Stephen William Hawking એ એક જાણીતા લેખક ફિલોસોફર અને વૈજ્ઞાનિક હતા એપ્રિલ ફૂલ દિવસ અંગે તેમણે એક અંગ્રેજી પુસ્તક લખ્યું છે “How to save yourself from being April Fool” આ પુસ્તકની જાણકારી બહુ ઓછા લોકોને હશે. બધા ને ફક્ત Stephen William Hawking એ આપેલી બ્લેક હોલ વિષેની જાણકારી જ યાદ રહે છે પરંતુ તેમની એપ્રિલ ફૂલ વિષેની રસપ્રદ માહિતી કોઈને પણ યાદ નથી. જ્યારે Stephen William Hawking બાળપણમાં કેવી રીતે એપ્રિલ ફૂલ બનતા હતા અને તેમણે પોતાની જાતને એપ્રિલ ફૂલ બનતા કેવી રીતે અટકાવી એ અંગેની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં છે.

તેમના જણાવ્યા પ્રમાણે જ્યારે સોશિયલ મીડિયા વધારે એક્ટિવ થશે ત્યારે એપ્રિલ ફૂલ બનાવવાનું પ્રમાણ વધી જશે . Stephen William Hawking જયારે નાના હતા ત્યારે આપણી જેમજ તેઓને પણ જો તારા પગમાં ગરોળી, જો તારા પગમાં વંદો જેવું એપ્રિલ ફૂલ બનાવામાં આવતા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આવું થવાથી પોતે ઘણી વાર એપ્રિલ ફૂલ બનેલા છે તેનાથી તેમનું મોરલ ઘણીવાર તૂટી જતું હતું અને તેઓ કામ પ્રત્યે ધ્યાન પણ આપી શકતા નહતા. તેમને એક વખત ફોન પર પણ પ્રેંક કોલ કરીને ઉલ્લુ બનાવામાં આવ્યા હતા. પહેલી એપ્રિલની આસપાસ તેઓ પોતાની જાતને એકલા રાખતા હતા જેથી એપ્રિલ ફૂલ બનવાથી બચી શકે. Stephen William Hawking એ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે ‘બીજાને ફૂલ બનાવવાથી થતી ખુશી એક પિશાચી આનંદથી વધારે કશું નથી હોતી, એપ્રિલ ફૂલ એટલે કોઈને ઉલ્લુ બનાવવા નહીં પણ પહેલી એપ્રિલ એટલે આવનારા નવા ફાયનાન્સીઅલ યરમાં પોતાની જાતને ધંધા અને ક્રીએટીવ ફિલ્ડમાં ઘણા લોકો ઉલ્લુ બનાવવાવાળા મળશે તેમનાથી પોતાના વિચારોનું રક્ષણ કરવું’ એજ સાચું એપ્રિલ ફૂલનું સેલિબ્રેશન છે
ઘણા ઓછા લોકો જાણે છે કે Stephen William Hawking ગુજરાતી ભાષાનાં પણ ઘણા જાણકાર હતા તેમણે પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે પહેલી એપ્રિલનાં દિવસે સમાજ સાથે તમારો છેડો ફાડીને ક્યાંક નીકળી જાઓ અને પોતાના હ્રદય પર હાથ મૂકી ને કહો ‘’ હા મોજ હા ‘’ આમ પોતે મોજમાં રહો, કોઈને ઉલ્લુ બનાવશો નહીં અને પોતે ઉલ્લુ બનશો નહીં. આગળ જતા સમાજ સોશિયલ મીડિયાનાં માધ્યમથી એક બીજાને વોટ્સએપ પર ખોટી લીંક મોકલી, ફેસબુક પર પોતાની બર્થ ડેટ બદલી, પોતે લગ્ન કરી રહ્યા છે, છુટા પડી રહ્યા છે એવા સમાચારો વહેતા કરી તમને ઉલ્લુ બનાવાનો પ્રત્યન કરશે પણ જો તમે એક દિવસ માટે સમાજ અને સોશિયલ મીડિયાથી અલગ થઇને પોતાની જાત સાથે સમય વિતાવી અને પોતાની જાતને “હા મોજ હા” કહીને મોજમાં રહેશો તો આખું વર્ષ તમને કોઈ ઉલ્લુ નહીં બનાવી શકે .
Stephen William Hawking એ પોતાના પુસ્તકમાં જણાવ્યા મુજબ સમગ્ર બ્રહ્માંડમાં મનુષ્ય જ એવું પ્રાણી છે જે બીજા મનુષ્યને ઉલ્લુ બનાવી પોતાને ચતુર સાબિત કરવા મથામણ કરે છે પરંતુ તેને ખ્યાલ નથી કે જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું છે એ ગમે ત્યારે તમારી ચતુરાઈનો અંત લાવી તમને ઉલ્લુ બનાવી જ દેશે. Stephen William Hawking પોતે નાસ્તિક હતા, તેઓ ભગવાનમાં વિશ્વાસ ધરાવતા નહતા પરંતુ તેમના માટે સાયન્સ જ ભગવાનનું રૂપ હતું. તેમના જણાવ્યા મુજબ તમે એક વાર સાયન્સને અપનાવી લેશો તો પહેલી એપ્રિલે તો છોડો જીવનભર તમને કોઈ અંધશ્રધ્ધાના માધ્યમથી પણ ઉલ્લુ નહીં બનાવી શકે .
ક્યારેય તમે બીજા કોઈ પ્રાણી એટલે એક ગાયે બીજી ગાયને કે ખિસકોલીને બીજી ખિસકોલીને ઉલ્લુ બનાવતા જોઈ છે? પરંતુ મનુષ્ય પોતાને બુદ્ધિશાળી સાબિત કરવા એક બીજાને ઉલ્લુ બનાવે છે પરંતુ જીવનનું વાસ્તવિક સત્ય ભૂલી જાય છે કે જ્યારે બ્રહ્માંડનો સર્જન હાર તમને ઉલ્લુ બનાવશે ત્યારે તમારા જીવનનો અંત આવી જશે. Stephen William Hawking નાં જણાવ્યા પ્રમાણે વિશ્વ સર્જન હારે આપણને આ જીવન મોજ મસ્તીથી જીવવા આપ્યું છે નહીં કે એક બીજાને ઉલ્લુ બનાવા તો એક બીજાને ઉલ્લુ બનાવવાની વાત બાજુએ મૂકી પોતાના વિચારોને આગળ વધારવાની અને મોજથી જીવન જીવવાની તેમજ હંમેશા પોતાની જાતને “હા મોજ હા” કહેવાની આદતથી તમારું જીવન હંમેશા સુખમય રહેશે .
લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી.
eછાપું