વિદેશી Visa અને Mastercard ને પાછળ છોડતું દેશી UPI

0
427
Photo Courtesy: gadgets.ndtv.com

દેશમાં નોટબંધી બાદ ડિજીટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા BHIM એપ લોન્ચ કરવામાં આવી હતી. આ એપ Unified Payments Interface એટલેકે UPI ના નામે ઓળખાય છે. જ્યારે આ UPI દ્વારા ડિજીટલ વ્યવહારો શરુ કરવામાં આવ્યા હતા ત્યારે તેની સફળતા અંગે શંકા જતાવવામાં આવી રહી હતી. પરંતુ આજે લગભગ દોઢ વર્ષ બાદ એવો સમય આવ્યો છે કે UPIએ Visa અને Mastercard ના માર્કેટ શેરમાં ભાગ પડાવીને તેનો પચાસ ટકા હિસ્સો કબજે કરી લીધો છે.

Photo Courtesy: gadgets.ndtv.com

UPI હવે ઘણીબધી મોબાઈલ એપ્સ સાથે સંકળાઈ ગયું છે જેના દ્વારા સામાન્ય વ્યક્તિ પોતાના બેન્ક ખાતામાંથી રીટેઈલર કે પછી સેવા આપનાર કંપનીઓ કે સંસ્થાઓને સીધુંજ પેમેન્ટ કરી શકે છે. પેમેન્ટ કરવાની આ સરળતાને લીધે જ ગયા મહિનાના RBI ના આંકડાઓ અનુસાર UPI હવે ભારતના પેમેન્ટ માર્કેટનો અડધોઅડધ હિસ્સો ધરાવે છે.

ફિડેલિટી નેશનલ ઇન્ફોર્મેશન સર્વિસીઝ ઇનકોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા એક સરવેમાં જણાવવામાં આવ્યું છે કે UPI થી રિયલ ટાઈમમાં થતા પેમેન્ટે તેને સામાન્ય લોકોમાં અતિશય લોકપ્રિય બનાવ્યું છે. ફિડેલિટીએ પેમેન્ટની સરળતા માટે લગભગ 40થી પણ વધુ દેશોમાં સરવે કર્યો હતો જેમાં શોધખોળ અને ગ્રાહકમુલ્યને ધ્યાનમાં રાખીને 5 માંથી ગુણ આપવામાં આવ્યા હતા. આ સર્વેમાં UPI એક માત્ર પેમેન્ટ સિસ્ટમ હતી જેને 5 માંથી 5 ગુણ મળ્યા હતા. ચીનની ઈન્ટરનેટ બેન્કિંગ પેમેન્ટ સિસ્ટમને 2 ગુણ અને કેન્યાની PesaLink ને 4 ગુણ મળ્યા હતા.

તમને ગમશે: ચેરિયા (Mangrove) આપણા શહેરોની First Line of Defense સંકટ તળે

ફિડેલિટી દ્વારા UPIને 5 ગુણ આપવા માટે તેની ચોવીસ કલાક પેમેન્ટ કરવા માટેની  ઉપલબ્ધતા, પેમેન્ટની સરળતા ઉપરાંત સરકારનો પેમેન્ટ સિસ્ટમને આપવામાં આવતો ટેકો જેવા અન્ય ક્રાઈટએરિયાઝ પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

આજે Amazon, જેટ એરવેઝ, Paytm, ઓલા કેબ અને બિગ બાઝાર જેવા મોટા નામો પોતાની એપમાં પેમેન્ટ માટે UPI નો ઉપયોગ કરે છે. Facebook પણ હવે તેની WhatsApp એપમાં UPI દ્વારા જ પેમેન્ટ શરુ કરવા જઈ રહ્યું છે. એવું કહેવાય છે કે જે રીતે WeChat થી ચીનમાં પેમેન્ટ કરવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો હતો તેવીજ રીતે WhatsApp ભારતમાં UPI સાથે જોડાઈને પેમેન્ટ ક્રાંતિ લાવશે.

ક્રેડિટ સ્વિસ ગ્રુપનું માનવું છે કે ભારતમાં હવે 800 મિલિયન બેન્ક એકાઉન્ટ્સ મોબાઈલ સાથે લિંક થઇ ચુક્યા છે, આવામાં આવનારા પાંચ વર્ષમાં ભારતનું ડિજીટલ પેમેન્ટ બજાર 1 ટ્રિલિયન અમેરિકન ડોલર્સ જેટલું વિશાળ થઇ જશે. ક્રેડિટ સ્વિસ એમ પણ કહે છે કે ભારતમાં ડિજીટલ વપરાશ વધવાથી અને ઈન્ટરનેટનો ઉપયોગ વધવાથી રોકડ વ્યવહારો ભલે અત્યારે 70% જેટલા હોય પરંતુ સમય જતાં તે પણ ઘટશે. ભારતમાં ગયા વર્ષે એવરેજ નેટ વપરાશ 1 GB હતો જે આ વર્ષે વધીને 5-10 GB જેટલો થયો છે જે છેવટે ડિજીટલ પેમેન્ટસ માટે લાભકારક રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here