માર્વેલ સ્ટુડિઓઝ: જહાં સે હમ ખડે હોતે હૈ, લાઈન વહી સે શુરુ હોતી હૈ

0
448
Image of final scene of Infinity War trailer- Courtesy: Esquire

સામાન્ય કરતા વધારે તાકાત, ઉંચી વિચારધારા કે વધારે ક્ષમતા ધરાવતા લોકો ની વાર્તા પહેલે થી જ આપણને આકર્ષે છે આ હકીકત માર્વેલ સ્ટુડિઓઝ દ્વારા સૂપેરે આત્મસાત કરવામાં આવી છે. ચાહે એ રામાયણ-મહાભારત હોય, પ્રાચીન ગ્રીક દેવતાઓ અને યોધ્ધાઓ ની વાર્તા હોય કે આજ કાલ ના બેટમેન, સ્પાઈડર-મેન હોય કે સુપર-મેન. અને આ વાર્તાઓ કહેવા માં બીજા બધા માધ્યમો ની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને પણ ઘણા સમય થી રસ હતો. અને એટલે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી- ચાહે આપણું બોલિવુડ હોય કે ત્યાંનું હોલિવુડ- ની શરૂઆત ની ફિલ્મો આવા સુપર હીરો કે મહા-નાયકો ઉપર જ હતી.

શરૂઆત ની ઘણી સુપર-હીરો ફિલ્મો ટેલીવિઝન પર દેખાડી શકાય એવી અને નાના બાળકો અને કિશોરો ને ધ્યાન માં રાખી ને જ બનાવવા માં આવતી હતી. આ સુપર-હીરો ફિલ્મો ને મોટા લોકો માટે મોટા પડદે સીરીયસલી દેખાડવાની શરૂઆત થઇ ૧૯૭૮ ની ફિલ્મ સુપરમેન થી. સ્વ. ક્રિસ્ટોફર રીવ ને સુપર-મેન તરીકે ચમકાવતી આ ફિલ્મ એ હદે સફળ રહી કે વોર્નર બ્રધર્સ એ એની બીજી ૩ સિકવલ બનાવવાનું નક્કી કર્યું. પણ એ સીરીઝ ની છેલ્લી બે ફિલ્મો એ હદે પીટાઈ ગઈ કે વોર્નર બ્રધર્સે કામચલાઉ સુપરહીરો ફિલ્મો બનાવવાનું પડતું મુક્યું.  વચ્ચે ટીમ બર્ટન ની બેટમેન સીરીઝ, ક્રિસ્ટોફર નોલન ની બેટમેન ટ્રાઈલોજી વગેરે સિરીઝ બની અને ચાલી, પણ વોર્નર બ્રધર્સ નું એક સપનું જેમાં સુપરહીરો ફિલ્મો ને સીરીયસલી લઇ શકાય, અને કોમિક્સ ની જેમ જ આ સુપરહીરોઝ (અલગ અલગ રહેવાને બદલે) સાથે રહી ને એક સહિયારી દુનિયા માં રહે એ સપનું સાકાર ન થઇ શક્યું.

Warner Brothers & DC
Logo of Warner Brothers and DC Comics logo

એક તરફ DC કોમિક્સ (અને સહયોગી વોર્નર બ્રધર્સ) જાતે ફિલ્મો બનાવી રહ્યા હતા જયારે બીજી તરફ એના પ્રતિસ્પર્ધી માર્વેલ કોમિક્સ પાસે પોતાના સુપરહીરો ને સારી રીતે દેખાડી શકે એવી ફિલ્મો બનાવવાની આવડત ન હતી. એટલે બીજા મોટા સ્ટુડિયો ની આવડત નો લાભ લઇ માર્વેલ સ્ટુડિઓઝ એ અમુક સુપરહીરો ફિલ્મો ના લાઇસન્સ 20th Century Fox અને સોની પિક્ચર્સ જેવા મોટા સ્ટુડિયો ને આપી દીધા, જેનો લાભ લઇ X-men, ફેન્ટાસ્ટિક ફોર અને સ્પાઈડર-મેન જેવા મોટા સુપરહીરો ની ફિલ્મો માંથી લોકો એ મબલખ રૂપિયા કમાઈ લીધા અને માર્વેલ કોમિક્સ ને ચણામમરાં આપી ને રાજી રાખ્યું. આ ગાળા દરમ્યાન(1980-2005) કોમિક ના સુપર હીરો અને ફિલ્મો ના સુપરહીરો એક બીજા થી અલગ જ દિશા માં જઈ રહ્યા હતા. અને એટલે સુપરહીરો અને એની વાર્તાઓ ઉપર પોતાનો કંટ્રોલ રહે એ માટે માર્વેલ સ્ટુડિઓઝ એ જાતે જ ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું શરુ કર્યું.

