એપ્રિલ આવશે અને મુંબઈમાં રચાશે Hulahoop નો અનોખો વર્લ્ડ રેકોર્ડ

0
377
Photo Courtesy: Shilpa Ganatra

કોઇપણ પ્રવૃત્તિને વિશ્વસ્તરે પહોંચાડવી હોય તો વિશ્વવિક્રમ બનાવવો પડે. હવે કોઇપણ વિશ્વવિક્રમ બનાવવો એ કાચાપોચાનો ખેલ તો નથી જ પણ વિશ્વવિક્રમ બનાવવાનું બીડું ઉપાડવું એ પણ બહુ વિચાર માંગી લે તેવી વાત છે. આવું જ બીડું ઉપાડ્યું છે યુથ ઝોન એકેડમીના ચેરમેન શિલ્પા ગણાત્રાએ. 15મી એપ્રિલે મુંબઈમાં ડાન્સ આર્ટનો એક ભાગ એવા Hulahoop નો એક વર્લ્ડ રેકોર્ડ રચાવા જઈ રહ્યો છે અને આ વર્લ્ડ રેકોર્ડ સ્થપાય તેની સઘળી જવાબદારી શિલ્પા ગણાત્રાએ લીધી છે.

Photo Courtesy: Shilpa Ganatra

આ Hulahoop ઇવેન્ટને શિલ્પાબેન અને એમની યુથ ઝોન એકેડમીએ ‘Hulahoop ઉત્સવ’નું નામ એકદમ યોગ્ય રીતે જ આપ્યું છે, કારણકે અહીં ડાન્સના આ વિભાગનો ઉત્સવ જ મનાવવામાં આવનાર છે.  મુંબઈના કાંદીવલી ઇસ્ટમાં આવેલી કન્ટ્રી ક્લબમાં 15 એપ્રિલે સાંજે પાંચ વાગ્યાથી આ ઉત્સવ શરુ થશે. આ દરમ્યાન મુંબઈ અને ગુજરાતના કેટલાક સ્થળોથી બાળકો અને અન્ય કલાકારો Hulahoop ને વિવિધ પ્રકારે રજૂ કરશે અને તે પણ વિશાળ સંખ્યામાં.

આ તમામ બાળકો અને કલાકારો Hulahoop ને અલગ અલગ ‘પ્રોપ્સ’ સાથે રજુ કરશે અને આ દરમ્યાન તેઓ ઘુમર, બોલિવુડ, હીપ-હોપ અને અન્ય ડાન્સ ફોર્મસનો ઉપયોગ કરશે. ટૂંકમાં કહીએ તો જ્યારે પણ આ Hulahoop નો ઉત્સવ આપણી નજર સમક્ષ ઉજવાઈ રહ્યો હશે ત્યારે એક અનોખું દ્રશ્ય જ આપણને અનુભવવા મળશે.

તમને ગમશે: iPhone ની સળી કરતી Samsung ની નવી એડ

હવે જ્યારે એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આટલા વિશાળ પાયે આયોજન થયું હોય ત્યારે એ વર્લ્ડ રેકોર્ડની નોંધ કોણ કરશે એ જાણવામાં પણ આપણને બધાને રસ હોય જ. તો આ ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો હશે ત્યારે ધ ચેમ્પિયન બુલ વર્લ્ડ રેકોર્ડ્સ અને સુપ્રિમ વર્લ્ડ રેકોર્ડ્સ અવોર્ડસના પ્રતિનિધિઓ આ સમયે હાજર રહેશે અને તેઓ પોતાની રેકોર્ડ બુક્સમાં આ આ સમગ્ર ઇવેન્ટની નોંધ કરશે.

કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે એક તરફ આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની વાત કરી રહ્યા છીએ પરંતુ બીજી તરફ આ ઇવેન્ટમાં ભાગ લેનાર દરેક ડાન્સરને પોતાની કમરને Hulahoop ના તાલ સાથે માત્ર ત્રણ જ મિનીટ હલાવવાની છે. એટલે માત્ર ત્રણ મિનીટની મહેનત અને તમારું નામ એક વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઇ જશે.

Hulahoop ફેસ્ટિવલમાં મુંબઈના માતબર અખબાર જન્મભૂમિ સાથે તમારું eછાપું પણ ડિજીટલ પાર્ટનર તરીકે જોડાયું છે!

તમને પણ જો ડાન્સનો શોખ હોય અને તમને એવું લાગતું હોય કે તમે Hulahoop ના તાલ સાથે જરૂરી તાલ માત્ર ત્રણ મિનીટ્સ માટે મેળવી શકો છો, તો તમારી પાસે આ વર્લ્ડ રેકોર્ડનો ભાગ બનવાની એક તક છે. આ માટે તમારે યુથ ડાન્સ એકેડમીના ચેરમેન શિલ્પા ગણાત્રાને નીચે આપેલા નંબરો પર સંપર્ક કરવાનો રહેશે.

99206-65501 અથવાતો 88509-59601 (Shilpa Ganatra)

તો ઓલ ધ બેસ્ટ!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here