સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ફ્રોડ થી બચો

0
425
Photo Courtesy: redorbit.com

છેલ્લા કેટલાક સમયથી ભારતીય અર્થતંત્ર ને બડે નામ ખોટે દર્શન વાળા લોકોથી સારો એવો ફટકો પહોંચ્યો છે. આમ તો હર્ષદ મેહતા, રામલિંગા રાજુ (સત્યમ સ્કેમ ફેઈમ). લલિત મોદી, વિજય માલ્યા વગેરે વગેરે થી ચાલી આવતી યાદીમાં હવે બે નવા નામ નીરવ મોદી અને વિક્રમ કોઠારી ના ઉમેરાયા છે. આ લોકોતો ખુબ જ મોટા માથાઓ છે અને આશા રાખીએ કે આપણી વર્તમાન સરકાર તેમના સામે કડક પગલાં ભરે અને દેશની જનતા સમક્ષ એક ઉદાહરણ મૂકે. આજે આપણે આ લોકોની વાત નથી કરવી પણ સોશિયલ મીડિયામાં કઈ રીતે અફવાઓ ફેલાતી  હોય છે અને કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે તે વિષે વાતો કરશું.

Photo Courtesy: redorbit.com

તમે ફેસબુક, ટ્વીટર અથવા વોટ્સએપ પર ઘણી વખત વાંચ્યું હશે કે “Emirates Airlines is celebrating & giving 2 Return Airtickets. To Claim your tickets click here” આવો મેસેજ હોય અને પછી એક વેબ લિંક હોય. જેના પર ક્લિક કરો એટલે તમારી થોડી માહિતી પૂછે અને પછી Page બંધ થઇ જાય. હવે સામાન્યતઃ જે ઓછું ભણેલા છે અથવા તો સોશિયલ મીડિયા પર નવું એડમિશન છે એ લોકો તરત જ ભોળવાઈ જાય અને પોતાની જેટલી ડિટેલ્સ પૂછે એ બધી જ લખી નાખે, છેલ્લે કશું મળે નહિ એટલે નિસાસો નાખી અને હતાશ થઇ જાય. હકીકતે આ તમામ પ્રકારના મેસેજીસ માત્ર અને માત્ર અફવાઓ છે અથવાતો Scam છે, જેમાં તમારી ખાનગી માહિતી એકત્ર કરવામાં આવે છે અને પછી એ માહિતીનું વહેંચાણ કરવામાં આવે છે.

માહિતીનું વહેંચાણ થયા થી જ વાત નથી અટકતી, તમે જે લિંક ક્લિક કરો છો તે જ લિંક તમારા જે-તે સોશિયલ મીડિયામાં રહેલ કોન્ટેક્ટ્સ સુધી તમારા નામ સાથે તેની જાતે જ પહોંચી જાય છે અને આ રીતે આ લિંક વાયરલ થતી હોય છે. જો ભૂલે ચુકે આવી લિંક પર ક્લિક થઈ જાય તો તાત્કાલિક નવા ખુલેલા Web Page ને બંધ કરવું તથા શક્ય હોય તો Application બંધ કરી અને ફરી રિસ્ટાર્ટ કરવી. જો તેમ છતાં પીછો ન છોડાવી શકો તો Application Uninstall કરી ફરી Install કરવી તથા દરેક પાસવર્ડ બદલી નાખવા.

નોકરી ની ઓફર, Business Proposal તથા Lucky Draw

તમે તમારું મેઈલ બોક્ષ ચેક કરશો તો તેમાં SPAM ફોલ્ડરમાં તમને નોકરી આપતા, Business Proposal Offer કરતા તથા લાખો મિલિયન ડોલરના ઇનામોના મેઈલ મળશે. આ તમામ મેઈલને વધુ આકર્ષિત કરવા તેમાં Microsoft, Apple, Samsung, Maruti Suzuki, Pepsi વગેરે વગેરે જેવી કંપનીઓના નામ પણ ઉમેરવામાં આવે છે. આ તમામ પ્રકારના મેઈલ નો હેતુ માત્ર અને માત્ર અફવાઓ ફેલાવીને  છેતરપિંડી કરવાનો જ હોય છે અને એમનો એક માત્ર ઉદ્દેશ્ય એ હોય છે કે તમારી પાસેથી પૈસા કઈ રીતે પડાવવા. તમને મળેલા મેઈલનો પ્રતિઉત્તર આપતા જ તેઓ તમારી પાસે એ બધી માહિતી માંગશે કે જેનાથી ભોળા માણસને એક વખત તો વિશ્વાસ આવી જ જાય અને તેમની વાતોમાં ભેળવાય જાય. મોટી મોટી રકમ દાનમાં આપવા અથવા તો નોકરી માટે તમને રજીસ્ટ્રેશન ફી અથવા તો ફંડ ટ્રાન્સફર કરવા તેનો ચાર્જ અમુકતમુક રૂપિયા થશે તેમ કહીને એક બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવે જેમાં તમે પૈસા ભરો તે પછી થોડા સમયમાં તમને થોડા વધુ રૂપિયા ભરવા કહેવાય અને જે ઘડીએ તમને ખબર પડે કે તમારી સાથે છેતરપિંડી થઇ છે તે સાથે જ તમને આવતા E-Mail બંધ થઇ જાય છે. શક્ય હોય ત્યાં સુધી આવા કોઈ જ મેઈલનો જવાબ આપવો જ નહિ, કેમ કે કોઈ પણ વ્યક્તિ અથવા કંપની જેને તમારી સાથે કોઈ જ સંબંધ નથી એ તમને ક્યારેય લાખો ડોલર દાનમાં નહિ આપે અને કોઈ કંપની અમસ્તા જ, તમે ક્યારેય ત્યાં Job માટે Apply નથી કર્યું તે તમને તગડા પગાર ધરાવતી નોકરી ઑફર નહિ કરે. જો ક્યારેય પણ આ પ્રકારના ષડયંત્રમાં ફસાઈ જાઓ તો તાત્કાલિક તમારા શહેરના Cyber Cell ની મુલાકાત લો અને જે-તે વ્યક્તિ અથવા E-Mail ID વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરો.

