Pebble Pico ભારતમાં લાવી 10,000 mAh કેપેસિટીવાળી સ્ટાઈલીશ પાવર બેન્ક

0
360
Photo Courtesy: republicworld.com

મુસાફરીમાં અથવાતો લાંબી મીટીંગ દરમ્યાન જ્યારે તમારા મોબાઈલને ચાર્જીંગની સખત જરૂરિયાત હોય છે ત્યારે પાવર બેન્ક જડીબુટ્ટીનું કામ કરે છે. વિશ્વમાં મોબાઈલ એસેસરીઝમાં મોટું નામ ધરાવતી Pebble Pico હવે ભારતમાં પણ એન્ટ્રી મારી ચૂકી છે અને તેણે પોતાની 10,000 mAh કેપેસિટી ધરાવતી પાવર બેન્ક ખાસ ભારતીય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી છે.

Photo Courtesy: republicworld.com

Pebble Pico ની આ પાવર બેન્ક ઘણી બધી વિશેષતાઓ ધરાવે છે. જેમકે આ પાવર બેન્કની સાઈઝ એટલી નાની છે કે તમારી હથેળીમાં તે આસાનીથી સમાઈ શકે છે. પાવર બેન્કની સાઈઝ નાની હોવા છતાં તેની મોબાઈલ ફાસ્ટ ચાર્જ કરવાની તેની ક્ષમતામાં કોઈજ ફરક પડતો નથી. આ ઉપરાંત Pebble Pico પાવર બેન્ક સેફ પણ છે. આ પાવરબેન્ક તમને હાઈ વોલ્ટેજ પ્રોટેક્શન, શોર્ટસર્કિટથી પ્રોટેક્શન, ઓવર ચાર્જીંગથી તેમજ ઓવર કરંટથી પણ સુરક્ષા આપે છે.

Pebble ના ભારતના માર્કેટિંગ હેડ કોમલ અગ્રવાલે જણાવ્યું હતું કે આ પાવર બેન્ક એ ડિઝાઈન, પાવર અને કાર્ય કરવાની પદ્ધતિનું અનોખું કોમ્બીનેશન છે. આ પાવર બેન્ક તેના નામ Pico પ્રમાણે જ અત્યંત નાની છે જેથી તેને સરળતાથી ગમેત્યાં લઇ જઈ શકાય છે. કોમલ અગ્રવાલનું એમ પણ કહેવું હતું કે તેમની પાવર બેન્ક એ નવી જનરેશનની પાવર બેન્ક છે અને અત્યારસુધીમાં આવી ગયેલી મોટાભાગની પાવર બેન્કસ કરતા તે અત્યાધુનિક ફિચર્સ ધરાવે છે.

તમને ગમશે: NASA દ્વારા મૃત ઘોષિત સેટેલાઈટ અચાનક જ જીવતો મળી આવ્યો

જે પ્રકારે Pebble Pico પાવર બેન્કનું લૂક છે અને તેના જે પ્રકારના ફિચર્સ છે તેનાથી એક વાત તો સાબિત થાય જ છે કે કંપનીનો ટાર્ગેટ ભારતનો યુથ છે અને તેને ધ્યાનમાં રાખીને જ તેણે આ પાવર બેન્કનો લૂક ડિઝાઈન કર્યો છે અને ફિચર્સ પણ આપ્યા છે જેથી યુથ પોતાની રોજીંદી મોબાઈલ ચાર્જીંગની જરૂરિયાતને આસાનીથી પૂરી કરી શકે.

હવે જો વાત કરીએ Pebble Pico પાવર બેન્કનું હાર્ટ એટલેકે તેની બેટરી વિષે તો કંપનીએ અહી A+ ગ્રેડની Li-ion બેટરી આપી છે અને Dual USB 2.1A આઉટપુટ પણ આપ્યા છે. આ પાવર બેન્કથી તમે તમારા Android કે પછી iPhone ઉપરાંત ટેબલેટ્સ, કેમેરા તેમજ iPods પણ આસાનીથી ચાર્જ કરી શકો છો.

ચાલો વાત કરીએ સૌથી મહત્ત્વના મુદ્દા પર. Pebble Pico 10,000 mAh પાવર બેન્ક જે બ્લેક અને વ્હાઈટ એમ બે કલર્સમાં ઉપલબ્ધ છે તેની રિટેઈલ પ્રાઈઝ રૂ. 2750 રાખવામાં આવી છે, પરંતુ આ પાવર બેન્ક Amazon અથવાતો કંપનીની વેબસાઈટ peeblecard.com પર માત્ર રૂ. 1,599 માં મળી શકે છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here