કેવા છે બે નવાનક્કોર Samsung Galaxy S9 અને S9+ સ્માર્ટફોન્સ?

0
379
Photo Courtesy: zeebiz.com

માર્ચ આર્થિક દ્રષ્ટિએ વર્ષનો છેલ્લો મહિનો પણ ટેક્નોલોજી અને નવા મોબાઈલના આવવા બાબતે વર્ષનો સહુથી મહત્વનો મહિનો રહ્યો છે. World Mobile Congress હોય કે Consumer Electronic Show ટેક્નોલોજી અને નવી પ્રોડક્ટ્સ માર્કેટમાં મુકવા માટે આ બંને શો પોતપોતાનું આગવું મહત્વ ધરાવે છે અને એક વખત ઉપરોક્ત જગ્યાઓ પર Product હોય કે Technology ની જાહેરાત થયા પછી મોટેભાગે માર્ચ મહિનામાં તે વસ્તુઓ બજારમાં આવવા લાગતી હોય છે. આ વર્ષ Samsung માટે ખુબ જ મહત્વનું છે. Samsung દ્વારા S9 અને S9+ માટે એડીચોંટી નું જોર લગાવાયું છે.આજે આપણે Samsung S9 અને S9+ વિષે ચર્ચા કરીશું.

Photo Courtesy: zeebiz.com

Samsung દ્વારા આવર્ષના ફ્લેગશિપ Phone તરીકે Samsung S9 અને S9+ ને Launch કરવામાં આવ્યા છે. સહુથી પહેલા તો Flagship Phone એટલે શું એ વિષે ટૂંકમાં જણાવું તો કંપની દ્વારા દરવર્ષે એક અથવા બે એવા Phone Launch કરવામાં આવે છે જે ટેક્નોલોજી ની દ્રષ્ટિએ નવા નક્કોર હોય અને ખિસ્સા પર પણ અત્યંત ભારે પડતા હોય, સમગ્ર વર્ષ દરમ્યાન કંપની દ્વારા જે-તે Flagship Phone નો જ સતત પ્રચાર પ્રસાર થાય તથા થોડા સમય પછી તેની Replica કહી શકાય તેવા જ Phone ને જે-તે મોડલનું Mini Version કહીને પણ Launch કરી દેવાય.

Samsung S9 અને S9+

Samsung દ્વારા આ વખતે બંને ફોનમાં Camera પર ખાસ ભાર આપવામાં આવ્યો છે અને કહેવાય છે કે Camera Result ખરેખર ખુબ જ સુંદર છે. Dual Aperture ને લીધે Camera એક મનુષ્યની આંખ જેવું જ કામ આપશે. બંને ફોનમાં તમને 12 Megapixel નો Camera મળશે જે દરેક પ્રકારની ફોટોગ્રાફી કરવા માટે સક્ષમ હશે. જો તમે SLR કે DSLR ના નિષ્ણાંત હશો તો તમને અહીંયા Pro Mode માં પણ મજ્જા પડશે એ નક્કી છે. Front Facing Camera બંને માં 8 Megapixel હશે અને એ પણ Auto HDR સાથે એટલે હવે Selfie પણ ચકાચક આવશે એ નક્કી છે. Samsung દ્વારા સહુથી વધુ ભાર જે બાબત પર મુકાયો છે તે છે તેનું Super Slow Mo Feature. છેલ્લા ઘણા સમયથી આપણે સહુ Slow Motion Videos ની મજ્જા લેતા હોઈએ છીએ પણ હવે Samsung તેને વધુ Advance બનાવવા જઈ રહ્યું છે. Super Slow Motion Videos માં તમે 960 Frames per Second સુધી Video Shoot કરી શકો છો, જેને લીધે Professionals ને તો ઠીક પણ આપણા સહુ જેવા Basic Users ને પણ મજ્જા પડી જવાની છે. Camera ને એટલી હદે Advance બનાવ્યો છે કે તમારે માત્ર એ Mode Enable કરવાનો અને જે-તે Perfet Moment હશે તે જાતે જ Shoot થઇ જશે. તમારા આવાજ માત્ર પર તમે Camera Operate કરી શકો છો. આ સિવાય Camera એટલો Smart છે કે તમે કોઈ Food Item કે પછી કોઈ Landscape shoot કરો છો તો તે સાથે જ તે તમને જે-તે બાબતે પ્રાથમિક જ્ઞાન જોઈતું હોય તો તે પણ પૂરું પાડી શકે છે.