અન્ય ખાસ અફવાઓ

હમણાં તાજેતરમાં જ જયારે આ નીરવ મોદીનું Punjab National Bank કૌભાંડ બહાર આવ્યું ત્યારે કોઈ સળીખોર ભેજાબાજે એવી અફવા તરતી મૂકી દીધેલી કે Punjab National Bank દ્વારા તમામ ખાતાઓ Freeze કરવામાં આવ્યા છે તથા તમામ ખાતેદારોને માત્ર ૩૦૦૦ રૂપિયા જ ઉપાડવા દેવાશે. આ મેસેજ ક્ષણભરમાં એટલો વાયરલ થયો કે અંતે બેન્ક દ્વારા આ મામલે નોટિસ મુકવામાં આવી અને ઉપરોક્ત મેસેજ માત્ર અફવાઓ ના ભાગરૂપે જ  છે તેવું કહેવું પડ્યું.

આ સિવાય Pepsi અથવા તો અન્ય સોફ્ટ ડ્રિંક્સની કંપનીમાં કામ કરતો કોઈ વ્યક્તિ AIDS પીડિત છે અને તેણે પોતાનું લોહી Soft Drinks માં ભેળવી દીધું છે અને આ ખબર NDTV પર પણ પ્રસારિત થઇ છે એટલે જે-તે કંપનીનું Soft Drink પીવાનું ટાળો. આ પણ એક પ્રકારનું નર્યું ગપ્પુ જ છે અને સોશિયલ મિડિયા પર ફેલાતી અનેક અફવાઓ માંથી એક છે એટલે આવા કોઈ જ મેસેજ પર ધ્યાન ન આપવું એ જ હિતાવહ છે.

અન્ય એક વારંવાર આવતી અફવાઓ એવું કહે છે કે BBC અને NASA દ્વારા એવું જાહેર કરાયું છે કે મધ્યરાત્રિના ૧૨ થી ૩ વાગ્યા વચ્ચે પૃથ્વી પર કોસ્મિક કિરણો પ્રવેશ કરશે જે તમારા મોબાઈલને નુકશાન પહોંચાડશે માટે આ સમય દરમ્યાન તમારો ફોન બંધ કરી દેવો. આ પણ ટાઢા પહોરનું નર્યું ગપ્પુ જ છે અને આવા મેસેજ પણ તાત્કાલિક ડીલીટ કરી દેવા હિતાવહ છે.

આજના આર્ટિકલ વિષે કનકલ્યુઝન તરીકે એટલું કહી શકું કે જો આપણે થોડી સાવચેતી અને સામાન્ય બુદ્ધિ વાપરીએ તો આપણી સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થાય એ શક્ય નથી. તમને આવતા આ પ્રકારના તમામ અફવાઓ ફેલાવતા મેસેજ, ઈ-મેઈલ વિષે બે વખત ચકાસણી કર્યા બાદ જ  તેનો પ્રતિઉત્તર આપવો. કોઈ પણ અજાણ્યા વ્યક્તિને તમારી કોઈ પણ પ્રકારની માહિતી આપતા પહેલા પૂર્ણ ખાતરી કરી લો કે માહિતી આપ્યા બાદ તમને આર્થિક નુકશાન તો સહન નહિ કરવું પડેને.

અત્યંત મહત્વનો આર્ટિકલ હોઈ આપના મિત્રો તથા સ્નેહીજનો સુધી આ આર્ટિકલ પહોંચે તેવું કરજો જેથી દિવસ રાત મહેનત કરીને પૈસા કમાતા વ્યક્તિ કોઈ ગેરમાર્ગે ન દોરાય તથા તેમને કોઈ નુકશાન ન થઇ જાય.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here