નાના થી મોટા સુધી તમામને ભાવતી વાનગી એટલે નવરતન કોરમા

0
363

 

નવરતન કોરમા એટલે એવી વાનગી જે નાના મોટા સહુને ભાવે છે અને જ્યારે પણ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે તે તમામની કોમન પસંદ બની જાય છે. આવી સહુની મનપસંદ વાનગીની રેસીપી આજે આપણે જાણીએ આકાંક્ષા ઠાકોર પાસેથી.

 

ક્વિઝીન: અવધી

 

સમય: 1 કલાક 5 મિનીટ્સ

Photo Courtesy: Aakanksha Thakore

નવરતન કોરમા બનાવવા માટેની સામગ્રી:

નવરતન કોરમા માટેના શાકભાજી:

½ કપ સમારેલ ગાજર

½ કપ વટાણા

¾ કપ સમારેલ બટાકા

¼ કપ સમારેલ ફણસી

1 કપ સમારેલ ફ્લાવર – વૈકલ્પિક

8 થી 9 બેબીકોર્ન – સમારેલી (વૈકલ્પિક)

1 કપ મકાઈના દાણા – બાફેલા (વૈકલ્પિક)

 

નવરતન કોરમા માટેની અન્ય સામગ્રી:

½ કપ પાતળી સ્લાઈસ કરેલી ડુંગળી

2 થી 3 લીલા મરચાં – સમારેલા

½ ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ

½ કપ તાજું દહીં

⅓ કપ તાજું ક્રીમ

¼ થી ½ ટીસ્પૂન ગરમ મસાલા પાવડર

½ ટીસ્પૂન હળદર

1 ટીસ્પૂન લાલ મરચું પાવડર

2 ટેબલસ્પૂન ઘી

1 કપ પાણી

સ્વાદમુજબ મીઠું

 

નવરતન કોરમાની રોયલ પેસ્ટ માટે:

 

1 ટેબલસ્પૂન ખસખસ

10 થી 12 બદામ

10 થી 12 કાજુ

1 ટેબલસ્પૂન મગજતરીના બી

½ કપ પાણી પેસ્ટને પીસવા માટે

 

આખા ગરમા મસાલા માટે:

2 થી 3 લીલી એલચી

1 કાળી એલચી (એલચો)

3 લવિંગ

તજની 1 ઇંચની લાકડી

1 તમાલપત્ર

2 સેર જાવિત્રી

નવરતન કોરમા સજાવવા માટે:

1 ટેબલસ્પૂન ઘી

6 થી 7 બદામ – પલાળીને છાલ કાઢેલી

10 પિસ્તા

10 કાજુ

10 અખરોટ

1 ટેબલસ્પૂન કિસમિસ

½ કપ સમારેલું પાઈનેપલ

½ ટેબલસ્પૂન મગજતરીના બી

1 ટેબલસ્પૂન ફૂદીનાના પાન

એક ચપટી કેસર

2 ચમચી આદુની સ્લાઈસ

 

નવરતન કોરમા બનાવવાની રીત:

પેસ્ટ બનાવવા માટે:

 1. બધાજ ડ્રાયફ્રુટ તથા બીજને લગભગ 20 થી 30 મિનીટ માટે ગરમ પાણીમાં પલાળી લો.
 2. બદામની છાલ કાઢી લઇ, બદામ અને અન્ય સામગ્રી ગ્રાઈન્ડર જારમાં લઇ લો. તેમાં પાણી ઉમેરી, એની સ્મૂધ પેસ્ટ બનાવી લઇ તેને બાજુમાં રાખો.

કોરમા બનાવવા માટે:

 1. એક હાંડી કે ઊંડી કઢાઈમાં ઘી ગરમ કરો. તેમાં આખા ગરમ મસાલામાં દર્શાવેલી સામગ્રી ઉમેરી તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
 2. હવે તેમાં ડુંગળીની સ્લાઈસ ઉમેરીને સાંતળો. ડુંગળીની સ્લાઈસ ગોલ્ડન થાય એટલે એમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચા ઉમેરો.
 3. આદુ-લસણ બરાબર સંતળાઈ જાય એટલે એમાં ડ્રાયફ્રુટ પેસ્ટ અને દહીં ઉમેરો અને બરાબર ભેળવી લો.
 4. હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરીને 3 થી 4 મિનીટ માટે ગ્રેવીને સાંતળી લો. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી પેસ્ટ નીચે ચોંટી નાં જાય.
 5. હવે તેમાં શાકભાજી ઉમેરો, સાથે લગભગ 1 કપ જેટલું પાણી ઉમેરો. બરાબર મિક્સ કરીને અંદર નાખેલા શાક ચઢે નહિ ત્યાંસુધી કઢાઈને ઢાંકી દો.
 6. શાક બરાબર ચઢી જાય એટલે કોરમામાં ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરી દો.
 7. ગરમ મસાલો ઉમેરીને આંચ બંધ કરી દઈ બાજુમાં મૂકી દો.

નવરતન કોરમાની સજાવટ:

 1. એક પેનમાં ઘી ગરમ કરો.
 2. હવે તેમાં 6 થી 7 છોલેલી બદામ ઉમેરો અને એ આછી ગોલ્ડન થાય ત્યાંસુધી સાંતળો.
 3. હવે તેમાં પીસ્તા, કાજુ અને અખરોટ ઉમેરીને કાજુનો રંગ બદલાય ત્યાંસુધી સાંતળો.
 4. તેમાં કીસમીસ અને મગજતરીના બી ઉમેરીને થોડી સેકન્ડ્સ માટે સાંતળો.
 5. તેમાં પાઈનેપલ ઉમેરીને લગભગ 1 મિનીટ માટે સાંતળો.
 6. તેમાં ફુદીનાના પાન, કેસર અને આદુની પાતળી સ્લાઈસ ઉમેરી જરાકવાર માટે સાંતળો.

નવરતન કોરમા પીરસવા માટે:

 1. પીરસવાની થોડીવાર પહેલા કોરમા ઉપર સજાવટ માટે સાંતળેલી સામગ્રીઓથી સજાવી કુલ્ચા કે પરાઠા સાથે સર્વ કરો.

નોંધ: અહી પાઈનેપલ ઉમેરવું એ એક ઓપ્શન છે, જો તમને ક્રીમી ડીશમાં ગળ્યો સ્વાદ ન ભાવતો હોય તો પાઈનેપલને બદલે પનીર ઉમેરી શકાય.

#eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here