ઈમરાન ખાન ના ત્રીજીવાર કુબૂલ હૈ, કુબૂલ હૈ, કુબૂલ હૈ પાછળની કહાની

0
427
Photo Courtesy: Twitter

19th ફેબ્રુઆરી, 2018 ની હેડલાઇન હતી, ” ઈમરાન ખાન દ્વારા બુશરા માનીકા સાથે ત્રીજા નિકાહ.” એક્દમ સાહજીક રીતે સૌનું રિએક્શન મળ્યું. “હેં!!! સાચે? ત્રીજા નિકાહ?” કારણ એક જ, 65 વર્ષના ઈમરાન ખાન ના પોતાનાથી લગભગ 17-18 વર્ષ નાની બુશરા સાથે નિકાહ. ઈમરાન ખાન ને તો આપણે એક ઇન્ટરનેશનલ ક્રિકેટ પર્સનાલિટી તરીકે ઓળખીએ છીએ. તેઓ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના ચિફ તરીકે ફરજ બજાવે છે. PTI ના સેંટ્રલ એક્સિક્યુટિવ મેમ્બર મુફ્તી મુહમ્મદ સઈદએ આ નિકાહની વિધિ કરાવડાવી હતી.

ઈમરાન ખાન ના પહેલા નિકાહ 1995 માં બ્રિટિશ બીલીઓનેર્ બાપની દીકરી જેમિમા ગોલ્ડસ્મિથ સાથે થયાં હતાં. જે 9 વર્ષ સુધી ટક્યા અને 2004 માં બંનેએ ડીવોર્સ લઈ લીધા. આ નિકાહથી તેમને બે દિકરા પણ છે.

બીજા નિકાહ ઇમરાન ખાન દ્વારા  TV એન્કર રેહમ ખાન સાથે 2015 માં થયાં જેનું આયુષ્ય માત્ર 10 મહિનાનું હતું.

મજાની વાત તો એ છે કે ઇમરાન ખાન ની પાર્ટી PTI ની પંજાબનાં લોઢરન ડિસ્ટ્રિક્ટમાં ગયા અઠવાડિયે થયેલી ભૂંડી હાર થઇ હતી અને પછી પાર્ટીનું ઈમરાન પર નિકાહ જાહેર કરવા માટે ખાસ દબાણ હતું. કારણ? કારણ કે જનરલ ઇલેક્શન નજીક જ છે.

બુશરા માનીકા કે જે બુશરા બીબી અથવા પિંકી પીરના નામથી ઓળખાય છે, તેને તેના પાછલા નિકાહથી પાંચ બાળકો છે, જેમની સંમતિ પણ આ નિકાહ માટે અનિવાર્ય હતી. પકપાટણ (લાહોરથી 250 kms), કે જે બાબા ફરીદ ગંજ શાકરની પવિત્ર જગ્યા છે, તે જિલ્લામાં રહેતી બુશરા, પોતાના ઉંમરની ચાલીસીમાં પ્રવેશ કરી ચૂકી છે અને છેલ્લા એકાદ વર્ષથી ઈમરાન ખાન સાથે સંપર્કમાં આવી હતી. બુશરા, કે જે એક આધ્યાત્મિક સલાહકાર તરીકે ઓળખાય છે, તેના ઈમરાન ખાનની પાર્ટી વિશેની કેટલીક સચોટ આગાહીને કારણે તેઓ એકબીજાની નજીક આવ્યા હતા.

તમને ગમશે: Facebook થકી થતા લગ્નો વિષે ગુજરાત હાઇકોર્ટનું મંતવ્ય

ગયા મહિને જ ઈમરાન ખાને બુશરા સામે નિકાહનો પ્રસ્તાવ મૂક્યાના સમાચાર વહેતા થયા હતા. પરંતુ ઈમરાન ખાનની પાર્ટીએ તેને નકારી કાઢ્યા હતા. પાકિસ્તાનનાં એક સ્થાનિક અખબારે તો એવો દાવો કર્યો હતો કે ઈમરાન અને બુશરાના નિકાહ તો 1st જાન્યુઆરી, 2018 એ જ થઈ ગયા હતા.

હંમેશા પરદામાં રહેતી બુશરા માટે ઈમરાન ખાનના જણાવ્યા મુજબ, તેઓ જ્યારે પણ બુશરાને મળ્યા હતા, ત્યારે તે પરદામાં જ હતી. તેમણે નિકાહ માટેનો પ્રસ્તાવ પણ બુશરાના પ્રથમ પતિ સાથેના ડીવોર્સ પછી જ મૂક્યો હતો.

શનિવારે રાત્રે પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફના ઓફિશિયલ Twitter Handle પરથી ઈમરાનને તેમના ત્રીજા નિકાહ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના નિકાહના ફોટા પણ શેર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન ઈમરાનની બીજી પત્ની, રેહમ ખાને એવો આક્ષેપ કર્યો હતો કે ઈમરાન અને બુશરા ત્રણ વર્ષથી એકબીજાના સંપર્કમાં છે જ્યારે રેહમ ઈમરાનની પત્ની હતી. તેણે ઈમરાન પર અવિશ્વાસુ પતિ હોવાનો આક્ષેપ કર્યો હતો.

આમ, ઈમરાન ખાનના નિકાહ સાથે આવી અટકળો ચાલી રહી અને એના વિષે પાકિસ્તાનમાં મજાકો પણ ચાલી રહી છે. સત્ય જે હોય તે, પણ 65 વર્ષે ત્રીજા નિકાહનો નિર્ણય લેવા માટે પણ ઈમરાન ખાનને અભિનંદન આપવા રહ્યાં.

અસ્તુ!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here