Fryday ફ્રાયમ્સમાં ફરી એક વખત આપનું સ્વાગત છે… Happy birthday, happy marriage anniversary, best of luck જેવી શુભેચ્છાઓ એટલેકે wish ની વર્ષોથી આપ-લે થતી રહી છે પણ સોમીબેન ઉર્ફે સોશિયલ મીડિયાના આગમન પછી happy Monday to happy Sundayથી માંડીને ખબર નહીં કેવા કેવા રૂપે વિશાણુંઓ ફેલાઈ રહ્યા છે.. આપણા આ Fryday ફ્રાયમ્સનું નામકારણ પણ આવા જ એક happy fridayમાં થી ઉદ્ભવેલું છે… સમાજમાં wish-કન્યાઓ અને wish-કુમારોનો જાણે રાફડો ફાટ્યો છે…. … ना जाने कहाँ से आते है ये लोग…. ખરેખર જોવા જઈએ તો એવું કંઈ નથી…..એ લોકો આપણામાંના જ છે…. તે આપણી બાજુમાં રહેતા Urwish ભાઈ પણ હોઈ શકે કે સામે રહેતા wishakha બેન પણ હોઈ શકે. આજના આપણા Fryday ફ્રાયમ્સના એપિસોડમાં આવાં જ એક wish કન્યા ઉપસ્થિત છે…..

પંકજ : વેલકમ મેડમ
વિ ક : આભાર…..
પંકજ : અત્યારે તો તમને બહું મજા આવતી હશે નહીં?
વિ ક : મજા? શાની મજા??
પંકજ : આ પરીક્ષાઓની મૌસમ છે એટલે બધા પરિક્ષાર્થીઓને ઘેર જઈ ચોકલેટ કે પેન ની ભેટ આપવાની અને એની કિંમતથી વધુનો આઈસ્ક્રીમ ઝાપટવાનો અને પોતે જિંદગીભર આપેલી પરિક્ષાઓનું સવિસ્તાર wishલેષણ કરવાનું…
વિ ક : હા… પણ ઘણી જગ્યાએ તો જે વિદ્યાર્થીને ઘેર wish કરવા ગયા હોઈએ અને જાણવા મળે કે ભાઈ/બહેન રાત્રે બાર વાગ્યે ઉઠીને સવાર સુધી વાંચે છે એટલે આપણે ગયા હોઈએ ત્યારે wishવોત્સુક તો ઊંઘી ગયો/ગઈ હોય….એના મમ્મી પપ્પાને મળીને પાછા આવવું પડે…. એવું લાગે જાણે ICU માં દાખલ કરેલ દર્દી સુધી પહોંચવાની પરવાનગી ના હોય એટલે બહાર બેઠેલાં એનાં સગાં ને મળીને પરત ફરવું પડે…
પંકજ : હાહાહા….. બે વર્ષ પહેલાં અમારા એક સંબંધીનો બાબો દસમા ધોરણમાં હતો…. શુભેચ્છકોએ શુકનના આપેલા રૂપિયા ગણ્યા તો પૂરા બે હજાર થયા… એણે એ રૂપિયા એના પપ્પાને આપ્યા અને બદલામાં પાંચસોની ચાર નોટો લઈ લીધી…. પછી એણે એ રૂપિયા ક્યાં મૂકી દીધા એ ભૂલી ગયેલો… ઘરનું રીનોવેશન કરવાનું થયું ત્યારે એના પપ્પાના હાથમાં એ નોટો આવી એ પહેલાં નોટબંધી આવી ગયેલી… wish માટે મળેલા રૂપિયા વિષ્ટા સમાન થઈ ગયા….
વિ ક : તમે wish કરવાવાળાઓની મજાક ઊડાવો એ બરાબર નથી… કેટલો સ્નેહ અને લાગણી હોય ત્યારે કોઈ સમય ફાળવીને wish કરવા જતું હોય…. સ્નેહનો એક અર્થ તેલ થાય છે અને એના એક અનોખા ગુણને સ્નિગ્ધતા કહે છે જેને અંગ્રેજીમાં wishcosity કહે છે….
પંકજ : actually it’s viscosity
વિ ક : એ જે હોય એ…..
પંકજ : એક ખૂબ જ હોશિયાર છોકરો પરીક્ષાના સમયે ખૂબ નર્વસ જાણતો હતો…. કારણ પૂછતાં જાણવા મળ્યું કે પરીક્ષા અગાઉના દિવસોમાં એની જોડે ખૂબ wishoom wishoom થયેલું…
વિ ક : એવું નથી….. wish કરવાથી બાળકને લાગે કે કેટલા લોકોને એની દરકાર છે…. કેટલી હૂંફ મળે એનાથી?
પંકજ : શું ધૂળ હૂંફ મળે? હૂંફના ઓવરડોઝ થકી એટલી ગરમી અનુભાવે કે કર્કવૃતની નજીક હોવા છતાં એને wishuવવૃત પાર હોવાનો અહેસાસ થાય….
વિ ક : તમને જે લાગે એ પણ wish કરતાં રહેતાં લોકોનું અમારું અલગ જ wishવ છે અને અમે તો આમ જ કરવાના… તમે કોઈ ને wish નથી કરતા???
પંકજ : આમ તો હું પણ પહેલાં wishવમન કરવાનો શોખીન હતો પણ એક વખત કોઈને ‘બેસ્ટ ઓફ લક’ કહ્યું અને એને ‘ બસ્ટ ઓફ લક’ સંભળાયું…. પછી એ wish-ય મારા માટે કોર્સ બહારનો થઈ ગયો…..
વિ ક : એટલે કે તમે wish કરવા માટેનો આત્મ wishવાસ ખોઈ બેઠા છો….
પંકજ : એમ જ… ખાલી tWISHt કરવાનું ચાલુ રાખ્યું છે….. તમને આ wish કરતા રહેવાનું વ્યસન જ થઈ ગયું છે નહીં??
વિ ક : હા…. તમે એને wishki કહી શકો…
પંકજ : LOL……. કોઈ સંદેશ આપવા ઈચ્છશો??
વિ ક : ચોક્કસ….. wish એ મંજીલના પથ પર પ્રસ્થાન કરવા માટેનું ઉદ્દીપક છે જ્યારે (આત્મ)wishવાસ એ મંજિલ ની મજલ કાપવા માટે ઉપયોગી વાહનનું અનિવાર્ય એન્જીન છે….
પંકજ : ખૂબ જ સરસ…… આભાર.
(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)
eછાપું