દેશના અર્થતંત્રને ‘એકજેટલી’ કઈ દિશામાં લઇ જવા માંગે છે અરુણ જેટલી?

3
349
Photo Courtesy: livemint.com

મિત્રો,  આજથી આપ સૌનું ચહીતું અને ફેસબુક પર અતિશય લોકપ્રિય એવું pun की बात નવા પ્લેટફોર્મ પર આવી રહ્યું છે અને એ પણ નવા પ્રકારના મહેમાનો સાથે. આશા છે તમે pun की बातના નવા ફોર્મેટને પણ આવકારશો. તો આજના આપણા મહેમાન છે  દેશના નાણાં મંત્રી શ્રી અરુણ જેટલી.

Pankaj: વેલકમ સર….

અરુણ જેટલી : ધન્યવાદ….

P : સૌ પ્રથમ તો હું જણાવી દઉં કે હું એન્જીનિયરિંગનો સ્ટુડન્ટ રહ્યો છું એટલે આ અર્થશાસ્ત્ર અને નાણાં એ બધું મારા માટે સમજની બહાર છે અથવા તો કહી શકાય કે અર્થશાસ્ત્રની દુનિયામાં હું એલિયન છું…

AJ : ઓ કે… પણ આ બધું અહીં કહેવાનું પ્રયોજન?

P : પ્રયોજન એટલું જ કે મારે અર્થશાસ્ત્ર વિશે તમારી પાસેથી થોડું જાણવું છે… શું હું પૂછી શકું?

અરુણ જેટલી: શ્યોર…. પૂછો બિન્દાસ્ત….

Photo Courtesy: livemint.com

P : સર, હું એવું માનતો હતો કે અર્થ (earth) એટલે પૃથ્વી…. તો પૃથ્વી અંગેના અભ્યાસનો વિષય… એટલે કે અર્થશાસ્ત્ર વિનયન શાખા એટલે કે આર્ટસ કેટેગરીમાં હોવો જોઈએ… તો પછી કોમર્સના વિદ્યાર્થીઓને શા માટે ભણાવાય છે?

AJ:  ઓહ….. તમે તો અર્થનો અનર્થ કરી નાખ્યો… અર્થ એટલે નાણાં…..

P : હવે બધું સસમજી ગયો…… પણ મને એ નથી સમજ પડતી કે તમે તો.  ચૂંટણી હાર્યા હતા… છતાં આટલું અગત્યનું મંત્રીપદ તમને કેમ કરતાં મળી ગયું?

અરુણ જેટલી:  તમને અરુણનો અર્થ ખબર છે?

P : હા… સૂર્ય…

AJ: બરાબર… પણ એ તો સીધો અર્થ કાઢ્યો તમે….  ઋણ એટલે માઇનસ… અરુણ એટલે માઇનસનું વિરોધી એટલે કે ધન….. અને ધન એટલે નાણાં….. એટલે જ હું નાણાં મંત્રી તરીકે બિલકુલ યોગ્ય વ્યક્તિ છું…

P : સર, મારુ નામ પંકજ છે…… જેનો અર્થ કમળ થાય છે… મને તમારા પક્ષમાં અગત્યનું સ્થાન મળી શકે?

 

અરુણ જેટલી: હાહાહાહા… સરસ જોક….  હજુ મારી નાણાં મંત્રી તરીકેની વરણી માટેનું બીજું અને અગત્યનું કારણ બાકી છે તમને બતાવવાનું…

P : અરે જલ્દી બતાવો…. સૌ આતુર છે સાંભળવા…

AJ:  મોદીજી દેશની અર્થવ્યવસ્થાને જેટની ગતિએ આગળ ધપાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. હવે નાણાં મંત્રીએ કરવાનાં રહેતાં કાર્યોમાં સૌથી અગત્યનું એક કામ બજેટ રજૂ કરવાનું છે. તો બજેટમાં પણ જેટ આવે છે અને મારી સરનેમ જેટલીમાં પણ જેટ આવે છે…. એટલે હું નિર્વિવાદ પણે બેસ્ટ ચોઈસ છું…

P : વાહ… સરસ… એ રીતે જોઈએ તો બજેટ અને જેટલીમાંથી કોમન જેટને અલગ તારવ્યા પછી જે બચે છે અને લી… એને મેળવતાં બનતો બલિનો બકરો તો સામાન્ય પ્રજાએ જ બનવાનું ને?