એક સમય હતો જયારે આપણે સહુ અલગ અલગ Theme અને Stock Wallpapers પાછળ દીવાના હતા એ પછી Live Wallpapers નો સમય આવ્યો અને Samsung હવે એમાં પણ એક ડગલું આગળ વધતા Super Slow Mo Lock Screen સાથે આવ્યું છે. હવે Lock Screen પર તમે Super Slow Mo વિડિઓને પણ રાખી શકો છો. તમારું પાડેલું પપ્પી હોય કે ઘરે ધમાલ મસ્તી કરતુ ટેણીયું હોય એના Super Slow Mo વાળા Expressions જોઈને દિલ ને ઠંડક મળવાની એ નક્કી છે.

જ્યારથી Whatsapp અને અન્ય Social Networks આવ્યા છે ત્યાર થી આપણે સહુ Emoji ના દીવાના બની ચુક્યા છીએ એ તો સહુ જાણીએ જ છીએ. Emotions કરતા ઘણી વખત Emoji આપણી લાગણીઓને વધુ સારી રીતે દેખાડી શકે છે. આમ તો આ વસ્તુ પહેલા Apple માં આવી ચુકી છે તેમ છતાં Samsung માટે નવું કહી શકાય. Samsung દ્વારા હવે તમારા Selfie ને Emoji તરીકે Convert કરી અને તેનો ઉપયોગ કરવા દેવામાં આવશે, વાત અહીંયા જ નથી અટકતી, જ્યાં Apple અટક્યું છે ત્યાંથી Samsung શરુ થયું છે અને આ Emoji ને તમે તમારી રીતે Edit કરી શકો છો. વાળ નો રંગ હોય કે ચશ્મા હોય કે પછી અન્ય કોઈ વસ્તુ તમે તેને પણ બદલાવી શકો છો.

Samsung S9 5.8 Inch જયારે S9+ 6.2 Inch ની ફૂલ સ્ક્રીન સાઈઝ ધરાવે છે. Always On Display તમને તમારા ફોન પર આવેલા Notifications તથા Alarms ની માહિતી આપતા રહેશે. S9 માં તમને 4 GB RAM મળશે જયારે S9+ માં તમને 6GB RAM મળશે, જે તમને ખુબ જ Smooth Multi Tasking આપવા સક્ષમ છે. S9 માં તમને 3000Mh ની બેટરી મળશે જયારે S9+ તમને 3500Mh ની બેટરી આપશે. બંને ફોન તમને Octa Core Processor સાથે મળશે એટલે Hardware ની બાબતમાં તમારે સહેજપણ અટકવું પડે તેવું નથી.

Samsung દ્વારા હવે Security ને પણ વધુ મહત્વ આપવામાં છે, હવે તમે IRIS Scanner એટલે કે Eye Scanner, Face, Finger Sensor, Pattern અને PIN દ્વારા તમે Phone Unlock કરી શકો છો. બંને ફોન Water Resistant હોય તમારે વરસાદમાં વધુ ચિંતા કરવાની જરૂર નથી, અલબત્ત ઊંડાણમાં ૧.૩ મિત્ર સુધી અને સમયમાં ૩૦ મિનિટ સુધી પાણી દ્વારા બંને ફોન ને કોઈ જ નુકશાન નહિ થાય તે નક્કી છે. બંને ફોન Smart Dual SIM છે. એક Nano Sim અને Micro SD કાર્ડ અથવા બંને Nano SIM તમે ઉપયોગમાં લઇ શકો છો. 400GB સુધીના SD Card બંને ફોન Support કરશે. S9 તમને 64 તથા 256 GB ના Internal Storage સાથે મળશે જયારે S9+ માં તમારે અત્યારે માત્ર 64GB ના Internal Storage થી જ સંતોષ માનવો પડશે.

હવે વાત ફાઇનલ કનકલ્યુઝન તથા કિંમત નામના સહુથી મહત્વના મુદ્દાની કરીએ તો S9 માં 64GB માટે 57900 તથા 256GB માટે 65900 રૂપિયા જેટલી અધધ કિંમત ચૂકવવી પડશે જયારે S9+ ની વાત કરીએ તો 64900 રૂપિયા જેટલી કિંમત ચૂકવવી પડશે. હકીકતે જોઈએ તો આ બંને Phone Premium Category ના Phone છે અને કદાચ સામાન્ય માણસને ભાગ્યે જ આ કિંમત પોસાઈ શકે પણ હા જો તમે આર્થિક રીતે સધ્ધર હોય તો ચોક્કસપણે આ એક Worth Purchase Phone છે અને ખરીદ્યા પછી આવનારા ૫ વર્ષ સુધી તમારે Phone બાબતે ફરી વિચારવું નહિ પડે તે નક્કી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here