AK એટલેકે અરવિંદકેજરીવાલનો ઓફિસ ઓફ પ્રોફિટ અંગે એક્સક્લુઝિવ ખુલાસો

2
293
Photo Courtesy: hindustantimes.com

મિત્રો,  welcome to your favorite show fryday fryms…..આજના આપણા મહેમાન છે દિલ્લીના PM અને દેશના CM અને AK તરીકે પ્રખ્યાત એવા અરવિંદ કેજરીવાલ…. આવો આપણે એમની સાથે મફતના Wi-Fi વગર એટલેકે સીધી ચર્ચા કરીએ અને એમના મંતવ્યો જાણીએ.

Photo Courtesy: hindustantimes.com

PANKAJ :  વેલકમ કેજરી સર… and happy holi…

Kejriwal:  આભાર…. Same to you…

P:  કેવું લાગી રહ્યું છે અહીં આવીને?

AK:  e_ચ્છાપૂ-ર્તિ થઈ ગઈ અહીં આવીને….

P:  થેન્ક યુ સર…  થોડા સમય અગાઉ તમારા પક્ષના 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવ્યું…  એની કૉમેન્ટ્સ?

Kejriwal:  એની કૉમેન્ટ્સ શું કામ? મારી જ કૉમેન્ટ્સ આપું છું…

P: હાહાહાહા….. વેરી ફની…. Fryday fryms નું આ પ્લેટફોર્મ જ નિરાળું છે… અહીં આવીને સૌ કોઈ હાસ્યાસ્પદ…. સોરી.. હાસ્યપ્રદ બની જાય છે… હા… તો તમે વિધાનસભ્યોના સભ્યપદના રદ્દીકરણ વિશે કૈંક કહેવાના હતા…

AK:  OOPs..

P:  વળી શું થયું?

Kejriwal: OOPsથી મારો મતલબ છે… Office of Profits.. આ ઓફિસ ઓફ પ્રોફિટનો મામલો છે અને ચૂંટણી પંચનો નિર્ણય અને રાષ્ટ્રપતિશ્રીએ એ નિર્ણયને મારેલી મંજૂરીની મહોર… મને શિરોમાન્ય છે…

P: AAP તો પહેલે ઐસે ન થે.. અને આવો નિર્ણય જે તમને શિરોમાન્ય હોય એ ઘણા લોકો માટે લાપશી માન્ય હશે.

AK:  હા હા હા

P: તમારા પક્ષમાં ચંદા નું ખૂબ મહત્વ છે…. કોઈ ખાસ કારણ????..

Kejriwal: જુઓ પંકજભાઈ…. અમારો પક્ષ ઈંટલેક્ચ્યુઅલ લોકોથી ભરેલો છે…. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં દરેક પાસાં નો અભ્યાસ કરીને એનું સૂક્ષ્મ વિશ્લેષણ કરવામાં આવે છે…. બહુમતિ જે પક્ષે હોય એ નિર્ણય માન્ય રાખવામાં આવે છે…

P: વાહ…. અદ્દભૂત…. તો આ ચંદા પાછળ શું તર્ક છે?

AK: હમને દેશકી એક બડી બેન્કકી સફલતા કા કેસ સ્ટડી કીયા તો પતા ચલા કિ ઉન્હોને ચંદા કો ચરમ સ્થાન પર બિઠાયા થા…. હમને ભી ચંદા કો અહમ સ્થાન દિયા….

P: વાહ….. સર, એક વાત પૂછું?

Kejriwal: એટલા માટે તો હું અહીં તમારી સમક્ષ ઉપસ્થિત છું… પૂછોને જે પૂછવું હોય એ..

P: અત્યારે દેશમાં કોની હવા ચાલી રહી છે?

AK: જુઓ… એમાં એવું છે કે તમે જે માની રહ્યા છો એવા કોઈ વ્યક્તિની દેશમાં હવા ચાલી રહી નથી… મારું નામ અરવિંદ છે… સમજી ગયા?

P: હા… અરવિંદ એટલે કમળ… આ તો મને નાનપણથી જ ખબર છે … કારણ કે મારા નામનો પણ એ જ અર્થ થાય છે.

Kejriwal: સરસ… પણ અત્યારે આપણી વાત દેશમાં કોની હવા ચાલી રહી છે એ અંગે છે.. હા.. તો હું શું કહેતો હતો? મારું નામ અરવિંદ છે… Air…wind… હવે તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે air અને wind બંનેનો અર્થ શું થાય છે.

P: હા સર. મને એનો અર્થ પણ ખબર છે વળી તમારા અને મારા નામના અર્થ પણ સરખા જ છે અને દેશમાં કોની હવા ચાલે છે એ પણ ખબર પડી ગઇ.

