વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી સત્તા સાંભળી છે ત્યારથી તેઓ જાહેર અને ખાનગી સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે પણ વધુને વધુ LEDs નો વપરાશ થાય તેના હિમાયતી રહ્યા છે. પુણે એરપોર્ટે પણ વડાપ્રધાનની આ અપીલનો અમલ કર્યો છે અને પોતાની સમગ્ર ફેસિલીટીમાં સામાન્ય લાઈટીંગના સ્થાને LEDs લગાવી દીધા છે અને તેનો જબરદસ્ત ફાયદો તેને મળ્યો છે.

પુણે એરપોર્ટ ઓથોરીટીના એક અધિકારીના જણાવ્યા અનુસાર માત્ર સામાન્ય લાઈટીંગને બદલે LEDs વાપરવાના એક નાનકડા નિર્ણયને લીધે એરપોર્ટનો રોજીંદો 192KW જેટલો વપરાશ હવે ઘટીને 80KW જેટલો થઇ ગયો છે. આ અધિકારીનું એમ પણ કહેવું હતું કે માત્ર વપરાશ ઘટ્યો એ તો ફાયદો થયો જ પરંતુ સામાન્ય લાઈટો કરતા LEDs વધારે ટકાઉ પણ છે અને આથી સમગ્ર એરપોર્ટ ફેસિલીટીમાં જેમાં ટર્મિનલ બિલ્ડીંગ પણ સામેલ છે તેમાં LEDs લગાવી દેવામાં આવ્યા છે.
હજી આટલું ઓછું નથી, પુણે એરપોર્ટ હવે એરપોર્ટના હેંગર પાસેજ એક સોલર પ્લાન્ટ પણ પ્રસ્થાપિત કરી રહ્યું છે. આને કારણે પુણે એરપોર્ટને ક્લીન એનર્જી મળતી થશે અને તેનો ટાર્ગેટ આ પ્લાન્ટમાંથી 300KV ઉર્જા પ્રાપ્ત કરવાનો છે. આ સમગ્ર પ્રોજેક્ટ રૂ. 1.27 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. આ રીતે પુણે એરપોર્ટને હવે ઉર્જા મેળવવા માટે સામાન્ય સ્તોર્ત પર આધાર રાખવો નહીં પડે જેનાથી તેના ઈલેક્ટ્રીસિટી બીલમાં પણ બમ્પર ઘટાડો થશે.
તમને ગમશે: બિચારો ટોમ મૂડી નિર્દોષ છે; ડાબેરી મિત્રોં એમને પ્લીઝ છોડી દો
એકવાર સોલર પ્લાન્ટ સ્થાપિત થઇ જશે પછી સમગ્ર એરપોર્ટ પર આવેલા CCTV, લાઈટો, પાર્કિંગ એરિયા, અને ફ્લડલાઇટ પણ તેના દ્વારાજ ચાલશે. હાલમાં જે સ્ત્રોતથી ઉર્જા પ્રાપ્ત થાય છે તેને એક વિકલ્પ તરીકે જાળવી રાખવામાં આવશે જેથી જે સમયે કોઈ તકનીકી તકલીફ ઉભી થાય તો તેનો ઉપયોગ કરી શકાય અને આથી એરપોર્ટ પોતાનું સામાન્ય કામકાજ ચાલુ રાખી શકે.
સામાન્ય લાઈટીંગના સ્થાને LEDsનો ઉપયોગ કરવાથી કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન પણ ઓછું થશે જેને કારણે પર્યાવરણને પણ નુકશાન ઓછું થશે. આમ પુણે એરપોર્ટ ઓથોરીટીના એક જ નિર્ણયને લીધે તેને ત્રેવડો ફાયદો થવા જઈ રહ્યો છે.
પુણે એરપોર્ટ પર સમગ્ર લાઈટીંગ બદલી નાખીને LEDs કરવા પાછળ હાલમાંજ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI અને એનર્જી એફિશિયન્સી સર્વિસીઝ લિમિટેડ (EESL) વચ્ચે થયેલો MOU જવાબદાર છે. EESL AAI હેઠળ આવતા સમગ્ર દેશના તમામ બિલ્ડીંગોમાં તેમજ એરપોર્ટ્સ પર LEDs પ્રસ્થાપિત કરશે. આ MOUમાં હાલની લાઈટીંગને LEDs થી બદલી નાખવાની શરત ઉપરાંત તમામ LEDs પર પાંચ વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી આપવાની પણ શરત પણ સામેલ છે. આ સમગ્ર કરારની કિંમત રૂ. 24.50 કરોડ આંકવામાં આવી છે.
આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીભરી સલાહને લીધે લાભ પામનાર પુણે એરપોર્ટનો દાખલો ભલે નવો હોય પરંતુ એકલો નથી. દેશની ઘણી મ્યુનિસિપલ કોર્પોરેશન જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સામેલ છે, તેણે સમગ્ર શહેરની સ્ટ્રીટ લાઈટ્સ બદલીને LEDsમાં પરિવર્તિત કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. એવું નથી કે આ વિચાર નવો છે પરંતુ તેને અમલી બનાવવાની ઇચ્છાશક્તિ અને અમલ કરાવવાની ઈચ્છા હજી સુધી કોઈએ દર્શાવી ન હતી.
eછાપું