Xiaomi નો Redmi Note 5 Pro – આધુનિક ટેક્નોલોજી મળશે અને ખિસ્સું પણ ખુશ

0
578
Photo Courtesy: pateltechnical.com

જ્યારે જ્યારે કોઈ મને પૂછે કે મારે પોકેટ ફ્રેન્ડલી બજેટ અથવા તો 15,000 થી 18,000 સુધીના બજેટમાં કોઈ સ્માર્ટ ફોન લેવો હોય તો કયો ફોન લઇ શકાય ત્યારે હંમેશા મારો જવાબ Xiaomi Redmi સિરીઝનો કોઈ પણ ફોન આંખ બંધ કરીને લઇ લેવા જેવો જ હોય છે. આ વિષે ની વધુ ચર્ચા તથા તાજેતરમાં લોન્ચ થયેલા Xiaomi Phones વિશેની વાતો આજના આર્ટિકલમાં કરશું.

મૂળ ચાઈનીઝ કંપની Xiaomi દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ખુબ જ સારું નામ બનાવાયું છે અને હવે તો Xiaomi દ્વારા Made In India Phones પણ મુકવામાં આવે છે. Xiaomi ને ટૂંકા સમયમાં ઘણી સફળતા મળી છે પણ એ રાતોરાત શક્ય નથી બન્યું. આ માટે કંપનીની અમુક પોલિસી તથા સૌથી વધુ મહત્વ ધરાવે તે કિંમત અને અત્યાધુનિક ટેક્નોલોજી જવાબદાર છે. Xiaomi દ્વારા જયારે નવુંસવું વહેંચણ શરુ થયું ત્યારે તેમને એક બહુ જ સુંદર પોલિસી અપનાવેલી. Online Sale Only અને એમાં પણ તમારે રજીસ્ટર કરાવવાનું અને એ પછી Flash Sale માં ફોન મળ્યો તો મળ્યો બાકી હરિ ૐ !!

આ કારણે શરૂઆતી તબક્કે જે જે લોકોએ ફોન લીધો તેમને એક પ્રીમિયમ Customer હોવાની અનુભૂતિ થઇ અને બીજી તરફ કંપની દ્વારા ફક્ત ૧૦૦૦૦ રૂપિયામાં પણ જે-તે સમયની આધુનિક Finger Sensor Technology અને ઉચ્ચતમ ગુણવત્તા વાળા કેમેરા સાથે ફોન લોન્ચ કરવામાં આવ્યા જેથી યુવા વર્ગને તરત જ ટાર્ગેટ કરી શકાય. કંપની દ્વારા હંમેશાથી યુવા વર્ગને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ મોડેલ લોન્ચ કરવામાં આવે છે. જ્યાં સુધી વાત કિંમતની છે તો કંપનીએ બે પેટ કંપની દ્વારા માર્કેટ કવર કરવાની કોશિશ કરી છે.

MI Phones માં તમને Apple, OnePlus અને Samsung ને કિંમત અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ ટક્કર આપતા ફોન મળી રહેશે જયારે Redmi દ્વારા બજેટ ફ્રેન્ડલી ફોન્સ જ લોન્ચ કરવામાં આવે છે. RedMi દ્વારા સૌથી મોંઘો ફોન અત્યારની કિંમતે Red Mi Note 5 Pro છે જે Xiaomi ની Site પર 13999 રૂપિયાની કિંમત ધરાવે છે.

તાજેતરમાં લોન્ચ થયેલા Redmi Note 5 વિષે વાત કરીએ તો તેમાં બે વિકલ્પ મળે છે. 3 GB RAM અને 32 GB Storage સાથે નો ફોન તમને 9,999 રૂપિયામાં મળશે જયારે 4 GB RAM અને 64 GB Storage જોઈએ તો તે તમને 11,999 રૂપિયામાં મળશે. બંને ફોનમાં RAM અને Storage સિવાય કોઈ ફેર નહિ પડે.

Screen Size અને Display ની વાત કરીએ તો 5.99 ઇંચ ની સ્ક્રીન માં Full Display મળશે એટલે ફોન સંપૂર્ણપણે ટચસ્ક્રીન રહેશે. Front Glass તમને 2.5D અને Gorilla Glass સાથે મળશે જેથી તમારી સ્ક્રીન બાબતે તમને થોડી હદ સુધી નિશ્ચિંન્ત થઇ શકો છો. અહીં પણ પહેલાના મોડેલ જેવી જ ડિઝાઇન રાખવામાં આવી છે પણ હવે Display થોડો મોટો કરાયો હોય તમને Video જોવા અથવા Game રમવા માટે વધુ મજ્જા પડશે તે નક્કી છે.

Hardware ની વાત કરીએ તો તેમાં Qualcomm Snapdragon 625 ચિપસેટ-પ્રોસેસરનો ઉપયોગ થયો છે જે તદ્દન નવું તો ન જ કહી શકાય પણ આ બજેટમાં ખુબ જ સારું ચોક્કસપણે કહી શકાય. 4000MAh ની બેટરી સાથે Company 2 દિવસ ના Battery Backup માટે Claim કરે છે, તેમ છતાં તમારા વપરાશ પર આ વસ્તુ નિર્ભર કરે છે. મેઈન કેમેરા 12 Megapixel + 1.25 um Large Pixel ધરાવે છે જે Low Light Photography માં અદભૂત રિઝલ્ટ આપશે. Dual LED Flash છે જે Night Photography ને પણ ખુબ જ સુંદર બનાવશે તે નક્કી છે. Front Camera તમને 5 Megapixel નો મળશે અને ત્યાં પણ Selfie Light હાજર છે એટલે મોદી રાત્રે લેવાયેલ Selfie માં તમને મજ્જા આવે તેવા પરિણામો જોવા મળશે એ નક્કી છે.