જયારે માર્વેલ સ્ટુડિઓઝ ને 2005 માં આ વિચાર આવ્યો ત્યારે કોમિક બુક્સ માં હોટ અને જાણીતા સુપરહીરો ના રાઇટ્સ (ઉપર કહ્યા પ્રમાણે) માર્વેલ સ્ટુડિઓઝ પાસે ન હતા. અને માર્વેલ પાસે જે રાઇટ્સ હતા એમાં આયર્ન મેન, કેપ્ટ્ન અમેરિકા, થોર, હલ્ક જેવા (એ સમયે) અજાણ્યા અને થર્ડ રેટ કહેવાતા સુપરહીરો જ હતા. પણ એ થર્ડ રેટ સુપરહીરો એક અગત્ય ની ટિમ ના સદસ્ય હતા, જે કહેવાતી હતી ધ એવેંજર્સ, મતલબ સ્પાઈડર મેન ને બાદ કરતા બધા જ ઓરીજીનલ એવેંજર્સ ના ફિલ્મ રાઈટ માર્વેલ પાસે હતા અને એના પર થી એક અલગ જ યુનિવર્સ બનાવી શકાય અને એ આઈડિયા ઉપર માર્વેલ સ્ટુડિઓઝ ના ચીફ આસિસ્ટન્ટ કેવિન ફેઇજ એ કામ કરવાનું ચાલુ કર્યું. વિચાર એવો હતો કે એવેંજર્સ ના દરેક પાત્ર ઉપર એક અલગ ફિલ્મ બને, અને પછી દરેક પાત્ર ને એક “ક્રોસઓવર” કહેવાતી ફિલ્મ માં ભેગા કરે. આ વિચાર નું પહેલું આઉટપુટ હતું 2008 ની આયર્ન મેન, અને 18 ફિલ્મો પછી આ જ વિચાર ની અંતિમ કડી હશે આ ઉનાળે આવનારી એવેંજર્સ-ઇન્ફિનિટી વોર્સ અને આવતા વર્ષે રિલીઝ થનારી એની સિક્વલ જેનું ટાઇટલ હાજી આપવા માં આવ્યું નથી.

Kevin Feige
Kevin Feige – Boss of Marvel Studios- Courtesy: wikipedia

2018 નું આ વર્ષ માર્વેલ સ્ટુડિઓઝ માટે એક માઈલસ્ટોન વર્ષ હશે. કેમકે કેવિન ફેઈજ ના માનસપુત્ર એવા માર્વેલ સિનેમેટિક યુનિવર્સ ને આ વર્ષે 10 વર્ષ પુરા થાય છે, અને 18 ફિલ્મો માં પથરાયેલી વાર્તા ની પુર્ણાહુતી ની શરૂઆત આ વર્ષે થશે. અને જે ફિલ્મ એ પુર્ણાહુતી ની શરૂઆત કરશે એ “ઇન્ફિનિટી વોર” ના ટ્રેલર ને યુટ્યુબ પર સહુથી વધારે જોવાયેલા ટ્રેલર નો રેકોર્ડ તોડ્યો છે.

Avengers Infinity war
Image of final scene of Infinity War trailer- Courtesy: Esquire

