આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોમાં અત્યારે જબરદસ્ત ઉત્સાહ છે. આ વૈજ્ઞાનિકો આવનારા એક અઠવાડિયામાં એન્ટાર્કટિકા પહોંચી જવાના છે જ્યાં તેઓ સમુદ્રના તળિયામાં મળી આવેલા એક નવા એન્ટાર્કટિકા અંગે પોતાનું સંશોધન હાથ ધરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રના તળિયે મળી આવેલું આ નવું એન્ટાર્કટિકા લગભગ 1,20,000 વર્ષ જુનું છે!!

આ નવું એન્ટાર્કટિકા ત્યારે મળી આવ્યું જ્યારે A68 નામનો એક વિશાળ આઇસબર્ગ પીગળીને બાકીના હિસ્સાથી અલગ પડ્યો. એવું કહેવાય છે કે આ A68 આઇસબર્ગ લંડનના ક્ષેત્રફળ કરતા ચારગણો મોટો છે અને તે લાર્સન આઈસ શેલ્ફથી 2017ના જુલાઈમાં છૂટો પડ્યો હતો. આ આઇસબર્ગની નીચે જે નવું એન્ટાર્કટિકા મળી આવ્યું છે તેનો વિસ્તાર લગભગ 5,818 સ્ક્વેર કિલોમીટર જેટલો છે.
વૈજ્ઞાનિકોને આ સ્થળે પહોંચવાની ઉતાવળ એટલા માટે છે કે આ નવો વિસ્તાર ભલે હજારો વર્ષથી એક મોટા આઇસબર્ગની નીચે સ્થિત હતો પરંતુ હવે પેલો આઇસબર્ગ હટી જતા તેના પર સૂર્યના પ્રકાશની ધીમેધીમે અસર થશે અને આથી અંદરના વાતાવરણમાં અને જળચરો પર કોઈ અસર પડે તે પહેલા તેની જાતતપાસ કરવા માંગે છે.
એકતરફ ગ્લોબલ વોર્મિંગને કારણે એન્ટાર્કટિકાના આઇસબર્ગ પીગળી રહ્યા હોવાની ચિંતા છે તો બીજી તરફ આ જ આઇસબર્ગની નીચે એક નવી દુનિયા મળી આવવાનો અને તેની તપાસ કરવાનો ઉત્સાહ આ વૈજ્ઞાનિકોને છે.
તમને ગમશે: ભારતનો ડોમેસ્ટિક એર ટ્રાફિક વિશ્વમાં સૌથી તેજગતિએ આગળ વધી રહ્યો છે
વૈજ્ઞાનિકો અહીં પહોંચ્યા બાદ નવા એન્ટાર્કટિકાના બરફના કેટલાક સેમ્પલ્સ પોતાની સાથે લઇ જશે અને તેની સાથે કેટલાક જળચરને પણ પોતાની સાથે લાવશે. વૈજ્ઞાનિકોની આ ટીમમાં નવ દેશોના સંશોધન કેન્દ્રોના સભ્યો હશે. આ ટીમ 21 ફેબ્રુઆરીએ ફોકલેન્ડ આયલેન્ડના સ્ટેનલીથી એન્ટાર્કટિકા જવા રવાના થશે.
બ્રિટીશ એન્ટાર્કટિકા સરવે રિસર્ચ સંસ્થાના શીપ RPS જેમ્સ ક્લાર્ક રોસમાં આ ટીમ ત્રણ અઠવાડિયા ગાળશે અને પોતાનું સંશોધન કરશે. માર્ચના મધ્યમાં એટલેકે લગભગ 18મી માર્ચે આ વૈજ્ઞાનિકો પોતાનું મિશન પૂર્ણ કરીને સ્ટેનલી પરત થશે.
વૈજ્ઞાનિકો જે સેમ્પલ એકઠા કરવાના છે તેમાં બરફ ઉપરાંત સીફ્લોર પ્રાણીઓ, માઈક્રોબી, પ્લાનક્ટોન, સેડીમેન્ટ્સ અને પાણીના સેમ્પલ્સ પણ લેશે. ટીમ પોતાની સાથે વિડીયો કેમેરા સહીત અસંખ્ય સાધનો લઇ જશે જેમાં એક ખાસ પ્રકારની સ્લેજ પણ હશે જે તેમને નાનાનાના જળચરોને પકડવામાં મદદ કરશે.
વૈજ્ઞાનિકો પોતાના સંશોધન દરમ્યાન એ બાબતની પણ નોંધ લેશે કે આઇસબર્ગના પીગળી ગયા બાદ એન્ટાર્કટિકાના અન્ય સ્થળોથી કોઈ નવા પ્રાણીઓ અહીં આવીને વસ્યા છે કે કેમ.
eછાપું
Amazing!