બોલિવુડના ભાઈ સલમાન ખાન સાથે મસ્ત મજાના Fryday ફ્રાયમ્સ

1
362
Photo Courtesy: hindustantimes.com

मित्रो, कितने प्रतिशत भारतीय ये सोचते है कि fryday fryms एक super duper hit शो है? Joke apart… welcome back again to your favourite  show जिसका नाम है…. जिसका नाम है… जिसका नाम है… हाँ… याद आया….. fryday फ्रायम्स….  તો દોસ્તો, આજના આપણા મહેમાન છે….  બોલિવૂડના ભાઈ સલમાન ખાન …

Photo Courtesy: hindustantimes.com

પંકજ : welcome સલમાનભાઈ

સલમાન ખાન :  આભાર…

પંકજ : કેવું લાગી રહ્યું છે અહીં આવીને?

સલમાન : અહીં આવવું પડે એવા દિવસો નથી આવ્યા પણ પછી થયું ચાલો… થોડા ફ્રાયમ્સ ખાઈ લઉ….

પંકજ :  થોડા સમય અગાઉ બોલિવુડની સૌ પ્રથમ લેડી સુપર સ્ટાર શ્રી દેવીનું અવસાન થયું.. તમે પણ એમની સાથે ફિલ્મોમાં કામ કરેલું છે..  કોઈ અનુભવ share કરવા માંગો છો?

સલમાન ખાન: એ સમયે શ્રી દેવી સાથે સ્ક્રિન શૅર કરવો એટલે માત્ર મારા માટે જ નહીં… ઇન્ડસ્ટ્રીના કોઈ પણ કલાકાર માટે સ્વપ્નવત હતું..  મને શ્રી સાથે ચંદ ફિલ્મો… પર્ટીક્યુલરલી… બે જ ફિલ્મોમાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… ચંદ્રમુખી અને ચાંદ કા ટુકડા.. કમભાગ્યે બંને ફિલ્મોને ચંદ પ્રેક્ષકો મળ્યા… એમનું બાથ ટબમાં ડૂબી જવાથી કરુણ મોત થવું એ ખરેખર ખૂબ જ આઘાત જનક છે….

પંકજ : પહેલાં એવા સમાચાર વહેતા થયેલા કે એમનું મોત કાર્ડિયાક એરેસ્ટ થી થયેલું…

સલમાન : એવું ના કહો…. મને કાળીયાર્ક એરેસ્ટ યાદ આવી જાય છે….

પંકજ : છેલ્લા વર્ષોમાં સડક અને હાઈ વે નામની ફિલ્મો આવેલી… તમને નથી લાગતું કે ફિલ્મોનાં ટાઇટલ સડક છાપ થઈ રહ્યાં છે?

સલમાન ખાન : એવું જરા પણ નથી… ફિલ્મોની સ્ટોરીલાઇનને અનુરૂપ ટાઇટલ હોય તો એ ગમે તેમ કરીને ઠોકી બેસાડેલું નથી લાગતું… મેં એક આવા જ ટાઈટલ વાળી ફિલ્મનું પ્રોમોશન કરેલું… મજાની વાત તો એ છે કે હું એ ફિલ્મ સાથે કોઈ પણ રીતે સંકળાયેલો નહોતો…

પંકજ : શું વાત કરો છો,? કઈ ફિલ્મ હતી એ?

સલમાન : ફૂટપાથ

પંકજ : ઓહ ગોડ….

સલમાન ખાન: હું ઈશ્વરનો ખૂબ આભારી છું કે ભારતમાં સોશિયલ મીડિયા થોડા વર્ષ લેઈટ આવ્યું…  ટ્રોલીંગથી બચી ગયો….

પંકજ : થોડા વર્ષ વહેલું આવ્યું હોત તો શું થાત?

સલમાન : એશટ્રોલોજી

પંકજ : સમજી ગયો….  BTW રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ્સમાં એકાદ અપવાદ બાદ કરતાં તમારી હાજરી અચૂક હોય છે.. કોઈ ખાસ કારણ?

સલમાન ખાન: કારણમાં તો એવું છે કે મેં જ્યારે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે નક્કી કરેલું કે ફિલ્મી જગતમાં સલમાન ખાનનું નામ यावत् चंद्र दिवकरौ એટલે કે જ્યાં સુધી સૂરજ અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી ટકવું જોઈએ… રાજશ્રી પ્રોડક્શનના કર્તાહર્તા બડજાત્યાજીનું નામ સૂરજ છે અને ચંદ્ર એ માથે ટીંગાડીને ફરે છે..

પંકજ : બહોત ખૂબ….  તમારી દ્રષ્ટિએ હીરો એટલે?

સલમાન : ફિલ્મી હીરો એટલે જે ખૂબ જ બહાદૂર હોય…. હંમેશાં સચ્ચાઈની પડખે ઊભો રહેતો હોય… સ્ટાઈલિશ હોય અને એવું ઘણું બધું…

પંકજ : બીજું બધું તો ઠીક મારા ભાઈ… પણ જે  બિલ્ડિંગમાં અબાલ વૃદ્ધ ઘણાં લોકો રહેતાં હોય…. લિફ્ટ બગડી હોય તો સીડીનો ઉપયોગ કરતાં હોય એવા સંજોગોમાં સીડી ચઢવાની વાતમાં ઠાગાઠૈયા કરે એવી વ્યક્તિ બહાદૂર કઈ રીતે હોઈ શકે?

સલમાન ખાન: તદ્દન સાચી વાત છે…

પંકજ : એમ?   ऊँची है बिल्डिंग…..लिफ्ट तेरी बंद है….. कैसे मै आऊँ…

સલમાન : હાહાહાહા…….  હાહાહાહા…….

પંકજ : એક પર્સનલ સવાલ….

સલમાન ખાન: તો અત્યાર સુધીના સવાલો સાર્વજનિક હતા??  Ok… પૂછો…

પંકજ : તમે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા?

સલમાન : છે કોઈ ધ્યાનમાં?

પંકજ : મજાક કરો છો?

સલમાન ખાન:  ઠીક છે…. મારી લગ્ન વિશેની માન્યતાની વાત કરું તો જે વ્યક્તિ આપણા ધ્યાનમાં હોય પણ એની સાથે આપણા લગ્નના યોગ ના હોય તો એ ધ્યાન અને યોગના બળ થકી આપણે તપસ્વી નથી બની જતા….

પંકજ : આપ કે ચરણ કહાં હૈ પ્રભો??

સલમાન : કોઈ વ્યક્તિના વિચારો ગમે તો તેના ચરણમાં નહીં પડવું જોઈએ પણ તેના વિચારોના આચરણમાં પડવું જોઈએ…

પંકજ : ક્યા બાત….. હું આને જ આપનો આજનો સંદેશ માની લઉ?

સલમાન ખાન: બહુ ઉતાવળ છે તને…. આજ કા સંદેશ તો યે રહા….. મગજમાં રાઈ ભરેલી હોય તો આપણને નુકસાન કરે જ છે… પણ એ રાય….. સોરી… રાય…. ઓહ સોરી… રાઈ જો દિલમાં ભરાઈ જાય તો જે નુકસાન થાય છે એની ભરપાઇ ક્યારેય નથી થતી…. સૌ…. દર્દ હૈ…… સૌ રાહતે….. સબ મિલા……

પંકજ :    આભાર…….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here