Black Panther: બ્લેક સુપર હિરોનો જાદુ પથરાઈ ગયો છે આવો એન્જોય કરીએ

2
288
Photo Courtesy: denofgeek.com

eછાપું માટે હિન્દી ફિલ્મોનો રિવ્યુ કોઈ નવી બાબત નથી. પરંતુ હોલિવુડ ફિલ્મોનો રિવ્યુ એ ખરેખર નવી ઘટના છે આ વેબસાઈટ માટે. આજે આ ઉભરી રહેલી વેબસાઈટના કોલમિસ્ટ અને આપણા માટે રેગ્યુલર અલગ અલગ વિષયો પર આર્ટિકલ્સ લખતા  પ્રાપ્તિ બૂચ લઈને આવ્યા છે હોલિવુડ ફિલ્મ Black Panther નો રિવ્યુ. તો આવો માણીએ….

Photo Courtesy: denofgeek.com

Movie Review: Black Panther – 3D(2018)

Release Date: 16/02/2018

Main Character : Chadwik Boseman, Micheal Jordan, Nupita Nyong’o, Danai Gurira, Forest Whitaker, Martin Freeman, Andy Serkis

Earnings till 17/2/2018 : 12.50 Crore * (India)

Plot: Civil War(Captain America) પછી T’Challa (Chadwick Boseman) પોતાના રાષ્ટ્ર  Wakanda માં પાછો ફરે છે. Wakanda એક એડવાન્સ ટેક્નોલૉજી ધરાવનાર આફ્રિકન રાષ્ટ્ર છે જે અત્યાધુનિક હથિયારો અને સાધનો ધરાવે છે. Vibranium (fictional metal, જેનો સૌથી પહેલા 1966 માં Marvel ની Dare Devil કોમિકમાં ઉલ્લેખ કરાયો છે) નામક દુનિયાની સૌથી કીમતી ધાતુ માત્ર Wakanda માં ઉપલબ્ધ છે અને તેની રક્ષા કરવી જરૂરી હોય છે. આટલું જ નહીં સાથે સાથે તેને પોતાના સિંહાસનની પણ રક્ષા જરૂરી છે. T’Challa ને ખબર પડે છે કે તેને સિંહાસનની રક્ષા માટે Eric Killmonger (Micheal Jordan) દ્વારા પડકરવામાં આવ્યો છે. પોતાની ટેક્નોલૉજી એક્સપર્ટ બહેન Shuri (Letitia Wright), તેની ભૂતપૂર્વ પ્રેમિકા Nakia (Nupita Nyong’o), CIA Agent Ross (Martin Freeman), તેની સેનાપ્રમુખ Okoye (Danai Gurira) વિગેરે સાથે મળીને Wakanda ની રક્ષા કરે છે કે નહીં, એ જોવાની મજા તો થિયેટરમાં 3Dમાં જ જોવાની મજા આવશે.

તમને ગમશે: જો ‘સોશિયલ મીડિયા ચૂંટણી’ આવે તો?

My Verdict : ઘણી વાર આપણે રૂટિનમાંથી બહાર નીકળીને આવા કોઈ movie જોવા જઈએ તો જરૂરથી ફ્રેશ થવાય છે. Marvel’s series માં Black Panther એક આગવું સ્થાન ધરાવે છે એ સચોટ રીતે પુરવાર થાય છે. આખી વાર્તા પત્યા પછી એક લિંક આપવામાં આવે છે. એમાં જાતજાતના મેસેજ જોવા મળે છે. પણ અનુમાન કરવું અઘરું છે. 3D માં હોવાથી movie જોવાનો આનંદ અલગ છે. Cinematography ની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર લાગે. Movie માં બેકગ્રાઉન્ડ સ્કોર ધ્યાન ખેંચે એવો છે. એવું લાગે કે આપણે આફ્રિકા સુધી તો પહોંચી જ ગયા.

આફ્રિકન દેશોમાં વગાડવામાં આવે તેવા Traditional instruments નો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. Direction ની દ્રષ્ટિએ કદાચ ભૂલ કાઢવી અઘરી છે. Marvel’s ના movies ની ખાસિયત જ એ છે કે તે આગલા movies સાથે કોઈ ને કોઈ રીતે સંબંધ ધરાવે છે અને આવનારા વર્ષોમાં રિલીઝ થનારા movies નું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે, તેની નોંધ પણ લેવડાવે છે.

Black Panther ની પુરી cast નું સિલેક્શન એક્દમ પરફેક્ટ છે.બધાંએ પોતપોતાના રોલને ખૂબ સરસ રીતે જીવ્યો છે.

મારું Rating :  4/5

ફેમિલી સાથે અચૂક માણવા જેવી ફિલ્મ. 3D માટે આગળની સીટ વધારે યોગ્ય છે. 5th થી 8th રો માં ગમે તે સીટ લઈ શકાય.

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here