એવું નથી કે સુપરહીરો ફિલ્મો માર્વેલ જ બનાવે છે. સોની, ફોક્સ, વોર્નર બ્રધર્સ પણ સુપરહીરો ફિલ્મો વર્ષો થી બનાવે છે. એવું પણ નથી કે માર્વેલ વાળા જ સારી ફિલ્મો બનાવે છે. ટિમ બર્ટન ની પહેલી બેટમેન, ક્રિસ નોલાન ની આખી બેટમેન ટ્રાઈલોજી અને સેમ રાઈમી ની સ્પાઈડર મેન 2 આજ ની તારીખે લોકો અને વિવેચકો બંને ની ફેવરિટ છે. અને DC ની વંડર વુમન પણ એક સારી ફિલ્મ છે. પણ એક સપનું જોવું, એને વળગી રહેવું, એમાં થી 17 થી વધુ સફળ ફિલ્મો બનાવવી અને એને જોડી રાખતું એક સફળ સિનેમેટિક યુનિવર્સ બનાવવું એ કોઈ સહેલું કામ નથી. જો એટલું જ સહેલું હોત તો DC યુનિવર્સ ની 5 માંથી 1 જ ફિલ્મ સફળ ન થઇ હોત અને યુનિવર્સલ સ્ટુડિઓઝ ની ડાર્ક યુનિવર્સ (The Mummy, ફ્રેન્કેન્સટાઈન, ડ્રેક્યુલા જેવા હોરર કેરેક્ટર્સ નું ભેગું યુનિવર્સ) પહેલીજ ફિલ્મ (હમણાં રિબુટ થયેલી The Mummy) માં ઊંધે કાંધ ન પછડાયું હોત.

એક સુપરહીરો ફિલ્મ એની સાથે સંકળાયેલા લોકો ની ભારે મહેનત માંગી લે છે. એ લોકો ના સુપર પાવર્સ, ટેક્નોલોજી થી ભરપૂર સ્યુટ્સ, ક્યારેય વિચારેલી ના હોય એવી ભવ્ય થી ભયાનક સુધી ની સૃષ્ટિઓ, બોલતા પ્રાણીઓ, ચાલતા એલિયન્સ વિચારવા જ એટલા અઘરા છે કે એ વિચાર જ નથી આવી શકતો કે એને પડદા ઉપર કઈ રીતે દેખાડવું એ વિચાર ફિલ્મ ના કલાકારો અને કસબીઓ ને કઈ રીતે આવતો હશે 😉 , અને એ કામ કેટલું અઘરું અને સમય અને શક્તિ ખરચનારું હશે. એ મહેનત એક ફિલ્મ માટે 2-3 વર્ષ સુધી કરવી, એને લોકો સમક્ષ એક્સેપ્ટેબલ રીતે દેખાડવું, એક એવી વાર્તા કહેવી જેનો સ્કોપ એક ફિલ્મ (કે એની સિક્વલ) થી ક્યાંય વધારે હોય અને મોટેભાગે એવી ફિલ્મ લખલૂંટ પૈસા ખર્ચવા છતાં નિષ્ફળ જાય એના ચાન્સ વધારે હોય છે. પણ માર્વેલ એ એ ચાન્સ લીધા છે અને અત્યારે રિલીઝ થયેલી 18 ફિલ્મો નું એવરેજ રેટિંગ 84% છે, અને એમાં સહુથી નબળી ફિલ્મ ને પણ 66% રેટિંગ છે.

પણ માર્વેલ સ્ટુડીઓઝ માં બધું જ સારું થાય છે એવું જરૂરી નથી. જે લોકો એ આ શેર્ડ યુનિવર્સ નું સપનું જોયું હતું, અને જે લોકો એ એમાં જીવ રેડી દીધો હતો એ લોકો એક સમયે માર્વેલ સ્ટુડીઓ ની ક્રિએટીવ કમિટી થી એવા કંટાળ્યા હતા કે એને છોડી જવા સુધી ની તૈયારીઓ કરી હતી. કેવિન ફેઈજ પોતે માર્વેલ સ્ટુડીઓ છોડી જવા ની તૈયારી માં હતો, અને બંને એવેન્જર્સ નો ડીરેક્ટર જોસ વ્હેડન સતત સર્જનાત્મક મતભેદ થી એવો કંટાળ્યો હતો કે  અવેન્જર્સ એજ ઓફ અલ્ટ્રોન પછી તરત જ એણે માર્વેલ સ્ટુડીઓઝ સાથે છેડા ફાડી નાખ્યા હતા.