અરુણ જેટલી: એ જ તો કડવી દવા છે…

P : મારે એ જ કળવી છે પણ નથી કળી શકતો… અને એક ખાસ વાત….. દેશની ઇકોનોમીને  જેટની ગતિએ દોડાવવાના સપનાં સુધી જ મર્યાદિત રાખજો…. રોકેટની ગતિએ ઉડાડવાનું તો વિચારતા જ નહીં…

AJ:  કેમ? કોઈ ખાસ કારણ?

P : કારણ એટલું જ કે આમ પ્રજા તરીકે અમે પાછળ જ હોઈશું અને રૉકેટને ઉડાડવા માટે ત્યાં જ આગ લગાવાય છે….

અરુણ જેટલી: તમારા આ પ્રોગ્રામ પન કી બાત વિશે બહું સાંભળ્યું છે..

P : હા એ તો મને ખબર છે… એટલે તો તમે અહીં આવવા તૈયાર થયા છો.

AJ: એમ નહીં.. હું કહેવા માગું છું કે પન કી બાતનો કન્સેપ્ટ તદ્દન આગવો છે… અભિનંદન…

P : આભાર… એમાં એવું છે કે હું બહું શાંત પ્રકૃત્તિનો માણસ છું.. એટલે બધા મને કહેતા હતા કે બધાના દિલમાં કંઈક અલગ કરવાની આગ હોય છે પણ તું સાવ ઠંડો છે… જાણે તારું દિલ બરફથી આચ્છાદિત છે…. પછી મેં વિચાર્યું કે આગ તો કોઈક રીતે પ્રજ્વલિત કરવી જ પડશે… બહુ તકલીફ થઈ… છેવટે હું આગવી સ્ટાઇલમાં  પન કી બાત બનાવવામાં સફળ થયો.

અરુણ જેટલી: અતિ સુંદર…

P :  અર્થ શાસ્ત્રની દ્રષ્ટિએ દારુણ ગરીબીનો અર્થ સમજાવશો?

AJ: આપણા દેશમાં ગરીબીનું અસ્તિત્વ છે એ હકીકત કોઈ નકારી શકે તેમ નથી… આપણે ત્યાં નાણાં અને સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં છે… પણ દારૂ-ણ ગરીબી એ પ્રકારની ગરીબી છે જ્યાં બે ટંક ખાવાની વ્યવસ્થા થાય ના થાય… દારૂ પીવાની વ્યવસ્થા યેન કેન પ્રકારેણ થઈ જતી હોય છે…  જો કે એવાં પણ લાખો કુટુંબો અસ્તિત્વમાં હશે  જેમના માટે એક ટંક ભોજનની વ્યવસ્થા કરવી પણ ઘણી કઠિન થઇ પડતી હોય… સરકાર અને પ્રજા હાથ મિલાવી માઇક્રો મેનેજમેન્ટ થકી અભિયાન ઉપાડે તો આ અંગે ચોક્કસ કંઈક થઈ શકે..

P : બહોત અચ્છે… દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનાવવા હજુ શું થઈ શકે?

અરુણ જેટલી: અમે નોટ બંધી જેવા કડક પગલાં ભરવાનો પ્રયત્ન કર્યો છે.. આવા અને આ પ્રકારનાં પગલાં લેતી વખતે તકલીફ તો રહે જ. બધા આપણા જ લોકો છે… દેશની પ્રજાને માટે જરૂરી પ્રાથમિક સેવાઓ આપવાના બહાને દેશને લાંબા ગાળાનું નુકસાન પહોંચાડવાની ખેવના સાથે કાર્યરત હોય તો બધી જ સિસ્ટમ્સને સુપેરે ચલાવવા જરૂરી મદદરૂપ રુધિર પહોંચાડવા માટે દેશના હૃદય સમા વ્યવસ્થાતંત્રે અવિરત કાર્ય કરતા રહેવું પડે અને એ માટે જરૂર પડ્યે NGO-બ્લાસ્ટ પણ કરવું પડે… જે અમે કર્યું જ છે…

P : હમમ.. અંતમાં કોઈ સંદેશ આપવા માંગશો?

AJ:  શ્યોર.. add wise people to your list who can advise properly when needed….

P : અતિ સુંદર… ધન્યવાદ…..

 

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

 

eછાપું

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here