લુધિયાણાના વેક્સ મ્યુઝિયમની મૂર્તિઓએ લોકોને ખડખડાટ હસાવ્યા

2
296
Photo Courtesy: ANI

આપણે ત્યાં “હસવામાંથી ખસવું થઇ ગયું” એવી એક કહેવત છે અને આ કહેવતને લુધિયાણાના વેક્સ મ્યુઝિયમેં અક્ષરસઃ સાચી પાડી છે. હાલમાં જ આ વેક્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એક આંકડા અનુસાર આ મ્યુઝિયમમાં દેશી તેમજ વિદેશી એમ વિવિધ મહાનુભાવોના 52 પૂતળાઓ સ્થાપવામાં આવ્યા છે.

સામાન્યરીતે દુનિયાનું કોઇપણ વેક્સ મ્યુઝિયમ તેના મુલાકાતીઓને ઈમ્પ્રેસ કરી દેતા હોય છે પરંતુ લુધિયાણાના આ વેક્સ મ્યુઝિયમે લોકોને ઈમ્પ્રેસ કરવાને બદલે તેમને ખડખડાટ હસવા માટે મજબૂર કરી દીધા હતા. કારણ? કારણ અહીની મૂર્તિઓ, જે એટલી ખરાબ રીતે બનાવવામાં આવી છે કે જે-તે હસ્તીઓનો કોઈ અલગ જ ચહેરો આપણને અહીં જોવા મળે છે.

તમને ગમશે: આવો ફૂટબોલ અને તેનો રસપ્રદ ઈતિહાસ જાણીએ

ભારતની જાણીતી ન્યૂઝ એજન્સી ANI દ્વારા Twitter પર કેટલાક પૂતળાઓના ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવ્યા હતા અને Twitteraties ને તરતજ મોજ પડી ગઈ હતી. કોઇપણ પુતળું હોય પછી તે મીણનું હોય કે  સામાન્ય પ્રક્રિયાથી બનાવવામાં આવેલું હોય તે કોઈ બેઝિક નિયમ અનુસાર બનાવવામાં આવતું હોય છે જેથી જે-તે પુતળું જે કોઇપણ વ્યક્તિનું હોય તેની સાથે તેનો ચહેરો અને શરીર મેળ ખાતું હોય. પરંતુ લુધિયાણાના આ વેક્સ મ્યુઝિયમના પુતળા બનાવનારા કારીગરોએ એ બેઝિક નિયમ ફોલો કર્યો હોય એવું બિલકુલ લાગતું નથી.

Photo Courtesy: ANI

હવે ઉદાહરણ સ્વરૂપે ઉપર આપેલો સચિન તેંદુલકરના પૂતળાનો ફોટો જુઓ, તમને કયા એન્ગલથી એ સચિન લાગે છે? અમે પણ બહુ કોશિશ કરી ત્યારે એવું લાગ્યું કે આ પુતળું ‘કદાચ’ સચિનનું હોઈ શકે. હવે એની બાજુમાં કોનું પુતળું છે એને અમે તો ઓળખી ન શક્યા હવે તમે જો ઓળખ્યા હોવ તો કમેન્ટ્સ સેક્શનમાં અમને જરૂર જણાવશો. પહેલી નજરે તો આ પુતળું શોલેના ‘અંગ્રેઝો કે જમાને કે જેલર’ની નબળી આવૃત્તિ હોય એવું લાગે છે બાકી મુર્તિકારે જે વિચાર્યું હોય તે…

Photo Courtesy: ANI

હવે ઉપરના ફોટા પર જરાક નજર કરો, તમને એવું નથી લાગતું કે ઉપરના પુતળાઓ ભારતના મિસાઈલ મેન અને જનતાના રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ અને મધર ટેરેસાનું અપમાન છે? આવા તો ઘણા અપમાનો આ મ્યુઝિયમમાં નરેન્દ્ર મોદી, બરાક ઓબામા વગેરે સાથે થયા હોવાનું અમને જાણવા મળ્યું છે.

Photo Courtesy: ANI

પુતળાના ચહેરા અને શરીર તો અલગ બનાવ્યા પરંતુ આ વેક્સ મ્યુઝિયમમાં મુકેલા ડોસીમા જેવા દેખાતા માઈકલ જેક્સનના પુતળા પર જરા ગૌર ફર્માઈએ? આ પુતળાને પહેરવા આપેલા કપડાથી  શું તમને એવું નથી લાગતું કે માઈકલ જેક્સન કોઈ બેન્ડવાળો હશે?

અહીં કોઈની કળાની મજાક ઉડાડવાનો ઉદ્દેશ નથી પરંતુ કળા ત્યારેજ શોભે જ્યારે કલાકારે તેને તાદ્રશ્ય કરવામાં મહેનત સાથે થોડીઘણી અક્કલ પણ વાપરી હોય. બદનસીબે લુધિયાણા વેક્સ મ્યુઝિયમના કલાકાર અથવાતો કલાકારોએ એટલી તસ્દી લીધી નથી લગતી.

eછાપું

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here