ચ કરવામાં આવી છે અને તે માત્ર આ પ્રકારના એટલેકે ઓછી RAM ધરાવતા સ્માર્ટફોન્સ માટે જ બનાવવામાં આવી છે. હાલમાં GMail Go Google Play Store પર ઉપલબ્ધ છે. જો કે અત્યારે આ એપ પણ બ્રાઉઝર તરીકે જ યુઝ કરી શકાય છે પરંતુ બહુ જલ્દીથી તેની સંપૂર્ણ એપ પણ ઉપલબ્ધ થશે.

Photo Courtesy: walldevil.com

Google હાલમાં ભારતના સ્માર્ટફોન ઉત્પાદકો સાથે વાતચીત ચલાવી રહ્યું છે અને તેમને ઓછી RAM ધરાવતા એન્ટ્રી ફોન્સમાં GMail Go સામેલ કરવા સમજાવી રહ્યું છે. Google ખુદ ભારત અને તેના જેવા અન્ય બજારો માટે Android Go ઓપરેટિંગ સિસ્ટમ લઈને ઉતરવાનું છે. આ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરનારા સ્માર્ટફોન પણ 1GB કે તેનાથી પણ ઓછી RAM ધરાવતા હશે અને ખાસ તેના માટે Google ઢગલો એપ્સ લઈને આવવાનું છે. GMail Goની જેમજ આ સ્માર્ટફોન્સમાં YouTube Go, Google Go વગેરે એપ હશે જે ઓછી મેમરીમાં પણ સારી રીતે ચાલી શકશે.

મજાની વાત એ છે કે GMail Go એપ વાપરતા યુઝરને હાલની GMail એપ જેવો જ અનુભવ થશે. જાણવા મળ્યા અનુસાર આ એપ ભલે GMail એપનું light version હશે અને તેની સાઈઝ માત્ર 9.51 MB જેટલીજ હશે પરંતુ યુઝરને તે કોઇપણ રીતે નિરાશ નહીં કરે. GMail Go એપમાં પણ Spam ફોલ્ડર હશે અને કોઇપણ Spam મેસેજ તમારા ઈનબોક્સ સુધી પહોંચે તે પહેલાજ તેને Spam ફોલ્ડરમાં મોકલી આપવામાં આવશે જે તમે સામાન્ય રીતે GMailનો વપરાશ કરતી વખતે અનુભવી શકો છો.

તમને ગમશે: SENSEX માં આવેલો મોટો કડાકો – રોકાણકારો માટે નુકશાન કે તક?

આ ઉપરાંત GMail Go તમને કેટલાક વધારાના ફિચર્સ પણ આપશે જેમાં તમે તમારા GMailની ડિઝાઈનમાં મન થાય ત્યારે ફેરફાર કરી શકશો એ પ્રકારનું ફિચર પણ સામેલ છે. જ્યાં સુધી ઈમેઈલની વાત છે તો GMail Go એપ તમારા મિત્રો અને સગાસંબંધીઓ તરફથી આવેલા મેઈલ્સ તરતજ દેખાડશે અને તેમને ખાસ પ્રેફરન્સ પણ આપશે.

આ ઉપરાંત GMail Go એપમાં આવેલા તમારા ઈમેઈલનો જવાબ તમે ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને રીતે આપી શકશો, એટલે જ્યારે તમે નેટવર્કને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા હશો ત્યારે તમે એટલીસ્ટ તમારો મેઈલ ડ્રાફ્ટ save કરી શકશો અને જ્યારે નેટવર્ક સમસ્યા દૂર થશે ત્યારે તમે એ મેઈલને send કરી શકશો. એવું કહેવાય છે કે GMail Go માં મેસેજ અને ઈમેજીઝ પણ સામાન્ય એપની જેમ તેજગતિથી લોડ થઇ જશે.

ટૂંકમાં ઓછી RAM ધરાવતા યુઝર્સ માટે મોંઘા સ્માર્ટફોન જેવો જ અનુભવ GMail Go લઈને આવ્યું છે અને જ્યારે Android Go ફોન્સ ભારતના બજારમાં આવશે ત્યારે આ એપ વધુને વધુ લોકપ્રિય થશે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here