દીકરીનાં માતાપિતા માટે Menstruation (માસિક સ્ત્રાવ) વિશે અગમચેતી જ સાવધાની

0
300
Photo Courtesy: npr.org

સિયા, એક નાનકડી પરી. 11 કે 12 વર્ષે જ તેને માસિક સ્ત્રાવ કે જેને Menstruation કે પછી Periods થી ઓળખવામાં આવે છે, તેની શરૂઆત થઈ. માતાપિતા માટે હજી તો નાની ઢીંગલી જ છે પણ periods એ તેને ઢીંગલીમાંથી અચાનક જ મોટી બનાવી દીધી.

આ લાગણી દરેક દીકરીના માતાપિતા ભોગવવાના. દીકરીના જન્મથી માતાને જો કોઈ પ્રશ્ન સતત સતાવતો રહે છે તો એ છે, પોતાની વ્હાલીને periods ની જાણકારી આપવાનો. ખાસ કરીને, 10 વર્ષની ઉંમર પછી માતાપિતા બંને સજાગ બની જાય છે. તેમની દીકરીને કેવી રીતે જણાવવું જોઈએ કે Periods શું છે અને એનુ મહત્વ શું છે? એ વિચાર વારંવાર આવે છે.

Photo Courtesy: npr.org

ઓપન કલ્ચર ધરાવનાર સમાજ માટે આ એક બહુ જ સામાન્ય બાબત છે. પરંતુ હવે રૂઢિચુસ્ત સમાજ પણ આ વિષય બાબત જાગૃતિ લાવવા તત્પર છે. પહેલાના વખતમાં માતા જ આ બાબતનું ધ્યાન રાખતી અને સભાન પણે દીકરીને વર્તન કરાવતી. હવે આપણે થોડા એડવાંસ થયાં હોવાની સાથે સાથે, દીકરીને Periods એક નેચરલ એલિમેંટ છે, તેનો સ્વીકાર કરાવવામાં સક્ષમ છીએ. એમાં પણ “Padman” જેવી ફિલ્મ આ એક્દમ બહુચર્ચિત વિષય પર પ્રકાશ પાડે એટલે આપણી Menstruation વિશેની જાણકારી આપોઆપ વધે.

જો તમે દીકરીના માતાપિતા છો તો તમે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો કે એને Periods વિશે યોગ્ય ઉંમરે જાણકારી આપો એ અગત્યનું કામ છે. આખી ઘટનાને એક સામાન્ય સંજોગમાં પરિવર્તિત કરી, તમારી દીકરીના માનસમાં વાત સમાઈ જાય, એમ તેને સમજાવો. એને ક્યારેય પણ ક્ષોભની લાગણી ન થાય તેવો આત્મવિશ્વાસ જગાવો.આ પ્રકારના દરેક અનુભવનું પ્રથમ પગથિયું ચડવું અઘરું છે પણ અશક્ય નથી.

સાઇન્સની દ્રષ્ટિએ આપણે ઘણાં આગળ છીએ, તે સત્યનો ઉપયોગ કરીને તમે તમારી દીકરીને એક કમ્ફર્ટ ઝોન આપો. ઘણી વખત  માતાપિતા Menstruation વિશે વાત કરતા ખચકાટ અનુભવે છે, તેનાં પરિણામ સ્વરૂપ નાની બાળકીઓ અચાનક આવતા બ્લડ સ્પોટ્સથી ડઘાઈ જાય છે, ડરી જાય છે. તેમને ક્ષોભ થાય છે. આસપાસના તમામ લોકો શું વિચારશે, તે વિચારથી વધારે ગભરાય છે. શું તે યોગ્ય છે? બિલકુલ નહીં. Periods એક તદ્દન સામાન્ય પરિસ્થિતિ છે. એનો ગાળો લાંબો છે અને ઘણાં જાતજાતનાં સંજોગો વચ્ચેથી દરેક સ્ત્રી પસાર થાય છે. શરૂઆતમાં કદાચ થોડું સહન થઈ શકે પણ સમય સાથે શરીરથી લઈને સ્વભાવ, દરેક પાસા પર તેનું પ્રભુત્વ રહે છે.

જો આ વિશે જાણકારી આપવામાં નિષ્ફળ જઈએ તો એક જીવને જન્મ આપનાર ભવિષ્યની પેઢી માટે આ એક અધૂરા ગણતરની નિશાની સાબિત થઈ શકે છે. દીકરીના જન્મને ખૂબ જ સુંદર રીતે વધાવતા પરિવારો માટે  Periodsને ખૂબ જ સાહજિકતાથી સ્વીકારવામાં અવરોધ આવતા નથી. સ્ત્રી સહજ લાગણીઓ વ્યક્ત કરવામાં સરળતા રહે તેની તકેદારી રાખવામાં મદદરૂપ માતાપિતા ત્યારે જ સફળ થાય જ્યારે દીકરી સાથે બંને સાથે મળીને Menstruation વિશે વાત કરે. ખાસ કરીને પિતા. પિતા સાથે વાત કરવામાં શરમ ન અનુભવાય ત્યારે જ સાચા સમાજની જીત છે.

Menstruation કોઈ રોગ નથી કે જેને છુપાવવા માટે મહેનત કરવી પડે. એક કુદરતી પ્રોસેસ છે, જેને ફીમેલ રેપ્રોડક્શન સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે.તેની શરૂ થવાની સામાન્ય ઉંમર છે, 10 થી 13 વર્ષ. શરૂઆતમાં તેની 28 દિવસ થી 30 દિવસની સાઇકલ હોય છે. જે અનિયમિત રીતે આવે છે. એડલ્ટ ફીમેલ માટે આ સાઇકલ 21-34 દિવસની હોય છે. જોકે Pads, Tempons, Liners વિગેરેનો ઉપયોગ કરવાથી Periods માં ઘણી રાહત અનુભવાય છે.

Periods ના દિવસોમાં શરીરના હોર્મોન્સમાં પણ ફેરફાર થાય છે. પગ, કમરમાં દુખાવાની સતત ફરિયાદ રહે છે. મૂડ સ્વિંગ્‌સ પણ આવે છે. એટલે આ બધી પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવો અઘરો છે. માટે દીકરીઓને માનસિક રીતે સશક્ત બનાવવાની જવાબદારી પણ માતાપિતાની જ છે.

તમારી દીકરીને આ સમય દરમ્યાન પણ ખુશ રાખવી છે? તો બસ તેની સાથે આ અંગે સાથે ખુલ્લા મનથી વાત કરો. એને Periods વિશે પૂરતું જ્ઞાન આપો. જેથી તે આવનારી પરિસ્થિતીને સ્વીકારે અને પોતાનાં ભવિષ્યને સભાનતાથી કેળવે.

અસ્તુ!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here