કેનેડામાં 13,000 વર્ષ પહેલાની યાદગીરી મળી આવતા રેકોર્ડ તૂટ્યો

0
340
Photo Courtesy: indianexpress.com

ઉત્તર અમેરિકાના કેનેડામાં વૈજ્ઞાનિકોએ માણસના પગલાં શોધ્યા છે જે લગભગ 13,000 વર્ષ જૂના હોવાનું માનવામાં આવી રહ્યું છે. અહીં ત્રણ જુદાજુદા પગલાઓની જોડી જોવા મળી છે જેમાંથી બે પુખ્તવયની વ્યક્તિઓ અને એક બાળકની હોવાનું માલુમ પડ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પગલાંની આ ત્રણ જોડીથી એ સાબિત થાય છે કે લગભગ 13,000 વર્ષ અગાઉ લોકો એશિયાથી ઉત્તર અમેરિકા આવતા જતા હતા.

Photo Courtesy: indianexpress.com

આ નવા સંશોધનથી જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. અગાઉ આ જ ક્ષેત્રમાં લગભગ 11,700 વર્ષ જુના માનવ પગલાં મળી આવ્યા હતા. એક સંશોધનમાં એવું પણ સાબિત થયું હતું કે આટલા બધા વર્ષો પહેલા એશિયા અને ઉત્તર અમેરિકા વચ્ચે પેસિફિક મહાસાગરનું અસ્તિત્વજ ન હતું અને આથી તે સમયના માનવો એશિયાથી ઉત્તર અમેરિકા પગપાળા કે અન્ય કોઈ રીતે અવરજવર કરી શકતા હતા.

માનવીય પગલાં કેનેડામાં જે જગ્યાએથી મળી આવ્યા છે ત્યાં હાલમાં અત્યંત ગાઢ જંગલ છે અને ત્યાં પહોંચવા માટે માત્ર હોડીનો જ ઉપયોગ થઇ શકે તેમ છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે હાલની આવી ભૌગોલિક પરિસ્થિતિને કારણે નવા સંશોધનને આર્કિયોલોજિકલ સમર્થન મળવું ઘણું અઘરું બની રહેશે.

Photo Courtesy: amadershomoy.com

હકાઈ ઇન્સ્ટીટયુટ અને યુનિવર્સિટી ઓફ વિક્ટોરિયાના વૈજ્ઞાનિકોએ બ્રિટીશ કોલમ્બિયાના કાલવર્ટ આયલેન્ડના એ દરિયા કિનારે આ સંશોધન હાથ ધર્યું હતું જ્યાં છેલ્લા બરફયુગના અંત બાદ સમુદ્રનું લેવલ બે થી ત્રણ મીટર નીચે જતું રહ્યું હતું. આ જગ્યાએ વૈજ્ઞાનિકોને માનવજાતના 29 પગલાંઓ મળ્યા હતા જેની ઓછામાં ઓછી ત્રણ જુદીજુદી સાઈઝ હતી. આ પગલાઓની માપણી અને તેની ડિજીટલ ફોટોગ્રાફિક એનાલિસિસ દ્વારા ખબર પડી હતી કે આ પગલાઓ બે પુખ્તવયની અને એક બાળકની છાપ ધરાવતા હતા અને આ તમામ દ્વારા પગમાં કશુંજ પહેરવામાં આવ્યું ન હતું.

તમને ગમશે: સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર રોજર ફેડરર બેશક મહાન ટેનીસ ખેલાડી છે પરંતુ …..

આ નવા સંશોધનથી અગાઉની માન્યતા કે એશિયા અને ઉત્તર અમેરિકા વચ્ચે પેસિફિક મહાસાગર ન હતો તેને પણ રદિયો આપવામાં આવ્યો છે. નવા સંશોધન અનુસાર તે સમયે પણ આ બંને ખંડ વચ્ચે સમુદ્ર હતો અને લોકો આ માર્ગે એકબીજા ખંડમાં અવરજવર કરતા હતા.

ઉપરોક્ત સંશોધનના મુખ્ય વૈજ્ઞાનિક ડંકન મેક્લેરેનનું માનવું છે કે નવી શોધખોળથી એ સાબિત થાય છે કે આ લોકો છેલ્લા બરફયુગના અંતભાગમાં એશિયાથી અહીં આવીને વસ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here