Joss Wheddon
Joss Wheddon: Directors of Avengers 1 & 2 courtesy: IMDB

માર્વેલ સ્ટુડીઓઝ એના પ્રતિસ્પર્ધી DC કોમિક્સ જેવું નસીબદાર નથી, એમને ને દર વખતે પોતાની સુપરહીરો ફિલ્મો માટે સારા ડિરેક્ટર્સ મળ્યા છે. જયારે માર્વેલ સ્ટુડીઓઝ ને કેનેથ બર્નાઘ(થોર ના ડીરેકટર, જાણીતા શેક્સપીઅરન એક્ટર-ડીરેક્ટર), જો જોનસ્ટન(હની, આઈ શ્રંક ધ કિડ્સ અને જુમાન્જી) અને જોસ વ્હેડન(એવેન્જર્સ, અમુક ફેન ફેવરીટ ફિલ્મો ના લેખક) સિવાય માર્વેલ ક્યારેય જાણીતા ડિરેક્ટર્સ સાથે કામ કરી શક્યું નથી. એક સમયે એડગર રાઈટ જેવો જાણીતો ડીરેક્ટર જેના નામે બેબી ડ્રાઈવર અને શોન ઓફ ધ ડેડ જેવી જાણીતી ફિલ્મો બોલે છે, એ એન્ટ મેન સાથે સંકળાયેલો હતો, પણ એ ય કમિટી ની કનગડત થી કંટાળી ને એન્ટ મેન નું શુટિંગ શરુ થાય એ પહેલા જ ફિલ્મ છોડી ને જતો રહ્યો હતો.

વોર્નર બ્રધર્સ સાથે ક્રીસ નોલન, મેટ રીવ્સ(બહુ વખણાયેલી પ્લેનેટ ઓફ ધ એપ્સ ના ડીરેક્ટર) ડેવિડ આયર, બેન એફલેક, ગેવિન ઓ’કોન્નોર, જેમ્સ વાન  અને ઝાક સ્નાયડર જેવા જાણીતા નામ સંકળાયેલા છે, કેમકે વોર્નર બ્રધર્સ એની ફિલ્મો માં ડિરેક્ટર્સ ને છુટ્ટો દોર આપવા જાણીતા છે. જયારે આ તરફ માર્વેલ સ્ટુડીઓઝ સાથે સંકળાયેલા ડિરેક્ટર્સ ને ઓળખ જ માર્વેલ ની ફિલ્મો થી મળી છે, જે લોકો ના હાથ માં માર્વેલ સ્ટુડીઓઝ નો વર્તમાન અને ભવિષ્ય છે એ સ્કોટ ડેરીકસન, જેમ્સ ગન્ન, રાયન કુગ્લર કે રુસ્સો ભાઈઓ (એન્થની અને જો રુસ્સો) ના નામ પણ આપણે લોકો પહેલી વખત સંભાળીએ છીએ.

Directors Of MCU
Directors Of MCU – Courtesy: Reddit /r/marvelstuios From Top to Bottom -Movie directed by them TOP: Kevin Feige Row 2: Anthony & Joe Russo – Avengers Infinity war & Sequel, Captain America Winter Soldier and Civil War Row 3: James Gunn(L)-Guardians Of The Galaxy 1&2, Joss Wheddon (M) – Avengers 1&2, Jhon Faverau(R)- Iron Man 1&2 Row 4: Joe Jhonston(First)- Captain America, Shane Black(Second)-Iron Man 3, Payton Reed(Third) – Ant-Man and Ant-Man And The Wasp, Kenneth Barnagh(Right)-Thor Bottom (From Left To Right): Louis Leterrier – The Incredible Hulk, Taika Waititi – Thor Ragnarok, Jon Watts – Spiderman Homecoming, Scott Derikson – Dr. Strange, Ryan Coogler – Black Panther, Alan Taylor – Thor The Dark World

અને એટલે જ આ અજાણ્યા નામ હોવા છતાં પણ માર્વેલ સ્ટુડીઓઝ નું વર્તમાન જોરદાર ચાલી રહ્યું છે, અને ભવિષ્ય પણ ઘણું આશાસ્પદ છે. અને હા, આ વાર્તા હજી અહિયાં પૂરી નથી થતી. સંપૂર્ણ કંટ્રોલ હોવા છતાં શા માટે વોર્નર બ્રધર્સ + DC નું ભવિષ્ય એની ફિલ્મો ના કલર ટોન ની જેમ અંધકારમય છે અને શા માટે માર્વેલ હજી આગલો દાયકો આરામ થી કોમિક બુક ફિલ્મો પર રાજ કરશે એ આપણે જાણશું આવતા અંકે….

બોનસ: માર્વેલ સ્ટુડિઓઝ ના દસ વર્ષ ની ઉજવણી નિમિત્તે એની કાસ્ટ અને કૃ એ એક સામુહિક ફોટો સેશન કર્યું હતું એનો એક વિડીયો

 

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here