તમારું ફેસબુક એકાઉન્ટ સિક્યોર કરવાની મોજ અપાવતી કેટલીક ટેક્નિક

0
338
Photo Courtesy: indiatimes.in

આજકાલ દરેક જગ્યાએ એક જ વાત ચાલી રહી છે કે શું તમારો ફેસબુક ડેટા સિક્યોર છે? કેમકે ફેસબુક ડેટાની ચોરી વધી ગઈ છે. લોકો એ પોતાના એકાઉન્ટ સિક્યોર કરવા માટે BFF ટાઈપ કરી રહ્યા છે પરંતુ તેનાથી ડેટા સિક્યોર નથી થતો ખાલી મોજ આવે છે એવું ફેસબુક પોતે કહી ચુક્યું છે. પરંતુ આપણે આમ તેમ ફેસબુક ડેટા સિક્યોર ની ટેક્નીક શોધી રહ્યા છીએ ખરેખરી હકીકતે તો ફેસબુક એકાઉન્ટ સિક્યોર કરવાના તમામ શબ્દો આપડી માતુભાષા ગુજરાતીમાં જ છુપાયેલા છે . તો એવા કેટલાક શબ્દો જે ફેસબુક સ્ટેટ્સ તરીકે અથવા આ લેખ નાં કોમેન્ટ બોક્સ માં ટાઇપ કરવાથી તમારું ફેસબુક એકાઉન્ટ સિક્યોર થઇ જશે.

Photo Courtesy: indiatimes.in

“હા મોજ હા”: સ્ટીફન હોકિંગ એ આ ટેક્નિક શોધી હતી કહેવાય છે કે સ્ટીફન હોકિગ જે વ્હીલચેર પર બેસી ને દુનિયા ને બ્લેક હોલ ની માહિતી આપી એ વ્હીલ ચેરના પાછળના ભાગે ‘’ હા મોજ હા ‘’ લખેલું હતું. ‘’ હા મોજ હા ‘’ આ શબ્દમાં એક અનોખી ચમત્કારીક તાકાત છે એટલેકે ફેસબુક પર તમે જ્યારે ‘’હા મોજ હા ‘’ ટાઈપ કરો છો એનો મતલબ કે હા તમે ફેસબુક પર મોજ કરવા માંગો છો અને તમારો ડેટા પણ સિક્યોર કરવા માંગો છો જેથી આ શબ્દ માં બે વાર ‘’હા’’ આવે છે . કહેવાય છે કે બીટકોઈન ની બ્લોક ચૈઈન સીસ્ટમમાં સૌથી મહત્વની ચૈઇન પર પણ બીટકોઈનના શોધકે ‘’હા મોજ હા ‘’ લખેલું છે જેથી બીટકોઈન ને કોઈ હેક કરી શકતું નથી.

“સિહોનાં ઠેકાણા ન હોય”: ફેસબુક પર ડેટા લીક થવાથી તમારું કરંટ લોકેશન પણ ચોરાઈ શકે છે. ફેસબુકમાં ‘Near By Me’ કરીને પણ ઓપ્શન આવે છે જે તમારા લોકેશન ટ્રેક કરીને તમારી આસપાસ કયું બીજું ફેસબુક એકાઉન્ટ ધરાવતી વ્યક્તિ ઉભી છે એ દર્શાવે છે.  એનાથી બચવા તમારે ફક્ત ફેસબુક પોસ્ટ તરીકે અથવા તો આ લેખ ને ફેસબુક પર શેર થતા ની સાથે જ “સિહોનાં ઠેકાણા ન હોય’’ એવું ટાઈપ કરવું પડશે. જેવું તમે આ વાક્ય ટાઈપ કરશો ફેસબુક તમારું લોકેશન ટ્રેક કરી તે માહિતી લીક કરી શકશે નહીં કેમકે તમારું કોઈ ઠેકાણું નથી એવું ફેસબુકના ડેટાબેઝમાં જતું રહેશે અને તમને ફેસબુક દ્વારા ટ્રેસ કરવા લગભગ અશક્ય થઇ જશે.

“કાંઈ ના ઘટે”: ફેસબુક ડેટા ચોરી કરી તમારા ફ્રેન્ડ લીસ્ટમાં અને ફોલોઅર્સ તેમજ લાઈકની સંખ્યામાં ઘટાડો કરી દે છે જેથી ફેસબુક પેજ ને પ્રમોટ કરવા તમારે સ્પોન્સરશીપનાં રૂપિયા ખર્ચવા પડે અને  ત્યારેજ તમારી પોસ્ટ વધુ લોકો સુધી પહોચે અને લાઈક વધે, પરંતુ જો તમે ફેસબુક પોસ્ટ તરીકે પેજ ઉપર “કાંઈ ના ઘટે” ટાઈપ કરી દો છો તો ફેસબુક તમારી પોસ્ટ રીચ ઘટાડી શકશે નહીં અને તમને જેટલા લાઈક પહેલા મળતા હતા એના કરતા વધુ લાઈક મળતા થઇ જશે.

“ભાઈ ભાઈ”: ફેસબુક ઘણી વાર તમારા મિત્ર વર્તુંળનો ડેટા પણ લીક કરી દે છે જેથી તમારા મિત્રોનાં ફેસબુક ડેટાને પણ તમે જો સિક્યોર કરવા માંગતા હો તો તમારે ફક્ત “ભાઈ ભાઈ” શબ્દ ફેસબુક પોસ્ટ તરીકે મુકવાનો છે અને તમારી સાથે સંકળાયેલા તમામ મિત્રોનો ડેટા સિક્યોર થઇ જશે. તેમજ તમારું તમારા ફેસબુક દોસ્તો સાથેનું બોન્ડીગ પણ વધી જશે.

“વાહ ભૂરા વાહ”: માર્ક ઝુક્મબર્ગ ગોરો છે અને ગુજરાતીમાં ગોરા વ્યક્તિ ને ‘’ભૂરા’’ તરીકે સંબોધવામાં આવે છે. કહેવાય છે દરેક વ્યક્તિને પોતાના વખાણ સાંભળવા ગમે છે જેમકે તમે આ લેખ વાંચ્યા પછી તમે  મારા પણ વખાણ કરશો એવી જ રીતે માર્ક ઝુક્મબર્ગને પોતાના વખાણ સાંભળવા ખુબ ગમે છે એટલે “વાહ ભૂરા વાહ” શબ્દ ટાઈપ કરવાથી માર્ક ઝુક્મબર્ગ એટલે કે ભૂરો ખુશ થઇ જાય છે અને તમારો ફેસબુક ડેટા સિક્યોર કરી દે છે તો ફેસબુક પોસ્ટમાં કે કોમેન્ટ બોક્સમાં “વાહ ભૂરા વાહ” લખવાથી તમારો ફેસબુક ડેટા સિક્યોર થઇ જાય છે.

અજ્ઞાન ગંગા:

જ્યારે મેં પોતાની જાતને પૂછ્યું આર્ટીકલ કેવો લાગ્યો તો અંતરઆત્મા નો અવાજ આવ્યો : “હા મોજ હા”

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here