Avengers: Infinity War જ્યારે નજીકના ભવિષ્યમાં રીલીઝ થવામાં છે, ત્યારે Marvel’s ના ખૂબ જ લોકપ્રિય સુપરહીરો Iron Man, એટલે કે Robert Downey Jr., એ Team Avengers વિશે શું કહ્યું તે રસપ્રદ વાત છે. Robert Downey Jr. ના જણાવ્યા મુજબ બધા લગભગ દસ વર્ષ પહેલા સૌ પ્રથમ, “Avengers” મૂવી થકી, Marvel ના સિનેમેટિક યુનિવર્સ ના સંપર્કમાં આવ્યા અને ત્યારથી આ ફ્રેન્ચાઇસને ખૂબ જ પ્રેમ કર્યો છે.

Marvel’s Cinematic Universe (MCU) દ્વારા રિલીઝ કરવામાં આવેલ દરેકે દરેક સુપરહીરો ફિલ્મ સાથે સાથે, કલાકારોનો આ ફ્રેન્ચાઇસ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ માત્ર અને માત્ર વધતાં ગયા છે. અને એમાં પણ, આવનારી Avenger ફિલ્મ, જે રીલિઝ થવાના આરે છે, ત્યારે અમે અમારી ઉત્તેજનાને રોકી શકતા નથી.
Iron Man જણાવે છે કે છેલ્લા દસ વર્ષથી,Marvel’s Studio અને ખાસ કરીને Avengers series ના ચાહકોએ સ્પેશિયલ બોન્ડ આ ફ્રેન્ચાઇસ સાથે અને તેની સાથે જોડાયેલા તમામ લોકો સાથે બનાવ્યો છે. (જેમાં કલાકારો સાથે પ્રોડક્શન ટીમનો પણ સમાવેશ થાય છે).
તમને ગમશે: Make in Indiaનો કમાલ – ભારતીય રેલવેઝ દ્વારા રચાયો અકલ્પનીય ઈતિહાસ
Avengers series ની ટીમ સાથે એક દાયકાથી જોડાયેલા Robert Downey Jr. એ જણાવ્યું કે Avengers ની ટીમ એક ફેમિલી જેટલું મહત્વ ધરાવે છે. 52 વર્ષીય આ અભિનેતા કે જેઓ Iron Man તરીકે બેહદ પોપ્યુલર છે, તેમણે કહ્યું કે, આખી ટીમ, cast and crew, બધાં જ “Avenger :Infinity War” ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દસ દસ વર્ષથી એકબીજા સાથે ઉઠતાં, બેસતાં, ખાતા, પીતા અને ખાસ કરીને પોતાના સીન માટે સાથે તૈયારી કરતાં આ કલાકારો, શૂટિંગ દરમિયાન એક ફેમિલી માફક સાથે રહે છે. એમ પણ આ અભિનેતાએ કહ્યું હતું.
તમને ખ્યાલ હશેજ કે આ ફિલ્મ 27th એપ્રિલ, 2018 એ રિલીઝ થવાની છે. આ ફિલ્મ જોવાલાયક એટલા માટે પણ છે કારણ કે આ ફિલ્મમાં ઘણા જ ટેલેન્ટેડ કલાકારો જેમ કે Robert Downey Jr, Chris Evans, Scarlett Johansson, Chris Hemsworth, Jeremy Renner, Mark Ruffalo વિગેરે વિગેરે એક સાથે જોવા મળશે. આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી,તમિલ અને તેલુગુ ભાષામાં 2D અને 3D માં રિલિઝ થવાની છે.
ખાસ નોંધ : જેઓએ “Avengers Series” ની આગલી ફિલ્મો, “The Avengers”, “The Avengers : Age Of Ultron” નથી જોઈ, તેઓ ખાસ આ બંને ફિલ્મ્સ જોઈને જ “Avengers : Infinity War” જોવા જાય તેવી ભલામણ હું અહી જરૂરથી કરીશ. Marvel’s ની દરેક ફિલ્મ કોઈને કોઈ રીતે એકબીજા સાથે સંકળાયેલી હોય છે, એટલે જો અગાઉનો પ્લોટ ખબર ન હોય તો આખી series સમજવી થોડી અઘરી પડશે.
Avengers : Infinity War બે ભાગે બનાવવામાં આવી છે, જેનો બીજો ભાગ, એટલે કે sequel, આવતા વર્ષે, 2019 માં May માં રિલીઝ થવાની શક્યતા છે.
eછાપું
Wonderful! So excited to see #Infinitywars ?
Yes.. ?