AK: સ્માર્ટ બોય…

P: એ તો હું છું જ… પણ આપણને એનું જરાય અભિમાન નઈ..

Kejriwal: હાહાહાહાહા…

P: તમારી ફેવરિટ ડીશ કઈ છે સર?

AK : હું તો એક આમ આદમી છું… મને બિન જરૂરી ભપકા પસંદ નથી. ફાઈવ સ્ટાર હોટલનું ભોજન મને જરાય પસંદ નથી… મને તો દિલ્હી ની ચાટ (અને દેશભરના ચાટા) બહુ પસંદ છે..

P: (તમારા મનની વાત પણ મેં સાંભળી લીધી છે) ખૂબ સરસ .. તમારી વાતોમાં સાદગી વર્તાઈ આવે છે…  સર, આમ તો તમારી પાર્ટી એકદમ હટકે છે….પણ એક વાત થોડી ખટકે છે… તમારા પક્ષના અમુક તમુક  સભ્યો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે… યે બાત કુછ હજમ નહિ હુઈ..

Kejriwal: એમાં એવું છે કે જ્યારે અમે પાર્ટીનું ગઠન કરી રહ્યા હતા ત્યારે એક વાત પર ખાસ ધ્યાન આપતા હતા કે પાર્ટીના નામ પ્રમાણે તેનો દરેક સદસ્ય શુદ્ધ અણિશુદ્ધ આમ આદમી હોય…. પણ આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ એટલે  સારાની જોડે નરસું પણ ભળી જાય… એમ કેટલાંક અનિષ્ટ તત્વો પણ પક્ષમાં ઘૂસી ગયા હોઈ શકે.

P: પણ સર… આમાં તો શુદ્ધ આમની જોડે બદ આમ ભળે તો બદામ બની જાય…

AK : બદામ પરથી યાદ આવ્યું… અમે જનતા પાસે એવી સુખાકારી આપવા માંગીએ છીએ કે એમની માટે માત્ર બદામ જ નહીં… પરંતુ કાજુ, કિશમિશ, અખરોટ, ખારેક, દ્રાક્ષ, અંજીર એમ બધા જ પ્રકારના મેવાણી…. સોરી… મેવાની રેલમછેલ હોય…

P: ઉચ્ચ કોટીના વિચારો છે તમારા…  તમે તમારા નામ પ્રમાણે કમળના ફૂલ જેવા જ છો…

Kejriwal : એવું કંઈ નથી… હું કમળનું ફૂલ તો નહીં પણ એની એક પાંદડી થવાનો પ્રયત્ન કરી રહ્યો છું… પાંદડીને અંગેજીમાં શું કહે છે? હા… યાદ આવ્યું… પિટલ… (petel) અને મારા સદનસીબે મને દેશના કેપિટલ સીટી સ્ટેટની ગાદી સંભાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે…

P: વાહ…. હમણાંથી તમે કોઈ ફિલ્મનો રીવ્યુ નથી લખ્યો…

AK: ફિલ્મો જોવાનું થોડું ઓછું કરી દીધું છે.. ગયા મહિને એક ફિલ્મ જોયેલી પણ થોડું કન્ફ્યુઝન થઈ ગયેલું એટલે એના વિશે લખવાનું માંડી વાળેલું?

P: અરે વાહ.. કઇ ફિલ્મ જોયેલી?

Kejriwal: ટાઇગર જિંદા હૈ….

P: અને વ્હોટ અબાઉટ કન્ફ્યુઝન?

AK: મેં આ ફિલ્મ પહેલાં એક થા ટાઇગર પણ જોયેલી અને એમાં બતાવેલું કે સલમાન જે પાત્ર ભજવે છે એ ટાઇગર ફિલ્મના અંતમાં મોતને ભેટે છે એટલે આ ફિલ્મ જોઈને થયું કે સાચું શુ છે? ટાઇગર જિંદા હૈ કે પછી ટાઇગર દા  જિન હૈ….

P: સરસ… આભાર….

Kejriwal : તમે એમ છટકી નહીં શકો… હજી સંદેશ બાકી છે… મેં બધા એપિસોડ જોયા છે…

P: તમે છટકવા નહીં દો તો પછી છૂટકો છે? થવા દો. .

AK :  જીભને હાડકાં નથી હોતાં એટલે ગમે ત્યાં લપસી પડે અને ભાંગરો વાટે ત્યારે સર્જરી કરાવીને જીભમાં નાનું અમથું હાડકું ફિટ કરાવી દેવાથી ઘણી રાહત રહે છે…

P: ખરેખર ઉમદા સંદેશ છે…. સૌને કંઇક શીખ મળશે…. આભાર….

 

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

 

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here