Make in Indiaનો કમાલ – ભારતીય રેલવેઝ દ્વારા રચાયો અકલ્પનીય ઈતિહાસ

0
308
Photo Courtesy: newsx.com

સમજદારને ઈશારો જ પૂરતો હોય છે અને દેશના સમજુઓ એ સમજી ગયા છે કે મોદી સરકારની Make in India, Startup India, Digital India વગેરે યોજનાઓ લાંબી રેસના ઘોડાઓ છે. Make in Indiaની મજાક ઉડાડનારાઓને ભારતીય રેલવેઝ દ્વારા એક જબરદસ્ત થપ્પડ રૂપે જવાબ આપવામાં આવ્યો છે. ભારતીય રેલવેઝે એક એવું કાર્ય કરી બતાવ્યું છે જેની કદાચ કોઈને કલ્પના પણ ન હતી અને આથી તે આ પ્રકારનો વિક્રમ બનાવનાર વિશ્વમાં પ્રથમ સંસ્થા બની ગઈ છે.

Photo Courtesy: newsx.com

Make in India પહેલ હેઠળ ભારતીય રેલવેઝ દ્વારા ડિઝલ લોકોમોટિવને ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં પરિવર્તિત કરવાનું ભગીરથ કાર્ય પૂરું પાડ્યું છે. આ સમગ્ર કાર્ય વારાણસી ખાતે આવેલા ડિઝલ લોકોમોટિવ વર્ક (DLW) ખાતે હાથ ધરીને આ ઈતિહાસ રચવામાં આવ્યો છે. અહીં મહત્ત્વની વાત એ છે કે ડિઝલ લોકોમોટિવને ઇલેક્ટ્રિકમાં પરિવર્તિત કરવાનું કાર્ય 22 ડિસેમ્બર 2017માં શરુ થયું હતું અને માત્ર બે મહિના અને અમુક દિવસોમાંજ એટલેકે 28 ફેબ્રુઆરી 2018ના દિવસે તે પૂર્ણ પણ થઇ ગયું હતું.

અત્યારે DLWના એન્જિનિયરો આ લોકોમોટિવની સુરક્ષા અને તેને હજી પણ બહેતર કેવી રીતે બનાવી શકાય તેના પર કાર્ય કરી રહ્યા છે. આ એન્જિનનું પરિવર્તન કરવાના ભગીરથ કાર્યમાં DLWને ડેવલોપમેન્ટ રિસર્ચ ડિઝાઈન્સ એન્ડ સ્ટાન્ડર્ડસ ઓર્ગેનાઈઝેશન (RDSO) ચિતરંજન લોકોમોટિવ વર્કસ (CLW) અને ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ (BHEL)ના એન્જીનિયર્સની મદદ મળી હતી. આ કાર્ય માટે WDG3A પ્રકારના બે લોકોમોટિવ રેલવેઝ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. આ બે યુનિટ્સમાંથી એક યુનિટ 12 એક્સલનું છે. ડિઝલ લોકોમોટિવ જે 10,000 હોર્સપાવરનું હોય છે તે હવે ઇલેક્ટ્રિકમાં પરિવર્તિત થતા 5,000 હોર્સપાવરનું થઇ જશે.

તમને ગમશે: ઈરાને તેનું પહેલું સેટેલાઈટ રોકેટ ‘સિમોર્ઘ’ સફળતાપૂર્વક છોડ્યું પણ અમેરિકા પરેશાન

ડિઝલ લોકોમોટિવના પરિવર્તન માટે આ બંને યુનિટ્સને પસંદ કરવા પાછળ પણ એક ખાસ કારણ રહ્યું છે. રેલવેઝ દ્વારા માત્ર એ બે યુનિટ્સની જ પસંદગી કરવામાં આવી હતી જેમની અડધી ઉંમર પૂર્ણ થઇ ગઈ હતી અને તેમને મેઈન્ટેનન્સની જરૂર હતી. આ બંને લોકોમોટિવની ચેસીસ, બોગીઝ અને ટ્રેક્શન મોટર્સને જાળવી રાખવામાં આવી છે.

આ પ્રકારે ડિઝલ લોકોમોટિવને ઇલેક્ટ્રિકમાં પરિવર્તિત કરવા માટે રેલવે સામે મુખ્ય પડકાર એ હતો કે અગાઉ આવું સમગ્ર વિશ્વમાં ક્યારેય બન્યું ન હતું. આથી DLW અને અન્ય સહભાગી સંસ્થાઓને પોતાની રીતે જ આખા પ્રોજેક્ટની પરિકલ્પના તેમજ આયોજન ઉભું કરવાનું હતું. આથી, સિસ્ટમ એન્જીનિયરીંગને અમલમાં મુકતાં RSDOએ લે-આઉટ પ્લાન તૈયાર કર્યો હતો અને DLWએ WDG3A ચેસિસમાં પરિવર્તન લાવવા માટેના ડ્રોઈંગ્સ પુરા પાડ્યા હતા.

આમ Make in India નો જે મૂળ હેતુ છે કે ભારતમાંજ ઉત્પાદનને તેમજ સંશોધનને બળ મળે અને ભારતીય કૌશલ્યને મહત્ત્વ મળે અને છેવટે સમગ્ર વિશ્વમાં ભારતના આ કૌશલ્યની માંગ ઉભી થાય અને આ ઉદ્દાત ભાવનાનું  સર્વપ્રથમ ઉદાહરણ ભારતીય રેલવે દ્વારા આપણને જોવા મળ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here