35 લાખ યુનિટ્સથી પણ વધુ વેંચાયેલી Maruti Alto એ ઘણું સહન કર્યું છે

1
489
Photo Courtesy: auto.ndtv.com

દરેક મધ્યમવર્ગીય પરિવારનું સપનું હોય છે એક કાર ખરીદવાનું. ભારતમાં સૌથી વધારે વેચાણ કરતી અને ટોપ 10 માંથી 5 થી ઉંચું જો કોઈનું સ્થાન હોય તો એ Maruti નું જ જોવા મળે છે. Maruti Alto 800 એટલે જેને આપણે ભૂતકાળમાં ફ્રન્ટી તરીકે ઓળખતા એનું નવું રૂપ. ત્યારના સમયમાં ફ્રન્ટી પણ રોયલ કાર જેવું ફીલ કરાવતી અને એ સમયના કોઈ પરિવાર માટે એવું જ સપનું હોય કે આપણે મારુતિ લેવી છે. કદાચ એટલે આજે પણ ટોપ 3 કારમાં મારુતિ Alto માં તો ખાસ જોવા મળે જ છે. હવે ભારતમાં દર મહિને થતું કારનું વેચાણ જોવા જઇયે તો આપણને નીચે મુજબની પરિસ્થિતિ જોવા મળે છે.

Photo Courtesy: auto.ndtv.com

ભારતની ટોપ 10 કાર**

1. Maruti Dzire 22,540 Units,

2. Maruti Alto 19,134 Units,

3. Maruti Baleno 17,770 Units,

4. Maruti Swift 14,445 Units,

5. Maruti Wagon R 14,182 Units,

 6. Hyundai Grand i10 – 12,109 Units,

7. Maruti Brezza 11,785 Units,

8. Hyundai i20 Elite 9,650 Units,

9.Hyundai Creta 9,284 Units,

10. Tata Tiago 8,287 Units,

અહીં પણ સૌથી વધારે વેચાણમાં Altoએ બીજા સ્થાન પર પોતાની જગ્યા પાક્કી કરી છે. Alto સાથે સ્પર્ધામાં અત્યારે Renault KWID, Hyudai Eon, જેવી કાર ટોપ 25ના વેચાણમાં પણ નથી જોવા મળતી. મારુતિ એ ચાલુ વર્ષ 2017-18 માં પણ Alto નું 2,00,000 થી વધારે વેચાણ કરી ચુકી છે. મારુતિ Alto 800, Alto K10, Alto AGS, Alto CNG, K10 Auto Gear Shift (AGS) કાર વેચાણમાં 18% હિસ્સો ધરાવે છે. 2010-11 માં તેનું 3,50,000 થી વધારે યુનિટ નું વેચાણ થયું હતું પણ ચાલુ વર્ષમાં કદાચ એ રેકોર્ડ પણ તૂટી જાય તો  નવાઈ નહીં.

રસપ્રદ વાત એ છે કે મારુતિ Altoનું તેના પ્રારંભિક વર્ષોમાં વેચાણ  જરાપણ સંતોષકારક નહોતું.  Alto ના વેચાણ પર એ સમયે પડેલી હડતાલે અસર કરી હોય એવું લાગ્યું અને  આ દરમ્યાન હ્યુન્ડાઇ સેન્ટ્રો, ટાટા ઇન્ડિકા અને ભૂતપૂર્વ Maruti ઝેન જેવી કારો નોંધપાત્ર તફાવતથી Alto થી આગળ જતી રહી હતી. જો કે, 2003-04 માં જ્યારે અલ્ટોએ વેગ પકડી લીધો અને તેણે વાર્ષિક ધોરણે 135% વેચાણ વૃદ્ધિ નોંધી. Alto 800ની ભારતની સૌથી વધુ વેચાતી કાર તરીકે સ્થાન પામી, જે તે સ્થિતિથી અત્યાર સુધી બરકરાર છે.

હાલમાં Altoની કિંમત 2,63,582* થી 4,23,417* (એક્સ શો-રૂમ અમદાવાદ). આવનારાં વર્ષોમાં જ્યારે નવી સલામતી અને પર્યાવરણના નવા ધોરણો અમલમાં આવે ત્યારે ભારતીય કાર બજાર વિશે કઈ રસપ્રદ સ્પર્ધા થવાની છે તે જોવી રહી અને દરેક ગ્રાહક ને વધારે ફાયદો થાય એવી આશા રાખીયે.  અને Alto ભારતની સૌથી વધુ વેચાતી કાર તરીકે સ્થાન બરકરાર રાખે.

કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરો, ટ્રાફિક ના નિયમ નું પાલન કરો.

*કિંમત માં ફેરફાર હોઈ શકે

**ટોપ 10 કાર સેલ્સ રિપોર્ટ જાન્યુઆરી 2018 મુજબ

eછાપું

તમને ગમશે: ભારતનો ભવ્ય ઈતિહાસ જાણવો હવે ‘હાથ વ્હેંતમાં’ આ પાંચ એપ્સ મદદ કરશે

1 COMMENT

  1. ફોટોગ્રાફીમાંથી ઓટોમોબાઇલ પર આવી ગયા? ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here