આપણા સમાજમાં ઘણી માન્યતા એવી છે જેમાં સ્ત્રી પુરુષના લગ્નેતર સંબંધો પર લોકો પ્રશ્નો કરવા ગમતા હોય છે અને આ પ્રશ્નો એવા જ લોકોને હોય છે જે છુપાઈ છુપાઈને સ્ત્રીઓ સાથે ઇનબોક્સમાં હોટ ચેટ કરવા માંગતા હોય છે. જેમને પોતાને અંગત રીતે સ્ત્રીનાં અફેર વિષે જાણવું હોય છે તે available છે કે નહીં તે જાણવું હોય છે. (આમાં સ્ત્રીઓ પણ આવી ગઈ)

લગ્નેતર સંબંધો સાચા કે ખોટા તે વિષે દરેકની જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગો હોય છે. અહિયાં એવું નથી કે આપણે લગ્નેતર સંબંધોની તરફેણમાં વાત કરીએ છીએ કે તેની વિરુદ્ધમાં વાત કરીએ છીએ પણ આપણે અહી એ સંબંધની વાત કરીએ છીએ જે અંગત હોય, અને અંગતરીતે સ્ત્રીનું પણ હોય ને પુરુષનું પણ હોય જ. જયારે પુરુષ અને સ્ત્રીનો સંબંધ લગ્નમાં પરિણમે ત્યારે તે બન્ને માટે શરૂઆતમાં નવો સંબંધ ઉત્સાહવાળો અને ઉત્તેજક હોય છે. ધીમેધીમે બન્ને ને એહસાસ થાય છે કે આ લગ્ન સિવાય પણ બહાર આપણા પોતાના સંબંધો છે જ. જેમ કે પુરુષને કોઈ સ્ત્રી મિત્ર હોય અથવા સ્ત્રીને કોઈ પુરુષ મિત્ર હોય. બહુ ઓછા લોકો લગ્ન પછી પણ આવા સંબંધોમાં કનેક્ટેડ રહી શકે છે. ખાસ કરીને સ્ત્રીઓને લગ્ન પછી ઘણીવાર શહેર છોડવું પડતું હોય, દેશ છોડવો પડતો હોય તેવા સંજોગોમાં તે પેહલેથી જ એકલતા અનુભવતી હોય છે. લગ્ન પછી તે પતિમાં જ એ અંગત મિત્ર શોધતી હોય છે પણ તે ખોટું છે તેનો એહસાસ તેને પછીથી થાય છે. ઘણી સ્ત્રીઓ ને એવું લાગે છે કે તેનો પતિ જ તેનો ખાસ મિત્ર છે તે સાચું પણ હશે કેમ કે તે એવી માન્યતા ધરાવતી હોય છે કે તેની માટે પતિ જ સર્વેસર્વા છે.
તમને ગમશે: કડક હેડમાસ્તર જેવા વિદર્ભના કોચ ચંદ્રકાંત પંડિત
પણ અમુક સમય જતા લગ્નના સંબંધમાં બધું જુનું જુનું લાગવા લાગે છે…કેમ ? અમુક સમય જતા બધું એક નું એક લાગવા લાગે છે …કેમ ? કારણકે માણસ માત્રને એક ની એક પરીસ્થીતીમાં રહેવું નથી ગમતું હોતું. તેને દરેક વખતે કઈ નું કઈ નવું ગમે છે.. નવા લોકો પ્રત્યે આકર્ષણ આવા જ સમયમાં થાય છે. ઘણા લોકો આવા આકર્ષણને કેરિયર બાજુ વાળી તેમાં નવું કરતા હોય છે. પણ આવા લોકો પણ લાંબા ગાળે કેરિયર અને ઘર બધું સેટ થયા પછી છેક વિજાતીય આકર્ષણ અનુભવતા હોય છે તે ખોટું છે કે સાચું છે તે દરેકનો અંગત પ્રશ્ન હોવો જોઈએ. સ્ત્રીઓ મોટાભાગે બહારના લોકોને ઓછુ મળતી હોય છે અથવા તો તેની પાસે કોઈ અવકાશ નથી હોતો વધારે લોકોને મળવાનો. ઘર, બાળક (હોય તો) અને જો સાસુ સસરા સાથે હોય તો તે લોકો આ બધાને સંભાળવામાં પેહલેથી જ તે હતાશા અનુભવતી હોય છે. મોટાભાગે તેને બહાર જવા માટે કારણો આપવા પડતા હોય છે. તેના પુરુષ મિત્રોને મળવા માટે એ હંમેશા એક તાણ અનુભવતી હોય છે.
