ફેસબુક એ વર્ચ્યુઅલ વર્લ્ડ છે વાસ્તવિક નહીં એ સમજ કેળવવી રહી

0
295
Photo Courtesy: pivotalweb.co.uk

ફેસબુકનો ડેટા લીક થયો અને એ મુદ્દે ઘણા હોબાળા પણ થયા. મોટી-મોટી હસ્તીઓએ પોતાનું ફેસબુક એકાઉન્ટ ડીલીટ પણ કરી નાખ્યું. ફેસબુક અને માર્ક ઝુકરબર્ગ પ્રાઈવસીના કારણે ઘણા ટ્રોલ થયા. આ વાત સાચી પણ ક્યાંક એવું તો નથી ને કે આપણા ડેટાની સાથે-સાથે આપણે પણ “સેફ” ન હોઈએ.  ટેક્નોલોજી આગળ વધી અને આપણે પણ 4Gની સ્પીડમાં ચાલવા લાગ્યા. જે માત્ર આપણા માટે એક સપનું હતું એ હવે હાથવગું બની ગયું.

Photo Courtesy: pivotalweb.co.uk

ઉદાહરણ આપું તો અક્ષય કુમાર તેની પર્સનલ લાઈફમાં શું કરે છે? ક્યા ફરવા જાય છે? કઈ ફિલ્મનું શૂટ કરે છે? વગેરે પ્રશ્નોના જવાબ આપવા માટે માત્ર સમાચાર, ન્યુઝ ચેનલ કે મેગેઝીનનો સહારો લેવાની કોઈ જ જરૂરીયાત નથી. બસ, ખાલી અક્ષય કુમારને સોશિયલ મિડિયા પર બધી જ જગ્યા પર ફોલો કરો: ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ગુગલ પ્લસ વગેરે અને તેને લગતી દરેક માહિતી તમારી પાસે હશે જ. જો કે આ દરેક મીડિયમથી માત્ર જાણકારી નથી મળતી પણ તેની સાથે પર્સનલી વાતચીત પણ ખુબ આસાનીથી થઇ શકે છે, અને બસ આ પર્સનલ વાતચીત જ અત્યારે ઘણા લોકો માટે સ્ટ્રેસનું કારણ છે: તેના “સેફ” ન હોવાનું કારણ છે. તેમાં દરેક યુવાનો, મુગ્ધો અને તેમના માતા-પિતાનો સમાવેશ કરી શકાય.

સામાન્ય રીતે આપણે વર્ચ્યુઅલ વર્લ્ડમાં કોઈ પણ વ્યક્તિને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલતા કે પછી તેને પર્સનલ મેસેજ કરતા અચકાતા નથી, અને આ પર્સનલ મેસેજ મોકલવા પાછળનું સૌથી મોટું કારણ હોય છે તેની પ્રોફાઈલ, ડીજીટલ પ્રોફાઈલ જેનાથી આપણે ઈમ્પ્રેસ થઇ જઈએ છીએ અને વાતોનો દોર આગળ ચાલે છે. પણ દરેક લોકોને જેવા ધારીએ તેવા જ હોય તે જરૂરી નથી, લોકોની પાછળ અનેક મોહરા કામ કરતા હોય છે. અને આ વાત દરેક વાલીએ પોતાના યુવાન બાળકને સમજાવવી રહી.

તમને ગમશે: વિશ્વભરની અવકાશ સંસ્થાઓ સાથે મળીને ISRO કમાલ કરવાનું છે

આપણા સપનાઓને પુરા કરવાનો સોશિયલ મીડિયા ખુબ સારો ઉપાય છે, અને તેનું બેસ્ટ ઉદાહરણ લઈએ તો “સિક્રેટ સુપરસ્ટાર” ફિલ્મ. તેમાં હિરોઈનને આમીર ખાન મળે છે, આમાં હિરોઇન પણ ટીન-એજ ગર્લ જ હોય છે. આમીર ખાનનું કેરેકટર ચોક્કસથી એટલું સારું હતું કે તેણે ઇન્સીયાનો ફાયદો ન ઉઠાવ્યો….પણ દરેક એ લોકો સારા નથી હોતા જેના ઈનબોક્સ સુધી આપણે પહોચીએ છીએ.

