દરેક દેશના કેટલાક નિયમો અને કાયદાઓ હોય છે એમ સાઉથ કોરિયા પણ પોતાના કાયદાઓ અને નિયમો ધરાવે છે. પરંતુ અમુક દેશના કાયદાઓ આપણને ઘણીવાર આશ્ચર્ય પમાડતા હોય છે એમ સાઉથ કોરિયામાં પણ આવા કેટલાક પ્રતિબંધ લગાવતા નિયમો છે જે આપણને વિચારતા કરી દે તેવા છે. સાઉથ કોરિયામાં પાળવામાં આવતા આ પ્રતિબંધો કદાચ જ તમને અન્ય દેશોમાં જોવા મળશે. તો ચાલો નજર કરીએ એવા ખાસ 10 પ્રતિબંધો પર જે સાઉથ કોરિયામાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે
10 પ્રતિબંધો જે સાઉથ કોરિયા સિવાય કદાચ જ તમને બીજે જોવા મળે

ચોપસ્ટિક સાથે કોઈજ રમત નહીં કરવાની
ચોપસ્ટિક સાઉથ કોરિયાના લોકો સાથે લાગણીભર્યા સંબંધો ધરાવે છે આથી ખોરાક ખાતી વખતે ચોપસ્ટિક સાથે કોઇપણ પ્રકારની રમત સાઉથ કોરિયનો નહીં ચલાવી લે. કોઈ ગરમ ખોરાકને વચ્ચેથી ટુકડો કરવો હોય તો ચોપસ્ટિકથી બિલકુલ ન કરાય, તેના માટે કાંટો જ વાપરવો પડે અને જો તમે ચોપસ્ટિકથી ખોરાક તોડશો તો યજમાન અથવા રસોઈયો તેને પોતાનું અપમાન સમજી શકે છે. ચોખા ખાતી વખતે ચોપસ્ટિક જો ઉભી રાખશો તો તેને અપશુકન માનવામાં આવશે, માટે ચોખા ખાતી વખતે કાયમ ચોપસ્ટિકને આડી રાખવી.
ટેટુ તો જરાય નહીં ચાલે
ટેટુ પ્રત્યે સાઉથ કોરિયા ભારોભાર નફરત કરે છે. અહીં ટેટુ કલાકારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફક્ત મેડિકલમાં કામ કરતા લોકોને બોડી પેઈન્ટ કરવાની છૂટ છે. આથી જો તમારા શરીર પર ટેટુ હશે તો સાઉથ કોરિયન તમારી સાથે ઉદ્ધતાઈથી વર્તે એવું બની શકે છે.
ડીપ નેક ટોપ ન ચાલે પણ ટૂંકું સ્કર્ટ ચાલે
સાઉથ કોરિયા એક અનોખો પ્રતિબંધ ધરાવે છે. અહીં ડીપ નેક ધરાવતા ટોપ્સ અત્યંત ખુલ્લા અને સેક્સી ગણવામાં આવે છે. સાઉથ કોરિયાની છોકરીઓ તેમજ મહિલાઓ આંત:વસ્ત્ર પહેર્યા વગર ટી શર્ટ કે જમ્પર નથી પહેરતી. પરંતુ અહીં ટૂંકું સ્કર્ટ પહેરવાની કોઈજ મનાઈ નથી, બલ્કે છોકરીઓ અત્યંત ટૂંકું સ્કર્ટ પહેરે પણ છે અને જ્યારે તેઓ દાદરા ચડતી હોય અથવાતો એસ્કેલેટરનો વપરાશ કરતી હોય ત્યારે પોતાની બેગ કે મેગેઝીનથી તેમના ખુલ્લા પ્રદેશને ઢાંકી દેતી હોય છે.
હોટલ અને રેસ્ટોરન્ટમાં ક્યારેય ટીપ ન આપવી
સાઉથ કોરિયામાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ટીપ આપવી અત્યંત અપમાનજનક ગણવામાં આવે છે. અહીં એવી માન્યતા છે કે હોટેલ કે રેસ્ટોરન્ટ માલિકો પોતાને ત્યાં વેઈટરનું કામ કરનારાઓને એટલો બધો પગાર આપે છે કે તેમને ટીપ આપવાની જરૂર નથી. પણ હા જો તમે કોઈ એવી રેસ્ટોરન્ટ કે હોટેલમાં જાવ જ્યાંનો માલિક અમેરિકન કે યુરોપિયન હોય તો ત્યાં ટીપ જરૂર ઓફર કરી શકો છો.