Redmi Note 5 Pro

Photo Courtesy: pateltechnical.com

આ ફોન પણ હમણાં જ લોન્ચ થયો છે ૫ એપ્રિલથી તેનું વેંચાણ શરુ થશે. આ ફોનને Redmi દ્વારા ‘ઇન્ડિયા કા ફોન’ કહીને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. મુખ્યત્વે અહીંયા પણ ભૂતકાળની જેમ કંપની દ્વારા પોકેટ ફ્રેન્ડલી બજેટમાં શક્ય તેટલો વધારે આધુનિક ફોન બનાવવા પ્રયત્ન કર્યો છે. આ ફોન અત્યારે 64 GB Storage અને 4 GB RAM સાથે મુકવામાં આવ્યો છે અને તેની કિંમત 13,999 છે.

કંપની દ્વારા અહીંયા પણ ખાસ ધ્યાન કેમેરા પર આપવામાં આવ્યું છે અને તેના દ્વારા જ જાહેરાતોમાં પણ ફોનને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે. 12 Megapixel + 5 Megapixel નો Dual Camera તમને આ બજેટમાં શ્રેષ્ઠ કેમેરા રિઝલ્ટ આપશે એ નક્કી છે. Low Light Photography માં પણ તમને વધુ તકલીફ નહીં પડે. Front Camera ની વાત કરીએ તો એ પણ 20 Megapixel નો છે અને એ પણ 4500K ની Selfie Light સાથે એટલે રાત્રે લેવાયેલ Selfie માં તમારી Colgate Smile ચોક્સસ નજરે પડશે. Redmi ની ખાસ Camera Application Beautify ને પણ Upgrade કરવામાં આવ્યું છે અને તેમાં તમને પારંપરિક ભારતીય Bindi અને Beards Preset તરીકે જોવા મળશે જેનો તમે Photographs માં ઉપયોગ કરી શકશો.

Redmi દ્વારા દાવો કરાયો છે કે તેઓ એ આ ફોનમાં જે Face Unlock નો ઉપયોગ કર્યો છે તે માત્ર ૦.૨ સેકન્ડમાં જ તમારો ફોન અનલોક કરી આપશે. Screen On કરો અને તમારો Face સામે આવતા જ Phone Unlock થઇ જશે. How Cool Is That ??!! અહીંયા કંપની દ્વારા Snapdragon 636 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ વખતે પહેલી વખત જ Redmi સિરીઝમાં આવ્યું છે અને તેને લીધે ફોનની સ્પીડ ખરેખર ખુબ જ વધી છે. 5.99 ઇંચની ફુલ HD Screen તમારા On Phone Experience ને આનંદદાયક બનાવશે એ નક્કી છે.

અત્યાર સુધી Redmi Phone ની એક તકલીફ એ હતી કે તે ખુબ જ જલ્દી ગરમ થઇ જાય છે અને અમુક સમયે તો એ હદ સુધી કે Phone ને હાથ સુદ્ધા લગાડવો મુશ્કેલ બનતો હોય છે. આ વખતે કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વપરાશકર્તાઓની એ તકલીફને પણ દૂર કરી દેવાઈ છે. Phone નું તાપમાન Feel ન થાય તે માટે જ Phone ના Display પર એક અલગ જ glass નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અત્યારના સમયમાં આવતા મોટાભાગના ફોનની જેમ આ pn Hybrid Solution સાથે નો ફોન છે એટલે તમે ૨ Nano SIM અથવા 1 Nano SIM અને 1 Micro SD Card નો ઉપયોગ કરી શકો છો, 128 GB સુધીનું Micro SD Card  આ ફોનમાં સપોર્ટ કરશે. જો તમારો Phone નો મહત્તમ ઉપયોગ હોય તો પણ 4000Mh ની બેટરી તમને એક આખો દિવસ તો કામ આપશે જ એ નક્કી છે. આ સિવાય અહીંયા તમને Android OS સાથે MIUI 9 મળશે જે તાજેતરમાં જ રિલીઝ કરવાંમાં આવી છે.

Final Conclusion ની વાત કરીએ તો મને Xiaomi અથવા Redmi ફોનની એક માત્ર તકલીફ એ છે કે આ Phones નું Durability એટલી નથી હોતી. 10,000 અથવા 15,000 રૂપિયા નો ફોન લીધા પછી વધુમાં વધુ તમે એક કે દોઢ વર્ષ સુધી આ ફોન નો ઉપયોગ કરી શકશો એ પછી તમારો ફોન ગમ્મે ત્યારે પ્રાણ ત્યાગી દે તેવી પરિસ્થિતિ થતી હોય છે. Battery Failure અથવા તો Phone ની Body ફૂલી જવી જેવા કિસ્સાઓ બહુ જ સામાન્ય છે એટલે જો તમે ટૂંકા બજેટમાં વધારે features લેવા માંગતા હોય તથા Phone લીધા પછી વર્ષ કે દોઢ વર્ષે બદલી નાખવાની ગણતરી ધરાવતા હોય તો ચોક્કસપણે આ ફોન તમારા માટે જ બન્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here