આ બધાના અંતે સ્ત્રી જલ્દીથી લગ્નેતર સંબંધો તરફ વળતી હોય છે, કેમ કે તે ભાવુક હોય છે. તેની હતાશામાં તે ભાગીદાર શોધતી હોય છે. પુરુષને લગ્નેતર સંબંધોમાં સેક્સ સિવાય બીજો ઓછો રસ હોય છે. ઘણીવાર સ્ત્રીઓ લગ્નેતર સંબંધોમાં ભાવુક થઇ જતી હોય છે અને તેના ખતરનાક પરિણામો આપણે છાપાઓમાં વાંચેલા જ છે.
આમ જોવા જઈએ તો દરેક સ્ત્રી અને પુરુષના સંબંધો ખુબ નાજુક હોય છે. લગ્નેતર સંબંધો પહેલા માત્ર એકલતા દુર કરવા બંધાતા હોય છે અને પછી એ જ સંબંધો જીવનનું ધ્યેય બની જાય ત્યારે તેના પરિણામોથી દરેકે વાકેફ રહેવું જોઈએ.
પતિ તરીકે એક પુરુષને ખબર હોવી જોઈએ કે તેની પત્ની પહેલા એક સ્ત્રી છે અને પછી તેની પત્ની છે તેને પણ તેના પોતાના સંબંધો છે તે જો તેને વધુ મહત્વ આપતી હોય તો તેમાં પતિ તરીકે તમારું મહત્વ ઓછુ થઇ ગયેલું ન સમજવાનું હોય. સ્ત્રીઓ દરેક વાત ને લાગણીથી જોડતી હોય છે એટલે તેના સંબંધોમાં તેની તરફથી લાગણી હશે જ. ઘણી સ્ત્રીઓને ખબર હોય છે કે તે શું કરી રહી છે મોટાભાગે તેને સામેના વ્યક્તિની કઈક વિશિષ્ટ વાત પસંદ આવી હોય તો જ તે લગ્નેતર સંબંધોમાં પગ મુકે છે. લગ્નેતર સંબંધોમાં સ્ત્રીને લગ્નના અમુક વર્ષો પછી તેને કોઈ એક સ્ત્રી તરીકે જુવે (પત્ની તરીકે નહીં) તો તેને ગમે છે અને ઘણીવાર આ એક જ કારણ હોય છે કે તે બીજા કોઈ પુરુષ તરફ આકર્ષાય છે. જયારે પુરુષને કોઈ વિચારશીલ વાતો કરવાવાળી સ્ત્રીઓ ગમે છે. પુરુષ ને તર્ક સાથે સંબંધ હોય છે એટલે તેને એવી સ્ત્રી ગમે છે જે તાર્કિક વાતો કરતી હોય, જે સ્વતંત્ર વિચારો ધરાવતી હોય. અમુક પુરુષને સ્ત્રીઓની બોલ્ડનેસ ગમતી હોય છે. આકર્ષણ હંમેશા સ્વાભાવિક હોય છે પણ સામેવાળું પાત્ર તમને કેવી રીતે જુવે છે તેની પર આખો સંબંધ રહેલો હોય છે
અંગત સંબંધો ખુબ ખાસ હોય છે અને દિલની ઘણી પાસે હોય છે. તે સંબંધોની વિશિષ્ટતા તેમાં જે બે વ્યક્તિ હોય છે તેને જ ખબર હોય છે ઘણીવાર લોકો પોતાની રીતે અવલોકન કરી આવા સંબંધોને તહસ નહસ કરી નાખે છે. દરેક સંબંધો ખાસ જ હોય જો તે દિલની પાસે હોય. અમુક સંબંધોનું કોઈ નામ નથી હોતું. અને દરેક સંબંધ સાથે કોઈ નામ જોડાય તેવો આગ્રહ પણ ના રાખવો જોઈએ.
eછાપું
Adhuru che aa haju.
Prastavna jevu che aa haju. Anyway, good attempt.
Keep Writing.
Yes. Thanks
Reality of current time… need more articles about all kind of relationship
Nice words and very good writing style
I am fan