GujjuBhai Most Wanted – સિદ્ધાર્થ રાંદેરિયા તમારી કિડનીમાં ફેક્ર્ચર કરી નાખશે

0
366
Photo Courtesy: Promotions Redefined

લોકોએ જેના નાટકો ગોખી કાઢેલા છે અને નાટકો જોયા હોવા છતાં એ જ નાટકોનાં વિડીયો વોટ્સએપ પર મળે ત્યારે ફરી જોઈ જોઇને હસે છે. આમ, જોક કહેવાની કળામાં સિદ્ધાર્થ રાંદેરિયા ને કોઈ પહોચે એમ નથી. એમના જોક્સની એક રીપીટ વેલ્યુ છે. જેમ શાહબુદ્ધિન રાઠોડને સાંભળનારા એમને સાંભળતી વખતે એવું કહે કે હવે પેલો જોક્સ કહોને, બધાએ સાંભળેલો હોય તો પણ શાહબુદ્ધિન રાઠોડ નાં મોઢે એ જોક સાંભળવાની મજા જ કઈક અલગ હોય છે . એજ રીતે સિદ્ધાર્થ રાંદેરિયાનું પણ છે. એમનું સ્ક્રીન પ્રેઝનટેશન એટલું જોરદાર હોય કે તમે ઘરેથી નક્કી કરીને ગયા છો કે નથી હસવું તો પણ મોઢા ઉપર સ્માઈલ આવી જ જાય.

Photo Courtesy: Promotions Redefined

Gujjubhai Most Wanted માં સિદ્ધાર્થ રાંદેરિયા  પોતે  અરવિંદ દિવેટિયા નાં કિરદારમાં છે સિદ્ધાર્થ રાંદેરિયા પોતાના મુવીનું નામ ગુજ્જુભાઈ એટલે રાખે છે કે એમના દરેક મુવી અને નાટકોમાં ગુજરાતી પણું છલકતું હોય છે. શેરબજારથી માંડીને માણેકચોક સુધી દરેક જગ્યાનું ગુજરાતીપણું આ મુવીમાં વર્ણવેલું છે અને તેમના દીકરા તરીકે  છે જીમિત ત્રિવેદી,  જે  ખગેશ દિવેટિયાનાં કિરદારમાં છે. (હવે જ્યાં જ્યાં ખગેશ દિવેટિયા લખેલું આવે ત્યાં સુધારી ને KD વાંચવું કારણકે ખગેશને પોતાનું નામ ગમતું નથી)

તો આ બાપ- દીકરાની જોડી કોઈક કારણોસર Most Wanted હો જાતા હૈ  પણ Most Wanted હોવા છતાં પોતાનું ગુજ્જુપણું મુકતા નથી. ખગેશ (Sorry KD) ટેન્શનવાળા સીનમાં પણ ગુજરાતી તરીકે હોટલમાંથી નીકળતા પહેલા હોટલમાં કોમ્પ્લીમેન્ટરી આપેલા સાબુ, શેમ્પુ, બધું ભેગું કરી લે છે જ્યારે અરવિંદ દિવેટિયા વાતે વાતે ગુજરાતી કહેવતોનો પ્રયોગ જોરદાર રીતે કરે છે. ‘’હાજર સો હથિયાર’’, “ઘો મારવાની થાય ત્યારે ઉકરડામાં જાય”, “બકરું કાઢતા ઉંટ પેઠું’. દરેક સિચ્યુએશન વખતે એક કહેવત તૈયાર જ રાખેલી હોય છે જો સિચ્યુએશન વો હો જાયે તો વો કરને કે લિયે કહેવત કા વો કિયા ગયા હૈ. વળી, જ્યારે તમને થાય કે હવે શું આવશે ત્યારે “હવે તારો વારો” નામના શસ્ત્રનો મસ્ત ઉપયોગ કરીને અરવિંદ અને ખગેશ  (Sorry બાપા KD ) વચ્ચે  ગેમ ચાલુ થઇ જાય અને ઓડીયન્સ પણ રમતું થઇ જાય .

તમને ગમશે: સોશિયલ મીડિયા સાથે યુઝર્સનો હનીમૂન પીરીયડ પૂરો થયો

તેજલ વ્યાસે ઇન્દુ એટલેકે અરવિંદ દિવેટિયાના પત્નીનાં રોલને ન્યાય આપેલો છે. લોકો એમને મુવી પછી અરવિંદ દિવેટિયાના ધર્મપત્ની કરતા વધારે ભાભી તરીકે ઓળખશે . પૂર્વી વ્યાસે ચંદ્રિકાનાં પાત્રમાં એટલેકે સિદ્ધાર્થ રાંદેરિયા નાં સાસુના પાત્રમાં જીવ રેડી દીધો છે. જયેશ મોરેએ પણ  એજન્ટ વિક્રમ વાઘમારેના પાત્રમાં સરસ અભિનય આપ્યો છે અને મુવીએ મુવીએ નીખરતો જાય છે.  સુનીલ વીસરાણી વિષે કહીએ તો આ  નાગડાભાઈના ભગા મજા કરાવે છે.

વૈસે તો હમ તુમકો પુરા મુવી કા સ્ટોરી ભી બતાને વાલા થા પર ઉસમેં ક્યા હૈ કી ફિર મજા નહીં આવતા હૈ મુવી દેખને કા, ઔર રીવ્યુ લિખને બેઠા ના તભી માણેકચોકમેં રશિયન જાસુસને હમલા કર દિયા થા. હમારે ગુજરાતી ભાયડાકો દેશ પહેલા ઔર રીવ્યુ પછી હૈ એટલે રીવ્યુ અધૂરા મુક કે હમ દેશ બચાને ચલા ગયા .

સભી રીવ્યુ પઢને વાલો કો આધા તો ઉપર સે જાતા હોગા ઇસ લિયે મેં તુમકો  ભૂપતમામા કે શબ્દો મેં હમજાવતા હૈ  ‘’ @@@&&&+++%%%@&#*()$& ‘’  હવે તો સમજાઈ જ ગયું હશે. અરે સમજણ અને મગજ સાઈડ ઉપર મૂકીને ફક્ત ઘો મારવાની થાય ત્યારે ઉકરડામાં જાય એ કહેવત જુદી રીતે આ મુવીને લાગુ પડે ગુજરાતી જ્યારે હસવાનો થાય ત્યારે ગુજ્જુભાઈ જોવા જાય! એટલે હમને હાચા રીવ્યુ લિખા હૈ ઔર હાચા હી કહેતા હૈ એવા હૈ તો ઢેબર માં કા હમ ખાકે કહેતા હૈ કી યે મુવી હસાવી હસાવી ને તમારી કિડનીમાં ફેક્ર્ચર કર દેગા.

ટુકમેં મગજ ચલાવ્યા વગર ફક્ત ને ફક્ત હસવા માટે જોવા જવા જેવું મુવી. સિદ્ધાર્થ રાંદેરિયા અને ગુજ્જુભાઈની બ્રાન્ડને આગળ વધારતું આ મુવી બે કલાક ટેન્શન ભૂલી જવા એકવાર તો જોવાયજ. હમારે હિન્દી ઔર અગર/મગર  રીવ્યુ લિખતે વખત હમ સે વો હો ગઈ હો તો વો કર દેના આપ સભી કો મેરી ઔર મુરગન, વિશાખાપટ્ટનમ, ઔર દાઉદ કે સભી આદમીઓ કી ઔર સે  ‘’મિચ્છામી દુક્કડમ’’.

લી – વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here