જ્યારે પુષ્પા જોષી માટે અજય દેવગણે પોતાનો શેડ્યુલ બદલ્યો

0
360
Photo Courtesy: Universal Communications

આપણે એવું ઘણીવાર કહેતા હોય છે કે ઉંમરને કોઈજ સીમાડાઓ નડતા નથી. જો હિંમત હોય અને મન મજબૂત હોય તો કોઇપણ ઉંમરે કશું પણ એચીવ કરી શકાય છે. આ બંને વાક્યો લખનઉના પુષ્પા જોષી પર બરોબર લાગુ પાડી શકાય તેમ છે. પુષ્પા જોષી આ નામ કદાચ તમે પહેલીવાર સાંભળ્યું હશે. અને જો તમને એમ કહેવામાં આવે કે પુષ્પા જોષી એક એક્ટ્રેસ છે જે 85 વર્ષના છે અને અજય દેવગણ સાથે કામ કરી રહ્યા છે તો?

Photo Courtesy: Universal Communications

કદાચ તમને માનવામાં ન આવે કારણકે તમે પુષ્પા જોષીનું નામ જ પહેલીવાર સાંભળ્યું છે! પણ આ વાત સાચી છે કે 85 વર્ષીય પુષ્પા જોષીએ હાલમાં જ અજય દેવગણ સાથે શૂટિંગ પૂર્ણ કર્યું છે, આવનારી ફિલ્મ ‘રેઇડ’ માટે. પુષ્પા જોષી આ ફિલ્મમાં સૌરભ શુક્લાના માતાનો રોલ ભજવી રહ્યા છે. તેઓ આમતો કોઈ પ્રોફેશનલ એક્ટ્રેસ નથી પરંતુ તેમણે હાથમાં આવેલો આ મોકો આ ઉંમરે પણ ગુમાવ્યો નહીં અને થોડા દિવસ બાદ તેઓ અજય દેવગણ અને સૌરભ શુક્લા જેવા મંજેલા અને અત્યંત લોકપ્રિય અદાકારો સાથે સ્ક્રિન શેર કરવાના છે.

તમને ગમશે: iPhone ધારકો માટે WhatsApp લાવ્યું નવું YouTube અપડેટ

શુટિંગ દરમ્યાન પુષ્પા જોષીને કોઈ તકલીફ ન પડે તે માટે માત્ર અજય દેવગણ જ નહીં પરંતુ સમગ્ર યુનિટે ખૂબ ધ્યાન રાખ્યું હતું. અજય દેવગણે તો જ્યારે પણ પુષ્પા જોષીની સાથે પોતાના કોઈ સીન હોય તો એમના સમયને પોતાનો સમય બનાવીને પોતાના શેડ્યુલમાં ફેરફાર કર્યો હતો. શુટિંગ દરમ્યાન તમામ લોકો પુષ્પા જોષીની આગળ પાછળ ફરતા જોવા મળતા હતા.

‘રેઇડ’ ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાનું કહેવું છે કે પુષ્પા જોષી સેટ પર બધાના ‘ડાર્લિંગ’ બની ગયા હતા. પહેલી ફિલ્મ હોવા છતાં પુષ્પા જોષીને કાયમ પોતાના ડાયલોગ્સ યાદ રહેતા હતા અને તેને યાદ રાખવા માટે તે ખૂબ કાળજી લેતા હતા. આ ઉપરાંત સેટ પર પુષ્પા જોષીનો માભો પણ જોવા લાયક હતો. ગુપ્તા ઉમેરે છે કે 85 વર્ષે પણ પુષ્પા જોષી ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવે છે અને શુટિંગ દરમ્યાન સતત લોકોને હસાવતા રહેતા હતા. ચહેરા પર સતત સ્મિત રાખીને ફરતા પુષ્પા જોષીમાં જબરદસ્ત ઉર્જા ભરેલી છે.

“ઉંમર ફક્ત એક સંખ્યામાત્ર હોય છે.” – આ ઉક્તિને પુષ્પા જોષી ચરિતાર્થ કરે છે એમ જરૂરથી કહી શકાય.

ફિલ્મ ‘રેઇડ’ આ શુક્રવારે એટલેકે 16 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here