ખાવાનું પ્લેટમાં છોડીને ઉભા ન થવું
કોરિયન વોર તેમજ ભૂતકાળમાં જાપાન સાથેના યુદ્ધમાં સાઉથ કોરિયાના લોકોએ અત્યંત ભૂખમરો સહન કર્યો છે અને ત્યારથી જ અહીં ખોરાક પ્લેટમાં ન છોડવાનો એક નિયમ બની ગયો છે. જો કોઈ રેસ્ટોરન્ટમાં તમે તમારી પ્લેટમાં ખોરાક છોડી દો છો તો તમને જોરદાર ઠપકો મળે છે. આ ઉપરાંત કોઈને ઘરે ગયા હોવ અને એ તમને રિફ્રેશમેન્ટ ઓફર કરે તો તમે તેમને ના પાડી શકતા નથી નહીં તો એ સાઉથ કોરિયા માં અપમાન ગણવામાં આવે છે.
તમને ગમશે: લગ્નેતર સંબંધોને લીધે ચમકતી ક્રિકેટ કરિયર ગુમાવી શકે છે મોહમ્મદ શમી
સ્થાનિકોને એકીટશે જોવા નહીં
પોતાની સામે ટીકીટીકીને જોનારાઓ સાઉથ કોરિયન્સને બિલકુલ ગમતા નથી. સાઉથ કોરિયા અંગત જીવનને ખુબ મહત્ત્વ આપે છે. તમારાથી ભૂલથી પણ કોઈ વ્યક્તિની મંજુરી વગર તેનો ફોટો પાડી શકાતો નથી. જો કોઈની નજરમાં એવો ફોટો આવી ગયો જે તેની મંજુરી વગર પાડવામાં આવ્યો છે તો એ એ વ્યક્તિ પર પોલીસ ફરિયાદ કરી શકે છે.
ચર્ચામાં ન ઉતરો, ખાસ કરીને વૃધ્ધો સાથે
સાઉથ કોરિયામાં વડીલો પ્રત્યે અત્યંત સન્માનથી વ્યવહાર કરવામાં આવે છે. કોઇપણ વૃદ્ધ ભલે તેનો મત ગમેતેટલો ખોટો હોય પણ તમે તેની સાથે દલીલ કરી શકતા નથી. જો તમે દલીલ કરો અને પેલી વૃદ્ધ વ્યક્તિ કોર્ટમાં જાય તો તમે તમારો કેસ હારી જશો તેની ગેરંટી
ટોઇલેટ ટોક પર કોઈજ પ્રતિબંધ નથી
સાઉથ કોરિયામાં આપણે ત્યાં હવે છેક જે પ્રયાસો ચાલી રહ્યા છે તે વ્યવસ્થા પહેલેથી જ અમલી છે. અહીં સ્વચ્છતા, ખાસ કરીને શૌચ પ્રક્રિયા માટે ખુબ ધ્યાન રાખવામાં આવ્યું છે. કુદરતી સ્વચ્છતા વિષે ખુલ્લા દિલે ચર્ચા કરવી એ અહીંના લોકોના સ્વભાવમાં છે. તમને ઝાડા થયા હોય તો તમે તેના વિષે ભોજન કરતા પણ તમારા મિત્રો સાથે ડિસ્કસ કરી શકો છો. જ્યાં પણ આવી ચર્ચા ચાલતી હોય અને જો તમારું મોઢું બગડ્યું તો અહીંના લોકોને નહીં ગમે.
રસ્તે ઢળી પડેલા લોકોને અડવું નહીં
સાઉથ કોરિયાના લોકો જેટલી મહેનતથી કામ કરે છે તેટલો દારૂ પણ પીવે છે. અહીં મોટેભાગે વિકેન્ડમાં ખૂબ મોટી માત્રામાં શરાબ પીને રસ્તા પર પડેલા લોકો જોવા મળશે. જો એવું બને તો તમારે એમની મદદ બિલકુલ નથી કરવાની. આ કામ પોલીસનું છે અને એ તેમના પર જ છોડી દેવું સારું.
ગમે ત્યાં ધુમ્રપાન ન કરવું
સાઉથ કોરિયામાં ધુમ્રપાન માટે અસંખ્ય જગ્યાઓ નક્કી કરવામાં આવી છે જ્યાં તમે જઈને સ્મોકિંગ કરી શકો છો. ભરેલી બજારમાં પણ આ કાર્ય માટે એક નાનકડો ખૂણો પણ શોધી આપવામાં આવે છે તો ઓફિસો અને ઘરોમાં પણ ધુમ્રપાન માટે એક નાનો કે મોટો ઓરડો રિઝર્વ હોય છે. આથી જો તમે સાઉથ કોરિયા ફરવા ગયા હોવ અને તમને ધુમ્રપાનની આદત છે તો તેના માટે બનાવેલી ખાસ જગ્યા શોધીને ધુમ્રપાન કરશો.
eછાપું