2018માં દિલ્લી ના ઓટો એક્સ્પો માં સાઉથ કોરિયન કાર બનાવતી Hyundaiએ હાલ માં હેચબેક Elite i20 નું ફેસલિફ્ટ લોન્ચ કર્યું. ભારતમાં હેચબેક સેગ્મેન્ટ ની કાર લોકો અમસ્તી પણ વધારે પસંદ કરે છે. આમ જોઈએ તો આ સેગ્મેન્ટ માં i20 ને ટક્કર આપવા માટે હોન્ડા ઝેઝ, મારુતિ પ્રીમિયમ સેગ્મેન્ટ ની બલેનો, અને મારુતિની જ 2018 સ્વિફ્ટ ઓલરેડી બજારમાં છે જ. i20 અંગે વધારે વાત કરીયે અને આગળથી શુરુઆત કરીયે તો, બમ્પરને નવું ડિઝાઇન કરવા માં આવ્યું છે સાથે ત્રિકોણકાર ફોગલૅમ્પ સાથે હવા નીકળવા માટે જગ્યા મુકવામાં આવી છે જે કાર ને એરોડાયનામિક બનાવવામાં વધારે મદદ રૂપ થઇ શકે છે એવું કંપનીનું કહેવું છે.

ફ્રન્ટ પરનાં ફેરફારોને શોધવા મુશ્કેલ છે. i20 પાસે પહેલાથી જ એક વિશાળ ષટ્કોણ ગ્રિલ હતું તેથી હકીકત એ છે કે હવે તે થોડી કર્વ બનાવવામાં આવી છે અને હવે એ વર્લ્ડવાઈડ બધી Hyundai ની કારમાં લગભગ સરખી જોવા મળે છે. દિવસ દરમિયાન ચાલુ રહેતી એલઈડી લાઈટ સાથે નવા પ્રોજેક્ટર હેડલેમ્પનો ઉમેરો કરવામાં આવ્યો છે. સાઈડ પ્રોફાઈલની વાત કરીયે તો આઉટ સાઈડ મિરર સિવાય અહીં બહુ ખાસ ફેરફાર નથી કરવા માં આવ્યો. પાછળની સાઈડ માં ટેલગેટ, ટેલ એલઈડી લાઇડ, બમ્પર ને રી-ડીઝાઈન કરવા માં આવ્યા છે.
તમને ગમશે: Google Pixel 2 ની અંતરંગ માહિતી જાણીએ
હવે આપણે અંદર ની વાત કરીયે તો તમને નવું શોધવામાં થોડીક તકલીફ થશે, કેમ કે અહીં કઈ ખાસ બદલાવ જોવામાં નથી આવી રહ્યા. સીટ નવા ફેબ્રિક સાથે મળશે, અમુક નવી સ્વિચ અને તમને મળશે 7 ઈંચ ની આઇપીએસ ડિસ્પ્લે, ઓડિયો, નેવિગેશન, એન્ડ્રોઇન્ડ ઓટો અને એપલ કાર પ્લે ની સાથે નું ડેશ બોર્ડ. રિઅર એસી વેન્ટ સાથે યુએસબી ચાર્જિંગ પોઇન્ટ પણ મળશે. સાથે 16 ઇંચ ના રિઝીઝાઈન કરેલા આગળ અને પાછળ 195/55 R16, 195/55 R16 એલોય વ્હીલ્સ જે કાર ને વધારે હેન્ડસમ દેખાવ આપે છે સાથે આગળ ડિસ્ક અને પાછળ ડ્રમ બ્રેક આપવા માં આવ્યા છે અને 285 લિટરે નું બુટ સ્પેસ કંપની દ્વારા આપવા માં આવ્યું છે.
નવી i20 માં સુરક્ષા માટે 2 એરબેગ અને એબીએસ બધા જ મોડેલ માં હવે થી મળશે. જયારે સાઈડ કર્ટેન એરબેગ, ઓટો હેડલેમ્પ , રિઅરવ્યુ કેમેરા, સ્માર્ટ કી, Cornering લૅમ્પ, Voice Recognition જેવી સુવિધાઓ ટોપ મોડેલ માં જ મળશે. હવે જોઈએ આ નવી i20 નું એન્જીન. તમને i20 માં 1.2 લીટર નું 5-સ્પીડ પેટ્રોલ 83 પીએસ ના પાવર સાથે અને 1.4 લીટર 6-સ્પીડ ડીઝલ 90 પીએસ ના પાવર સાથે મળશે અને એક સંભાવના પ્રમાણે CVT પેટ્રોલ માં પણ Hyundai તેને લોન્ચ કરશે. આમ જોઈએ તો આ નવા મોડલમાં મેકેનિકલી કઈ ખાસ બદલાવ કરવા માં આવ્યા નથી. પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 40 લીટર ની ફ્યુલ ટેન્ક મળશે, પણ Hyundai ના કહેવા પ્રમાણે હવેથી 9% માઈલેજ વધારે મળશે.
જ્યારથી ભારત માં i20 લોન્ચ કરવા માં આવી ત્યાર થી એન્જીન સિવાય નાના મોટા ફેરફાર સમયાંતરે જોવા મળતા જ રહ્યા છે, હ્યુન્ડાઇ ની બધી જ કાર ચલાવવા માં મનને આનંદિત કરવા માટે પ્રખ્યાત છે, સેલ્સ પછી સર્વિસ નેટવર્ક પણ સારું છે. નવી i20 5,34,000* થી શુરુઆત પેટ્રોલ અને 9,15,000* ડીઝલ ટોપ વેરિએન્ટ અમદાવાદ ના ભાવ મુજબ મળશે.
(*ભાવ માં ફેરફાર હોઈ શકે છે, કિંમત એક્સ શોરૂમ)
eછાપું