Social Media અને સ્ત્રી સુરક્ષા અત્યારસુધી વણચર્ચાયેલો વિષય

0
372
Photo Courtesy: hootsuite.com

પાછળના આર્ટિકલમાં જ આપણે Social Media પર થતા SCAM અને Frauds વિષે ચર્ચા કરી હતી. આ સપ્તાહે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવે છે ત્યારે મહિલાઓને લગતી થોડી વાત કરવી ખુબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર મહિલાઓનો એક અલગ જ દબદબો છે. Facebook, Twitter, Instagram પર અઢળક followers ધરાવતી મહિલાઓએ હવે સોશિયલ મીડિયાને એક કમાણીનું સાધન પણ બનાવી લીધું છે. SEO હોય કે Paid Marketing અથવા તો ઘરે બેઠા Handmade Gifts નું વહેંચાણ થાય છે, Online Cooking Classes પણ ચાલે છે. પરંતુ અત્યારસુધી Social Media પર સ્ત્રી સુરક્ષા અંગે આપણા દેશમાં ખાસ ચર્ચા નથી થઇ એટલે આજે આપણે મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં Social Media કઈ રીતે ઉપયોગી થઇ શકે તે વિષે વાતો કરશું.

Photo Courtesy: hootsuite.com

Social Media અને કમાણી

ઉપર લખ્યું તે મુજબ મહિલાઓ ઘરેબેઠા Social Media માંથી બહુ સરળતાથી કમાણી કરી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ભારતમાં પણ Work From Home નો ટ્રેન્ડ ચાલુ થયો છે, જોકે એમાં સમયસર આવક અને કામની ખાતરી બહુ ઓછા લોકો આપે છે એટલે જ્યાં સંપૂર્ણ ભરોસો હોય ત્યાં જ લશ્કર લડાવવું એવું અમારું માનવું છે. મહિલાઓ ઘરે બેસીને જ Data Entry, Search Engine Optimizer એટલે SEO, Handmade Gifts, Paid Marketing અને Paid Review જેવા કામ કરી અને અઢળક કમાણી કરી શકે છે. Amazon, Flipkart, Bookmyshow જેવી મોટી કંપનીઓમાં સતત એવા લોકોની જરૂરિયાત રહેતી હોય છે જેઓ Content Writter તરીકે કામ કરી શકે અને તેમની Products વિષે થોડા સમયમાં ઘણું બધું લખી શકે. આ સિવાય Trivago અથવા તો Trip Advisor અને અન્ય મહિલાઓને લગતા પરિધાન ની sites પર તેમના વિષે અથવા કોઈ ખાસ સબ્જેક્ટ આપવામાં આવે તેના પર લખી શકે તેવા લોકોની હંમેશા જરૂરિયાત રહેતી હોય છે જ્યાં જો તમારું શબ્દભંડોળ સારું હોય તો સરળતાથી તમને અનુકૂળ પડે તેવા સમયે તમે કામ કરી અને નામ અને દામ બંને કમાઈ શકો છો.

Social Media અને Women Safety

છેલ્લા કેટલાય સમયથી મહિલાઓની સુરક્ષા બાબતે આપણે ખુબ જ સભાન થયા છીએ તેમ છતાં લગભગ દરરોજ આપણને મહિલાઓ પર થતા દુષ્કર્મ અથવા છેડતી વિશેના સમાચાર જાણવા મળતા જ હોય છે. આ તમામ દુષ્કર્મો અથવા છેડતી અટકાવવા માટે Social Media પણ ખુબ સજાગ બન્યું છે અને અઢળક નવી Applications આવી ચુકી છે જે મહિલાઓને ખુબ જ મદદરૂપ થઇ શકે છે.

