લ્યો કેનેડાએ પણ નોટબંધી જાહેર કરી; ભારતે આપેલું કારણ જ જવાબદાર

0
415
Photo Courtesy: tqn.com

ભારત પછી હવે કેનેડાએ પણ નોટબંધી એટલેકે Demonetization ની જાહેરાત કરી છે અને મજાની વાત એ છે કે કેનેડાની ફેડરલ ગવર્મેન્ટે આ પગલું ભરવા પાછળનું કારણ પણ લગભગ એ જ આપ્યું છે જે ભારત સરકારે 2016ના નવેમ્બરમાં આપ્યું હતું. જો કે કેનેડિયન સરકારની નોટબંધીની જાહેરાત આપણી જેમ નાટકીય ન હતી. મંગળવારે કેનેડાની સરકારે ત્યાંની સંસદમાં ફેડરલ બજેટ ઘોષિત કર્યું તેમાં આ નોટબંધી જાહેર કરી હતી.

Photo Courtesy: tqn.com

આ જાહેરાત અનુસાર હવેથી કેનેડામાં હાલમાં ચાલી રહેલી 1,000 અને 500 ના મૂલ્યની કેનેડિયન ડોલર્સની ચલણી નોટો કાયદેસર ગણાશે નહીં. આટલુંજ નહીં 1935માં છપાયેલી અને હવે કોઈકવાર જ જોવા મળતી 25 ડોલર્સની અને દાયકાઓ અગાઉ છાપવામાં આવેલી 1 અને 2 ડોલર્સની નોટોએ પણ કાયદેસરની માન્યતા ગુમાવી દીધી છે.

ભારતમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી ત્યારથી આજસુધી વિપક્ષો તેને બિનજરૂરી પગલું ગણાવતા આવ્યા છે પરંતુ આમ કરવા પાછળ મોદી સરકારે જે કારણ આપ્યું હતું એ જ કારણ કેનેડાની સરકારે પણ પોતાની નોટબંધી જાહેર કરતી વખતે આપ્યું છે. કેનેડાની સરકારનું પણ એમ જ કહેવું છે કે આ પ્રકારની મોટા મૂલ્યની નોટોનો વધારે પડતો ઉપયોગ ક્રિમિનલ્સ, કરચોરો અને મની લોન્ડરિંગ કરનારા લોકો જ કરે છે અને આથીજ તેને બંધ કરી દેવી યોગ્ય છે.

તમને ગમશે: લાખ રુપેડી નો iPhone થયો હેક! જાણો કેમ?

ભારતની અને કેનેડાની નોટબંધીમાં તાત્વિક ફરક માત્ર એટલોજ છે કે જે પણ કેનેડિયન નાગરિક પાસે ઉપરોક્ત ચલણી નોટો છે એમને પરત કરવા માટે કોઈજ સમયસીમા બાંધવામાં આવી નથી. કેનેડાની રિઝર્વ બેન્ક કહી શકાય એવી બેન્ક ઓફ કેનેડાએ કહ્યું છે કે જે કોઇપણ વ્યક્તિ પાસે આ નોટો હોય તે પોતાના નજીકના ફાયનાન્શિયલ ઇન્સ્ટીટ્યુશન (એટલેકે બેન્કો વગેરે) માં જઈને ભરી આવે અને અમુક સમયબાદ કદાચ તેમને આ નોટો બેન્ક ઓફ કેનેડામાં સીધા જ ભરવાનું કહેવામાં આવશે. બેન્ક ઓફ કેનેડાએ જોકે એમ પણ કહ્યું છે કે દેશનો નાગરિક જો ઈચ્છે તો આ નોટોને પોતાના ઘરમાં કાયમ માટે રાખી પણ શકે છે.

Photo Courtesy: huffingtonpost.ca

એક બીજો ફરક આપણી અને કેનેડાની નોટબંધીમાં એવો પણ છે કે સામાન્યતઃ કેનેડાના બંધારણ અનુસાર ભારતની જેમ સરકાર પાસે એવો અધિકાર નથી કે તે આ પ્રકારે ચલણી નોટો પર પ્રતિબંધ મૂકી શકે. આથી કેનેડિયન સરકારે સંસદ પાસે આ પગલાંની મંજૂરી લેવી પડશે. એટલે ત્યાંસુધી કેનેડાના નાગરિકો રાહ પણ જોઈ શકે છે કે તેમણે આ નોટો બેન્કમાં જમા કરવી કે નહીં.

આમ તો કેનેડાએ 1000 ડોલરની નોટો છાપવાની વર્ષ 2000થી જ બંધ કરી દીધી હતી પરંતુ બેન્ક ઓફ કેનેડાના એક અંદાજ અનુસાર વર્ષ 2012માં 1000 ડોલરની લગભગ 1 મિલિયન નોટો સર્ક્યુલેશનમાં હતી. કેનેડાના અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ઉપરોક્ત સંખ્યાની નોટ્સ મોટેભાગે કેનેડિયન ક્રિમિનલ્સના કન્ટ્રોલમાં જ હતી.

ભારતમાં પણ આર્થિક ગુનાઓ તેમજ આતંકવાદી અને નક્સલવાદી પ્રવૃત્તિઓમાં લિપ્ત લોકો પાસે મોટી સંખ્યામાં મોટા ચલણની નોટો હોવાના કારણે નોટબંધી લાગુ કરવામાં આવી હતી. હવે જો કેનેડામાં એ જ કારણસર નોટબંધીનો નિર્ણય સાચો હોય તો ભારતમાં તે ખોટો કેવી રીતે હોઈ શકે?

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here