ગુજ્જુભાઈ Siddharth Randeria સાથે Fry કર્યા Friday ફ્રાયમ્સ

0
826
Photo Courtesy: Promotions Redefined

મિત્રો,  Friday fryms માટે તૈયાર છોને? આજે આપણી સાથે ગુજરાતી નાટકો અને ફિલ્મો સાથે સંકળાયેલા સર્ટિફાઇડ ગુજ્જુભાઈ એટલેકે સ્વયં Siddharth Randeria છે…. તો give him a big round of applause…. Welcome Siddharth Randeria sir…..

Photo Courtesy: Promotions Redefined

Siddharth Randeria :  નીમાને…..

Punkaj pundya : sir…. Sir….. sir….

Siddharth Randeria : નીમાને કહેજો કે બધી વ્યવસ્થા થઈ જશે…. કશી ચિંતા ના કરે… ચાલો ફોન મૂકું છું … હું એક ઇન્ટરવ્યુમાં વ્યસ્ત છું…

Punkaj pundya : (હાશ…. ) Welcome sir……

Siddharth Randeria : થેન્ક યુ…. અને sorry હો… એક સંબંધીનો ફોન હતો… એમના વાઈફ નિમાબેનને તાત્કાલિક ઓપરેશન કરાવવાની જરૂર ઊભી થઈ છે અને એમની આર્થિક સ્થિતિ જરા નબળી છે એટલે મેં બધી મદદ કરવાની ખાતરી આપી…

Punkaj Pundya: અતિ સુંદર….  તમે તમારી આસપાસના લોકો નો ઘણો ખ્યાલ રાખો છો….

Siddharth Randeria : હું મારા ફેન્સનો પણ એટલો જ ખ્યાલ રાખું છું. મારા નાટકોની એક die hard fan છે… Anny મેકવાન…એ મારા બધા જ નાટકો ચૂક્યા વગર જુએ છે અને એને મેં મારી આગામી ફિલ્મના પ્રીમિયર શૉ જોવા માટે પાસ આપવાનું વચન આપેલું… ને તમને તો ખબર છે ને… આપણે “પ્રાણ જાયે પણ વચન ન જાયે”માં માનવા વાળા.. એટલે આજે સવારે જ એને ફોન પર કહ્યું… “એની… જા તને GMW ના પ્રીમિયરના પાસ મળી જશે.” વાત એમ છે કે હું એવું ચોક્કસપણે માનું છું કે આજે હું જે કંઈ છું એ ચાહકો થકી જ છું…  જો દમદાર અભિનય દ્વારા આપણે દર્શકોના દિલમાં સ્થાન ના બનાવી શકીએ તો  નાટક જગતમાં ના ટકી શકીએ.. તમારે વચ્ચે બોલવું હોય તો બોલજો હો…. નહીં તો આ stand up શો બનીને રહી જશે…. પૂછો કંઇ પૂછવું હોય તો…

Punkaj pundya : (વારો આવ્યો ખરો..) sir, તમે ઘણા બધા નાટકોમાં અભિનય કર્યો છે અને હવે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ પદાર્પણ કરી ચૂક્યા છો… શું ફરક છે બંનેમાં?

Siddharth Randeria : આસમાન જમીનનો તફાવત છે બંને વચ્ચે…. ફિલ્મમાં shooting સમયે shot ok ના થાય ત્યાં સુધી કદાચ વધુ મહેનત પડે પણ એક વખત ફિલ્મ રિલીઝ થાય પછી એક સાથે ઘણા બધા સ્ક્રિન્સ પર અને એ પણ કોઈ પણ સમયે કલાકારોની હાજરીની અનિવાર્યતા વગર અને વર્ષો ના વર્ષો સુધી માણી શકાય… જ્યારે નાટકમાં તો જેટલા શો થાય એટલી વખત કલાકારે  સાતત્ય જાળવીને જાતે જ પરફોર્મ કરવું પડે.. આમાં એક ફાયદો ખરો કે અગાઉના શોમાં ક્યાંક કચાશ રહી ગઈ હોય તો એ પછીના શોમાં સુધારાનો અવકાશ મળી રહે… ફિલ્મ્સમાં ભૂલ થાય તો રી ટેકનો ચાન્સ ખરો… જ્યારે નાટકમાં એ મોકો ના મળે એટલે ખૂબ સાવધ રહેવું પડે… નાટકનું ઊંધું કટના થાય છે… એક ધાર્યું ચાલ્યા કરે… વચ્ચે કટ ના મળે..  યોર ટર્ન……

Punkaj pundya : તમારા નાટકોમાં હાસ્યનું નિરૂપણ બહુ સહજતાથી થયેલું હોય છે….

