ખેડૂતોને જરૂર પુરતુંજ ફર્ટીલાઈઝર મળે તેની ખાસ વ્યવસ્થા કરશે GSFC

0
280
Photo Courtesy: financialexpress.com

ભારતમાં ખેડૂતો ઘણી સમસ્યાઓ સામે લડતો જોવા મળતો હોય છે. આમાંથી એક સમસ્યા ભારતના ખેડૂતને જો સતત સતાવતી હોય તો તે છે પાક ઉત્પન્ન કરતી વખતે ફર્ટીલાઈઝર વગેરે પર થતા ખર્ચની. જો ખર્ચ પર કાબુ મેળવવામાં આવે તો ખેડૂતની આવકમાં ભલે થોડો પણ જરૂરી વધારો જરૂરથી થઇ શકતો હોય છે. ખેતી પર થતા ખર્ચને ઘટાડવા જો આધુનિક ટેક્નોલોજીનો સહારો લેવામાં આવે તો તે જરૂરથી પરિણામો લાવી શકે તેમ છે.

Photo Courtesy: financialexpress.com

ગુજરાતમાં વડોદરા નજીક આવેલી ફર્ટીલાઈઝર કંપની GSFCએ પણ એક નવતર પ્રયોગ આદરવાનું નક્કી કર્યું છે જે ખેડૂતોને ફર્ટીલાઈઝર પર થતા ખર્ચ પર કાબુ મેળવવામાં જરૂર મદદ કરશે એવું લાગી રહ્યું છે. GSFC બહુ જલ્દીથી ફર્ટીલાઈઝર માટે ના ATM એટલેકે વેન્ડિંગ મશીન્સ ગોઠવવા જઈ રહ્યું છે. આ પ્રકારના વેન્ડિંગ મશીન્સથી ખેડૂત પોતાની જરૂરિયાત જેટલુંજ ફર્ટીલાઈઝર જાતે મેળવી શકશે અને એટલાજ રૂપિયા તેણે ચૂકવવાના આવશે.

ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય અથવાતો નાના નગર વિસ્તારોમાં આ વેન્ડિંગ મશીન્સ GSFC દ્વારા ગોઠવવામાં આવશે. આ પ્રકારે મશીન્સ બનાવવા પાછળ અથવાતો તેને ગોઠવવા પાછળ GSFCનો હેતુ એ છે કે અત્યારે જ્યારે પણ ખેડૂતને ફર્ટીલાઈઝરની જરૂર પડે તો તેણે ઓછામાં ઓછું ફરજીયાત 50 કિલોગ્રામ ફર્ટીલાઈઝર લેવુંજ પડતું હોય છે અને આથી તેને વધારાનો ખર્ચ થઇ જાય છે.

તમને ગમશે: વિરુષ્કા એ જ્યારે અમુક લોકોના દંભનો પર્દાફાશ કર્યો

જ્યારે આ પ્રકારે વેન્ડિંગ મશીન્સ પહેલા ઉપરોક્ત ત્રણ રાજ્યોમાં અને બાદમાં સમગ્ર દેશમાં ફિક્સ કરી દેવામાં આવશે ત્યારે ખેડૂત તેની હાલની જરૂરિયાત પુરતુંજ ફર્ટીલાઈઝર, એક કિલો જેટલું ઓછું પણ, એ વેન્ડિંગ મશીનમાંથી ખરીદી શકશે જેને લીધે તેને ખરીદેલા ફર્ટીલાઈઝર જેટલીજ કિંમત ચુકવવાની આવશે. આમ ખેડૂતનો ફર્ટીલાઈઝરનો ખર્ચો બચશે તેમ GSFCએ જણાવ્યું છે.

GSFC હાલમાં આ પ્રકારના વેન્ડિંગ મશીન્સનો પાયલોટ પ્રોજેક્ટ ચલાવવા માંગે છે જે આ મહિનાની 15મી તારીખે શરુ કરવામાં આવશે. શરૂઆતમાં આ ફર્ટીલાઈઝર વેન્ડિંગ મશીનો ગુજરાતના આણંદ અને ખેડા જીલ્લાના દસ અલગ અલગ વિસ્તારોમાં ગોઠવવામાં આવશે. આ મશીનમાંથી ફર્ટીલાઈઝર ખરીદવા માંગતા વ્યક્તિએ સામાન્ય ATMની જેમજ પોતાને કેટલા જથ્થામાં ફર્ટીલાઈઝર જોઈએ છીએ તેની વિગત આપવાની રહેશે અને પોતાના ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડથી તેની ચુકવણી કરવાની રહેશે અને તરતજ તેણે ઈચ્છેલા જથ્થા જેટલું ફર્ટીલાઈઝર તેને મળી જશે.

GSFCનું કહેવું છે કે આ વેન્ડિંગ મશીન્સથી નાના ખેડૂતોને ઘણી રાહત થઇ જશે. નાના ખેડૂતોનો ખર્ચ તો બચશેજ પરંતુ સાથેસાથે જે-તે- પાક માટે કેટલું ફર્ટીલાઈઝર જોઈશે તેનું પણ તે ધ્યાન રાખી શકશે જેથી તેના પાકમાં તે વધુ પોષણ ઉત્પન્ન કરી શકશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here