My Safetypin

Google Play Store પર સહુથી વધુ Ratings આ Application ને મળેલા છે. આ Application GPS Supported છે જેના દ્વારા તમે કોઈ એક Destination થી બીજા Destination જવાનો Safe Route તમે જોઈ શકો છો આ સિવાય GPS તેના Background માં Application ચાલુ હોવાને લીધે જયારે તમે કોઈ Unsafe જગ્યા પર પહોંચો તે સાથે જ તમને તથા તમારા Friends અને Family ને તે જગ્યાનું Location તથા Alert તાત્કાલિક રીતે મળી જાય છે. મેટ્રો સીટી માં રહેતા હોય અને કોઈ ડિસ્કો કે ક્લબમાં જવાનું વિચારતા હોય તો ત્યાં તમારી safety કેટલી છે તેનું રેટિંગ પણ આ Application થી મળી જશે. તમે કોઈ નવા શહેરમાં Move થઇ રહ્યા છો ત્યાં પણ તમારી safety વિષે આ Application તમને પૂરતી માહિતી પુરી પાડશે.

આ સિવાય Himmat, VGumrah, Raksha જેવી અઢળક Applications છે જે મહિલાઓની સુરક્ષા કરવા માટે કાબિલ છે. તાજેતરમાં જ Whatsapp દ્વારા પણ Live Location Sharing નો વિકલ્પ આપવામાં આવ્યો છે જે મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ ખરેખર ખુબ જ મદદરૂપ થઇ શકે છે.

Social Media & Eve Teasing

અત્યાર સુધી રસ્તે જતી સ્ત્રીઓની છેડતી આપણે ત્યાં થતી હતી પરંતુ નવા જમાના મુજબ હવે Social Media પર પણ સ્ત્રીઓની સતામણી થતી હોય છે. જો તમે Facebook, Twitter કે Instagram પર હશો તો તમને Friend Request સતત મળતી જ હોય છે અને માત્ર Request થી વાત અટકતી નથી, Request Accept કરો એટલે મેસેજ ચાલુ થાય અને પછી જ્યાં સુધી તમે Block ના કરો ત્યાં સુધી અટકતું નથી, અહીંયા હું એમ નહીં કહું કે તમને આવતી બધી જ Request ખરાબ લોકોની હશે પણ અહીંયા 100 એ 10 કે 15 લોકો સારા નીકળતા હોય છે એટલે તમામ Social Network પર શક્ય હોય ત્યાં સુધી અંગત રીતે જાણીતા લોકોને જ Add કરો અથવા તો જો આડેધડ Add કરો તો પણ તમારો ફોન નંબર અથવા તો અન્ય કોઈ માહિતી ત્યાં સુધી ન આપો જ્યાં સુધી તમને જે-તે વ્યક્તિ પર પૂર્ણ ભરોસો ન થઇ જાય.

આપણે આજકાલ કઈ પણ કરીયે તે વિશેના ફોટોગ્રાફ્સ અચૂક મુક્ત હોઈએ છીએ તો તે ફોટોગ્રાફ્સનો કોઈ ગેરફાયદો ન ઉઠાવે તે માટે શક્ય હોય ત્યાં સુધી તેમાં પણ Privacy Settings રાખો જેથી તમારા અંગત રીતે જાણીતા લોકો સુધી જ તમારા ફોટોગ્રાફ્સ પહોંચી શકે. થોડા સમય પહેલા જ Facebook દ્વારા પણ આ મામલે પગલું ભરવામાં આવ્યું છે અને હવે તેઓ તમારા Profile Picture ને Guard આપે છે જેથી તમારા મિત્ર પણ તમારા તે Photo ને Save પણ ન કરી શકે અને તેનો Screenshot પણ ન લઇ શકે.

ફાઇનલ કનકલ્યુઝન તરીકે એટલું ચોક્કસપણે કહી શક્ય કે સોશિયલ મીડિયા પર મહિલાઓ સુરક્ષિત રીતે તેની મજ્જા પણ લઇ શકે છે અને ત્યાંથી નામ અને દામ બંને કમાઈ શકે છે, અલબત્ત થોડું ધ્યાન રાખીને. ક્યારેય પણ તમને કોઈ વ્યક્તિથી Social Media પર કોઈ તકલીફ થાય તો તમે તત્કાળ જે-તે વ્યક્તિને બ્લોક પણ કરી શકો છો તથા તમે Cyber Cell અને મહિલા સુરક્ષા વિભાગમાં ફરિયાદ નોંધાવી શકો છો.

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here