મુંબઈ ખાતે આ મહીને હુલાહુપ ઉત્સવ ઉજવીને વર્લ્ડ રેકોર્ડ કરનારા શિલ્પા ગણાત્રા મૂળ બેંગ્લોરના છે અને તેમના લગ્ન પછી તેઓ મુંબઈમાં સેટલ થયેલા છે તેમણે આઠ વર્ષની વયે ભરતનાટ્યમ શીખવાનું શરુ કર્યું હતું. નૃત્ય એ તેમના માટે જીવન છે તેમણે બેંગ્લોરમાં ગુજરાતી સમાજના નવરાત્રી ઉત્સવમાં ગરબા ક્વીનનું બિરુદ મેળવેલ છે તેમને કર્ણાટકની સરકાર તરફથી “કર્નાટક ડાન્સ માસ્ટર એવોર્ડ” પણ મળેલ છે. તેમના માટે નૃત્ય એ એક પૂજા છે,એક સાધના છે. તેમના માટે નૃત્ય એક એવી વસ્તુ છે કે કોઈ તેમને અડધી રાત્રે ડાન્સ કરવાનું કે શીખડાવાનું કહે તો તેઓ અડધી રાત્રે પણ તે કરવા તૈયાર હોય છે. તેઓ કહે છે કે નૃત્યથી તણાવ દુર થાય છે. કોલેજમાંથી તેમને નૃત્ય માટે પારિતોષિક મળ્યા બાદ તેમને લાગ્યું કે તેઓ નૃત્યમાં જ આગળ વધશે. તેમણે E-tv Kannada સાથે પણ કામ કરેલું છે.

શિલ્પા ગણાત્રા માને છે કે નૃત્યથી આપણામાં હકારાત્મક ઉર્જા આવે છે. તેઓ મુંબઈ આવ્યા બાદ તેમના લગ્ન પછી પણ નૃત્ય કરવાનું છોડ્યું નથી તેમણે “યુથ ઝોન ડાન્સ એકેડેમી” શરુ કરી અને મુંબઈની ઘણી સ્કૂલો માં પણ ડાન્સ શોના કોરીઓગ્રાફર બન્યા. તેઓ પોતાની આ એકેડેમી વિષે વાત કરતા કહે છે કે આ એકેડેમીમાં બધી ઉમરના લોકો આવે છે. તેમના મતે મોટી ઉમરના લોકો પણ જો ડાન્સ શીખે છે તો તે યુથ જ કેહવાય છે. તેમની એકેડેમીમાં ઉમરનો કોઈ બાધ નથી. આ એકેડેમી મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આવી છે અને અહીં 300 જેટલા વિદ્યાર્થીઓ છે જેમાં સન્નારીઓની સંખ્યા પણ સરખે સરખીજ છે. તેમની એકેડેમીમાં એક 52 વર્ષના સન્નારી પણ ડાન્સ શીખવા આવે છે! આ એકેડેમીમાં ખાસ સન્નારીઓ માટે ડાન્સના કુલ 22 સ્ટેપ્સ છે. શિલ્પા ગણાત્રા કહે છે કે જો મારા શીખવેલા આ 22 સ્ટેપ્સ તમને આવડી જાય તો તમને કોઇપણ ડાન્સ આવડી જશે, અને તેમાં ગરબા પણ આવી ગયા.!!
તેમણે જ્યારે “તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં” સીરીઅલમાં કોરિયોગ્રાફી કરી અને તેમની કેરિયરમાં એક નવો વળાંક આવ્યો. આ સિરીયલથી તેઓ મિડિયામાં પ્રખ્યાત બન્યા. ટેલીવિઝન ડાન્સ શો બુગી વુગીના મુખ્ય જજીઝમાંથી એક એવા રવિ બેહલને આપણે સૌ જાણીએ છીએ, શિલ્પા ગણાત્રાએ તેમને પણ 10 ડાન્સ સ્ટેપ શીખવા કહેલું. તેમણે જિમ્નેશિયમ કરેલું અને હુલાહુપ પણ કરેલું હતું તો તેની પરથી તેમને વિચાર આવ્યો કે હુલાહુપ નો ડાન્સ કેમ ન હોઈ શકે? મુંબઈ માં હુલાહુપ નું નામ તેમના દ્વારા જ પ્રખ્યાત થયું. તેમણે તેમની દીકરીને જ પેહલા શીખડાવાનું શરુ કર્યું પછીતો ધીમે ધીમે બધા ને આ હુલાહુપ ગમવા લાગ્યું. ઘણા બધા વિદ્યાર્થીઓ આ શીખવા માટે તેમની પાસે આવવા લાગ્યા.