Siddharth Randeria : હાસ્ય મારા લોહીમાં જ છે…. નાનપણથી જ રમૂજી દ્રષ્ટિ કેળવેલી…. મારા નાનપણના એક મિત્રના કાકાનું નામ કૌશિકભાઈ ડેસરા હતું… અમે એમને કાકાકૌઆ કહીને બોલાવતા…

Punkaj pundya : હાહાહાહા…. અને અત્યારે નાટકો દરમ્યાન સ્ટેજ પાછળ પણ આવો જ માહોલ રહેતો હશે ને?

Siddharth Randeria :  સવાલ જ નથી ને?  અમારી ટીમમાં એક જુનિયર આર્ટિસ્ટ છે… એ બોલે ત્યારે કાના અને માત્રાનું બહુ ધ્યાન ના રાખે…. એક વખતે એના કોઈ માસાનો ફોન આવેલો … એમનું નામ હરેશભાઇ… અને આ ભાઈ ફોન પર વારે ઘડીએ હરસ-મસા.. હરસ-મસા  કર્યા કરે…..  ત્યારથી જ્યારે પણ એ ભાઈ અમારા કોઈ પણ ટીમ મેમ્બરને સામે મળે.. તો એવું અવશ્ય પૂછવામાં આવે… “હરસ-મસા” કેમ છે હવે?

Punkaj pundya : ઓહ…. LOL… તમારી નવી ફિલ્મ આવી રહી છે… એ વિશે કંઈક કહેશો?

Siddharth Randeria : એમાં એવું છે કે અમારી પહેલી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટની સફળતા પછી ફિલ્મના દિગ્દર્શક અને અમારા સુપુત્ર એવા ઈશાન આગળ મેં નવી BMW કાર લેવાનો પ્રસ્તાવ મૂક્યો… તો એણે GMW (ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ)ની સ્ક્રિપ્ટ મારા હાથમાં પકડાવી દીધી અને પાછો મારો બેટો મને કહે કે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા હું જ ભજવીશ…. સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મેં એને કીધું…. “तूम अभिनय करना चाहते हो? हीरो बनना चाहते हो???? अभी नय। ईस फिल्म का मुख्य किरदार तो मै ही निभाऊँगा |”

Punkaj Pundya : તમે જ્યારે કોઈ ભૂલને smartly cover કરો છો ત્યારે “વાળ લિયા” બોલો છો…. ખરેખર ખૂબ હસાવે છે તમારી એ સમય સૂચકતા…પણ પ્રશ્ન એ થાય કે આટલા બધા વાળનું તમે કરો છો શું? તમારા ખુદના માથે તો વેરાન છે..

Siddharth Randeria :  હાહાહા…. હવે ઉંમર થઈ…. બાલિશ નથી રહેવું….

Punkaj pundya : હાહાહાહા.. અંતે  કોઈ સંદેશ આપવા ચાહશો?

Siddharth Randeria : હાસ્તો…..  એવું કહેવાય છે કે ફળની ઈચ્છા રાખ્યા વગર કર્મ કરતા રહેવું જોઈએ. પણ હું એવું માનું છું કે ફળની લાલચ ભલે ના રાખીએ પણ કર્મની ડાળ પર ફળ બેસે તો એનું પૂરતું ધ્યાન તો રાખવું જ જોઈએ… ક્યાંક એવું ના બને કે આપણે આંખો મીંચીને કર્મ કરતા રહીએ અને કોઈ તોફાની બારક્સ આપણી નજર ચૂકવીને બધા જ ફળ તોડી જાય….

Punkaj pundya : સુંદર… આપને અને આપની સમગ્ર ટીમને  ગુજ્જુભાઈ most wanted ને ઈશાન સહિત બધી દિશાઓમાં  સફળતા માટે શુભકામનાઓ… All the best…..

Siddharth Randeria : આભાર…..

 

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here