ઈનબોક્સ સુધી પહોચ્યા બાદ પણ માત્ર મૈત્રીથી વાત અટકતી નથી હોતી, સંબંધો આગળ વધતા જાય છે અને આપણે ક્યા અટકવું જોઈએ તે સમજણ આપણી પાસે હોતી નથી. વળી, આપણા વાલીઓનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે તેઓ કોઈ પણ વાતની ખુલીને ચર્ચા કરી શકતા નથી, પછી એ એઇડ્સ જેવી ગંભીર બીમારી હોય કે પીરીયડસ જેવી નોર્મલ બાબત. આપણે જે લાગણીઓમાંથી પસાર થઇ રહ્યા હોઈએ છીએ તે તમામ લાગણીઓ જેવી કે આકર્ષણ, પ્રેમ, નફરતમાંથી તેઓ ચોક્કસથી પસાર થયા હોય છે. મુગ્ધા અવસ્થાથી માંડીને યુવાની સુધીના તમામ અનુભવો તેની પાસે છે પણ તેઓ શેર કરતા અચકાશે અને આપણે મૂંઝવણ પૂછતા પણ. પરિણામે આવા લોકો આસાનીથી જાળ રચી શકે છે અને એન્જલ પ્રિયાઓ (મેલ/ફીમેલ)નો જન્મ થાય છે.

ખેર, આવી અનેક એન્જલ પ્રિયાઓથી બચવા આપણે સમજણ કેળવવાની જરૂર છે, હવેના પ્રશ્નો એ નથી રહ્યા કે પડોશીની છોકરી સાથે પ્રેમ થયો અને ભાગી ગયા અને લગ્ન કર્યા. પણ હવે એવું છે કે ફેસબુકમાં ફ્રેન્ડ બન્યા, વાતો થઇ, આકર્ષણ થયું જેને પ્રેમનું નામ આપ્યું અને લગ્ન કર્યા, આકર્ષણ ઓગળી ગયું, વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને છુટ્ટા પડ્યા. આ પ્રોસેસમાં બધાને ભોગવવું પડે છે. આ બધું જાણતા હોવા છતાં વાલીઓ બાળકોને કેમ આકર્ષણ, પ્રેમ, સેક્સ, યુવાની, જોશ-હોશ વિષે સમજાવતા નથી? અને પછી ભાંગેલા લગ્ન-જીવન પર કે દુઃખી થયેલા બાળકોને મ્હેણાં મારવા ચોક્કસથી પહોચી જાય છે. એમની આબરૂ પર લાગેલું કલંક બસ તેમની સાથે આજીવન વાત ન કરી ચુકવતા રહે છે.

જો કે વાત માત્ર વાલીઓ પુરતી સીમિત નથી, બાળકોએ પણ વર્ચ્યુઅલ વર્લ્ડ અને વાસ્તવિકતાનો ખ્યાલ હોવો જોઈએ. વર્ચ્યુઅલ દુનિયા માટે આંધળી દોટ આપણને ક્યા જઈને ઉભી રાખશે? આજે આપણે લોકોને ડીજીટલ પ્રોફાઈલ જોઇને ઈમ્પ્રેસ થઈએ છીએ, નહીં કે તેમના વિચારો અને સ્વભાવને લઈને. કોઈ પણ કલાકાર પોતાની આર્ટ આ મીડિયા પર દર્શાવશે એનો મતલબ એવો નથી કે આપણે તેનાથી ખુબ જ પ્રભાવિત થઇ જઈએ. કોઈ વ્યક્તિ પોતાના વિચારો લખતા હોય તો જરૂરી નથી કે માત્ર બોલ્ડ ભાષાના કારણે આપણે તેનાથી પ્રભાવીત થઈને, તેના પ્રેમમાં આંધળા થઈએ. કેમકે આવો પ્રેમ તે વ્યક્તિ તમારી જેવા 10 લોકો વચ્ચે વહેચતો ફરતો હોઈ શકે. તેના વિચારોને અને તે માણસને પણ આપણા સમજણના ત્રાજવે તોલવા રહ્યા!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here