તેઓ કહે છે કે એકવાર તેઓ મલેશિયા ગયેલા અને ત્યાં તેમણે આવો હુલાહુપ ફેસ્ટીવલ જોયો હતો. તેમને લાગ્યું કે જો વિદેશ માં આવો ફેસ્ટીવલ થતો હોય તો ભારતમાં કેમ નહીં? જોકે આ વિચારને આચરણમાં મુકવામાં તેમની સામે ઘણી મુશ્કેલીઓ આવી. પણ તેમણે નિર્ધાર કરેલો કે આવો હુલાહુપ ફેસ્ટીવલ તેમને ભારતમાં કરવો છે. કાઈક નવું કરવું તે તેમના સ્વભાવમાં છે અને બેસી રેહવું તે તેમના સ્વભાવમાં નથી. ભારત આવીને તેમણે આ ફેસ્ટીવલની માટે બધી તૈયારી શરુ કરી દીધી.
તેમના દ્વારા મુંબઈ કાંદિવલી (વેસ્ટ)માં હુલાહુપ ઉત્સવ 15મી એપ્રિલ ના દિવસે સાંજે 5 વાગ્યાથી યોજાવાનો છે જેનું eછાપું મિડિયા પાર્ટનર છે તે એક અદભૂત ઉત્સવ બની રેહશે. આ ઉત્સવમાં મુખ્યત્વે તેમાં ભાગ લેનાર પ્રતિસ્પર્ધીઓ ત્રણ મિનીટ માટે કમર પર હુલાહુપ ફેરવી વિશ્વ વિક્રમ યોજનાર છે. ધ ચેમ્પિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને સુપ્રીમ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં તેની નોંધ લેવામાં આવશે. આ કાર્યકમ માં ભાગ લેનાર બાળકો મુંબઈજ નહીં પણ ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ આવવાના છે. આ ઉત્સવમાં ગુજરાતી ફિલ્મોના નિર્માતા અને નિર્દેશક ધર્મેશ મેહતા પણ ઉપસ્થિત રેહશે.
હુલાહુપ એક ગોળ રીંગ હોય છે જેને પેહરીને ડાન્સ કરવાનો હોય છે. 1958 માં આર્થર કેમેલીન અને રીચાર્ડ નેર દ્વારા આ હુલાહુપની શોધ થયેલી. શિલ્પા ગણાત્રાના મતે હુલાહુપ એ એક મન, મગજ અને શરીરને બેલેન્સ કરનારી વસ્તુ છે. જો તમે તેને શીખવા લાગો તો તમારું મગજ આપોઆપ સંતુલન કરતા શીખી જશે. અત્યારેના સમયમાં આવું સંતુલન ખુબ જરૂરી છે તેવું તેઓ માને છે. તેઓ ડાન્સની સાથે સ્ટંટ પણ શીખવે છે
તેઓ માને છે કે ગુજરાતી જેવી મીઠી ભાષા કોઈ નથી અને ગુજરાતી વાંચતું રેહવું જોઈએ. જો સ્માર્ટ ફોનમાં બધા સમાચાર આવતા હોઈ તો તે ઘણું સારું છે તેવું તે e-છાપુ માટે માને છે
શિલ્પા ગણાત્રાને મળીને એક જ શેર મનમાં આવે છે
“मंज़िल भी ज़िद्दी हे, रास्ते भी ज़िद्दी हे, देखते है आगे क्या हो? होसले भी जिद्दी है। ”
eછાપું
તમને ગમશે: ફિરોઝશાહ કોટલા પર સહેવાગ માટે અનોખું સન્માન